________________
૧૭
પ્રાતઃકાળની સ્તુતિ
ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. ૧ અર્થ–પરમકૃપાળુદેવ પ્રત્યે મારી વિનયપૂર્વક વિનંતિ છે કે મને ત્રણ તત્ત્વ તે સતુદેવ, સત્વગુરુ અને સધર્મ, અને ત્રણ રત્ન-તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર છે તે આપો. તથા એમના પ્રત્યે મને અવિચલ એટલે કદી ચલાયમાન ન થાય એવી દ્રઢ શ્રદ્ધા તે સ્નેહ એટલે પ્રીતિપૂર્વક કરાવો. I/૧
તત્ત્વોપદેખા તુમ તણા, માર્ગ તણે અનુસાર;
લક્ષ લક્ષણ રહો સદા, ખરેખરો એક તાર, ૨ અર્થ-હે પરમકૃપાળુ પ્રભુ ! આપે જે તત્ત્વોનો ઉપદેશ કર્યો છે, તે મોક્ષમાર્ગ અનુસાર ચાલવાનો મારો સદા લક્ષ રહો. તથા લક્ષણ એટલે મારું વર્તન પણ ખરેખર એકતાર એટલે તલ્લીન બનીને તે પ્રમાણે ચાલવાનું જ સદા રહો. રા
મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન;
દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ૩ અર્થ-અનાદિકાળના મિથ્યાત્વરૂપી તમ એટલે અંધકારને ફેડી નાખવા માટે આપના દ્વારા આપેલું સમ્યકજ્ઞાન તે ચંદ્ર અને સૂર્યની જેમ પ્રકાશ કરનાર છે. તે વડે સમ્યક્દર્શનની સારી રીતે વિશુદ્ધિ થાય છે. જેથી ભાવ ચરણ એટલે અંતરંગ ચારિત્રદશા અર્થાત્ સ્વરૂપાચરણરૂપ ચારિત્રદશા પ્રગટે છે. અને તેથી અનંતાનુબંધી કષાયરૂપ મલની હાનિ થાય છે. ilal
ઇચ્છા વ અંતરે, નિશ્ચય દ્રઢ સંકલ્પ;
મરણ સમાધિ સંપજો, ન રહો કાંઈ કવિકલ્પ. ૪ અર્થ-હે પ્રભુ! મારા અંતરમાં એક ઇચ્છા વર્તે છે અને તેનો જ મને દ્રઢ નિશ્ચય તથા સંકલ્પ છે કે મને સમાધિમરણની પ્રાપ્તિ હોજો. તે વખતે મને કોઈપણ પ્રકારના કુવિકલ્પ રહે નહીં. એવી મારી ઇચ્છા, તે આપની કૃપાએ સફળ થાઓ. llઝા.
કામિતદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન;
નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ-નિદાન. ૫ અર્થ-જો સમાધિમરણની ઇચ્છાને પૂર્ણ કરવી હોય તો કાતિદાયક એટલે ઇચ્છિત પ્રમાણે દેવાવાળા એવા પરમકૃપાળુ પરમાત્માના પદ એટલે ચરણનું શરણ ગ્રહણ કરવું. તથા મનને સ્થિર કરીને પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું, કે એમના વચનોનું વિચારરૂપ ધ્યાન કરવું, તેમજ ગુરુરાજનું નામ સહજાત્મસ્વરૂપ
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છે માટે તે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું; એ આત્મકલ્યાણને પ્રગટ કરવા માટેનું પરમ નિદાન એટલે કારણ છે. ////
ભુવન જન હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન;
પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ અર્થ-ભુવન જન એટલે ત્રણ ભુવન અર્થાત્ ત્રણેય લોકમાં રહેલા લોકોને હિતકર્તા એવો જેનો સદા ઉપદેશ છે, એવા કૃપાળુ પ્રભુ તો સદા કૃપાના જ નિધાન એટલે ભંડાર છે. તે, પાપથી સંસારમાં પતિત એટલે પડેલા જીવોને આત્મસ્થિરતા ગુણનું દાન આપી અર્થાત્ પોતાના આત્મસ્વભાવમાં લાવીને તેને પાવન એટલે પવિત્ર કરનાર છે. જો
સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરી ફરી અરજ એ નેક;
લક્ષ રહો પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક. ૭ અર્થ–સર્વજ્ઞ એવા અરિહંત પ્રભુ તથા સદ્ગુરુ એવા પરમકૃપાળુદેવ પ્રત્યે, મારી ફરી ફરી એ જ નેક એટલે દ્રઢતાપૂર્વક અરજ છે કે મારો લક્ષ હે પ્રભુ! આપના સ્વરૂપમાં જ સદા રહો અને રત્નત્રયરૂપ સમ્યક્દર્શનશાનચારિત્રની મને એકતા કરી આપો જેથી હું પણ જન્મજરામરણથી મુક્ત થઈ શાશ્વત સુખરૂપ મોક્ષને પામું.
(૩) પંચપરમેષ્ઠીગુણ ચૈત્યવંદના બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખે દોહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીસ, પંચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર સય ગુણ મલી, ઇમ સમરો નવકાર;
ધીર વિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર.૩ આ ગાથામાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો બતાવી તેની સ્તુતિ કરે છેઃ
અર્થ– શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ પંચ પરમેષ્ઠી છે. પંચ પરમેષ્ઠી એટલે એ સર્વ પોતાના પરમપદમાં એટલે સર્વોત્તમપદમાં અર્થાતુ પોતાના સહજાત્મસ્વરૂપમય શુદ્ધ આત્મ પદમાં ‘ષ્ઠિતુ’ એટલે