________________
પ્રાતઃકાળની સ્તુતિ
૧૧
કિલામિયા-ખેદ પમાડાયા હોય. ઉવિયા-બીવરાવાયા હોય. ઠાણાઓઠાણું—એક સ્થાનેથી બીજે સ્થાને. સંકામિયા–ફેરવાયા હોય. જીવિયાઓ વવરોવિયા-જીવનથી છૂટા કરાયા હોય. તસ્સ-તે સર્વ અતિચારનું. મિચ્છા–મિથ્યા. મિ–મારું. દુક્કડં-દુષ્કૃત. અર્થ- સંકલના
હે ભગવંત! સ્વેચ્છાથી ઇર્યાપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપો. ગુરુ તેને પ્રત્યુત્તરમાં-‘પડિક્કમેહ’-‘પ્રતિક્રમણ કરો' એમ કહે એટલે શિષ્ય કહે કે—હું ઇચ્છું છું. આપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં થએલી જીવ-વિરાધનાનું પ્રતિક્રમણ અન્તઃકરણની ભાવનાપૂર્વક શરુ કરું છું.
જતાં આવતાં મારા વડે ત્રસજીવ, બિયાં, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગે૨ે ચંપાયા હોય; જતાં-આવતાં મારાવડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય; જતાં-આવતાં મારાવડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, બીવરાવાયા (ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર
તસ્સ ઉત્ત૨ીક૨ણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણં નિગ્ધાયણઠ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્યું. ૧ શબ્દાર્થ
તસ્સ—તેનું જે જીવવિરાધનાનું પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે. ઉત્તરી-રણેણં—વિશેષ આલોચના અને નિંદા કરવા વડે. પાયચ્છિત્ત-કરણેણં–પ્રાયશ્ચિત્તઃ કરવા વડે. વિસોહી-કરણેણ–વિશેષ ચિત્તશુદ્ધિ કરવા વડે. વિસલ્લી-ક૨ણેણ—ચિત્તને શલ્યરહિત કરવા વડે. પાવાગં કમ્માણપાપકર્મોનો. નિગ્ધાયણઢ્ઢાએ—સંપૂર્ણ નાશ કરવા માટે. ઠામિ કાઉસ્સગ્ગ– કાયોત્સર્ગ કરું છું. અર્થ-સંકલના–
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
જીવ વિરાધનાનું મેં જે પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહું છું. વિશેષ આલોચના અને નિન્દા કરવા વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે, ચિત્તની વિશેષ શુદ્ધિ કરવા વડે તથા ચિત્તને શલ્ય રહિત કરવા વડે, પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરુ છું.
શ્રી અન્નત્ય ઊસસિએણં સૂત્ર
૧૨
અન્નત્ય ઊસસિએણં નીસસિએર્ણ ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહુમેહિં અંગસંચાલેહિં, સુદુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિનાિસંચાલેહિં; ૨
એવમાઇએહિં આગારેહિં, અભગ્ગો અવિાહિઓ, હુ મે કાઉસ્સગ્ગો; ૩
જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પા૨ેમિ ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ, ૫ શબ્દાર્થ
અન્નત્થ—નીચેના અપવાદપૂર્વક. ઊસસિએર્ણ —શ્વાસ લેવાથી, નીસિએણં -શ્વાસ મૂકવાથી. ખાસિએણં-ઉધરસ આવવાથી. છીએણં – છીંક આવવાથી. જંભાઈએણં—બગાસું આવવાથી. ઉડ્ડએણં–ઓડકાર આવવાથી. વાયનિસગેણં-વા-છૂટ થવાથી. ભમલીએ–ચક્કર આવવાથી. પિત્તમુચ્છાએ—પિત્ત ચડવાને લીધે બેભાન થવાથી. સુહુમહિં અંગ-સંચાલે િં—રૂંવાડાં ચડી આવવા આદિ ક્રિયાથી. સુહુમેહિં ખેલ-સંચાલે િં–સૂક્ષ્મ રીતે શરીરની અંદર કફ તથા વાયુનો સંચાર થવાથી. સુહુમેહિં દિઠ્ઠિ સંચાલેહિં –સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી. એવમાઈએહિં આગારેહિં—ઇત્યાદિ (અપવાદના) પ્રકારો વડે. અભગ્ગો– ભાંગેલો નહિ તેવો. અવિરાહિઓ–ખંડિત નહિ થયેલો તેવો. હુજ્જ–હોજો. મે–મારો. કાઉસ્સગ્ગો—કાયોત્સર્ગ જાવ–ત્યાં સુધી. અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં—અરિહંત ભગવાનના નમસ્કાર વડે, અર્થાત્ ‘નમો અરિહંતાણં’ પદ વડે. ન પારેમિ—પૂર્ણ કરું નહિ. તાવ–ત્યાં સુધી. કાર્ય—શરીરને. ઠાણેણં-સ્થાન વડે. મોણેણં-વાણી-વ્યાપાર સદંતર બંધ કરીને. ઝાણેણં—ધ્યાન વડે. અપ્પાણં—મારી. (કાયાને) વોસિરામિ—તદ્દન તજી દઉં છું. અર્થ-સંકલના–