________________
પ્રાતઃકાળની સ્તુતિ મેસુપ્રભાતોત્સવઃ- મારો પ્રભાતકાળ પણ પ્રતિદિન સારી રીતે ઉત્સવવાળો થાઓ. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. ૨૨ાા
ચૈત્યવંદન સૂત્રો
(વિધિ સહિત)
શ્રી નવકાર મંત્ર નમો અરિહંતાણં ૧. નમો સિદ્ધાણં ૨. નમો આયરિયાણં ૩. નમો ઉવજઝાયાણં ૪. નમો લોએ સવ્વસાહૂણં ૫. એસો પંચ નમુક્કારો ૬. સવ્ય પાવપણાસણો ૭, મંગલાણં ચ સવ્વસિં ૮. પઢમં હવઈ મંગલં ૯,
શબ્દાર્થ :નમો અરિહંતાણં-અરિહંત ભગવાનને નમસ્કાર હો. નમો સિદ્ધાણંસિદ્ધ ભગવંતને નમસ્કાર હો. નમો આયરિયાણં–આચાર્ય ભગવંતને નમસ્કાર હો. નમો ઉવન્ઝાયાણં–ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર હો.
નમો લોએ સવ્વસાહૂણં–લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કાર હો. લોએ લોકમાં. એ શબ્દ અંતદીપક છે, તેથી પાંચેયને લાગુ પડે; એટલે કે લોકમાં જ્યાં જ્યાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત રહેલા હોય તે સર્વને મારા નમસ્કાર હો. એસો પંચ નમુક્કારો-આ પાંચને કરેલો નમસ્કાર, સવ પાવપણાસણો-સર્વ પાપોનો વિનાશ કરનાર છે. મંગલાણં–મંગલોનું. ચઅને. સલૅસિં-સર્વેનું. પઢમં–પહેલું. હવઈ–છે. મંગલ-મંગલ. સર્વમાં આ પહેલું માંગલિક છે.
શ્રી પ્રણિપાત અર્થાતુ ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો!વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મત્યએણ વંદામિ |
શબ્દાર્થ:- ઇચ્છામિ-ઇચ્છું છું, ખમાસમણો-હે ક્ષમાશ્રમણ તપસ્વી, વંદિઉં– વાંદવાને, જાવણિજ્જાએ-યથાશક્તિ, નિસિહિઆએ-પાપવ્યાપારોનો ત્યાગ કરીને, મયૂએણ-મસ્તક વડે, વંદામિ–વાંદું છું.
અર્થસંકલના :હે ક્ષમાશ્રમણ તપસ્વી! આપને વાંદવાને ઇચ્છું છું. યથાશક્તિ
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પાપવ્યાપારોનો ત્યાગ કરીને, મસ્તક નમાવીને આપને વંદન કરું છું.
શ્રી ઇરિયાવહીય સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ | ઇચ્છે II ઇચ્છામિ પડિક્કમિઉં ૧પ ઇરિયાવદિયાએ વિરાહણાએ ારા ગમણાગમણે
3 પાણક્કમણે, બીય%મણે, હરિયક્રમશે. ઓસા ઉનિંગ પણગ-દગમટ્ટી-મક્કડા સંતાણા અંકમણે તાજા જે મે જીવા વિરાહિયા, પપા એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા પાકા અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડંIકા શબ્દાર્થ -
ઇચ્છાકારેણ-સ્વેચ્છાથી, સંદિસહ આજ્ઞા આપો. ભગવનુ-હે ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ-હું ઐર્યાપથિકી ક્રિયાનું પ્રતિક્રમણ કરું છું. ઇર્યાપથને લગતી ક્રિયા તે ઐર્યાપથિકી. ઈર્યાપથ-જવા આવવાનો રસ્તો. પ્રતિક્રમણ-પાછા ફરવાની ક્રિયા. પ્રતિ-પાછું. ક્રમણ-ફરવું તે. ઇચ્છ–ઇચ્છું છું. ઇચ્છામિ-ઇચ્છું છું. પડિક્કમિઉં-પ્રતિક્રમણ કરવાને, ઇરિયાવહિયાએ વિરાહણાએ- ઐર્યાપથિકી ક્રિયા અંગે લાગેલા અતિચારથી. વિરાધના-વિકૃત થયેલ આરાધના દોષ. ગમણામગણે-કાર્ય પ્રયોજને જવામાં અને ત્યાંથી પાછા વળવામાં. પાણ-ક્કમણ-પ્રાણીઓને ચાંપતાં બીય-ક્કમણે-બીજને ચાંપતાં. હરિય ક્રમશે- લીલોતરીને ચાંપતાં.ઓસા-ઉસિંગ-પગ-દગ-મટ્ટી--મક્કડાસંતાણા-સંક્રમણ-ઝાકળ, કીડિયારું, લીલ-ફૂગ, કાદવ અને કરોળિયાની જાળને ચાંપતાં. ઓસા-ઝાકળ, ઉસિંગ-કીડિયારું. પણગ-લીલફુગ. દગમટ્ટી-કાદવ. મકડા-સંતાણા-કરોળિયાની જાળ. જે જીવા-જે પ્રાણીઓ. મે વિરાહિમા-મારાથી દુઃખ પામ્યા હોય. એબિંદિયા-એક ઇન્દ્રિયવાળા જીવો. બેઇંદિયા-બે ઇન્દ્રિયવાળા જીવો. તેઇંદિયા-ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. ચઉ” રદિયા-ચાર ઇન્દ્રિયવાળા જીવો. પંચિંદિયા-પાંચ ઇન્દ્રિયવાળા જીવો. અભિયા–લાતે મરાયા હોય. વરિયા- ધૂળવડે ઢંકાયા હોય. લેસિયા-ભોંય સાથે ઘસાયા હોય. સંઘાઈયા-અરસપરસ શરીરો દ્વારા અફળાયા હોય. સંઘઢિયા-થોડો સ્પર્શ કરાયા હોય. પરિયાવિયા- દુ:ખ ઉપજાવાયું હોય.