________________
પ્રાતઃકાળની સ્તુતિ
અર્થ-જે તનથી, મનથી કે વચનથી પણ કોઈને દુ:ખ આપતા નથી એવા સદ્ગુરુ ભગવંતના પવિત્ર મુખારવિંદના દર્શન કરવા માત્રથી પણ કર્મરોગથી ઉત્પન્ન થતા પાપો ઝરી જાય છે અર્થાતુ નાશ પામે છે. I૧ળા.
દરખતમેં ફલ ગિર પડ્યા,બૂઝી ન મનકી પ્યાસ;
ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ અર્થ-કોઈ તળાવના કિનારે રહેલ વૃક્ષના ફળને તરસ લાગી. તેથી પાણી પીવા તે વૃક્ષથી છૂટું પડીને સીધું તળાવમાં પડ્યું. પણ તેમ કરવાથી તેની તરસ તો ન છિપી પણ તે કોહવાઈને નાશ પામ્યું. કારણકે વૃક્ષના ફળને પાણી તો વૃક્ષના મૂળ દ્વારા મળે છે. તેમ સદ્ગુરુ દ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ જે જીવો સશુરુના અવલંબનને મૂકી દઈ સીધા ગોવિન્દ એટલે પરમાત્માને ભજવા જાય, તો તેને પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને તે થયા વિના ગર્ભાવાસ એટલે વારંવાર ગર્ભમાં જન્મ લઈ મરણાદિ દુઃખ પામવાનું પણ મેટતું નથી. II૧૮.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯ આ ગાથામાં ભાવ સહિત ક્રિયાનું માહાસ્ય દર્શાવે છેઃ
અર્થ-હે ભવ્યો! હૃદયના સાચા ભાવ સહિત જિનવર કે સગુરુની પૂજા ભક્તિ આદિ કરીએ. કોઈને દાન આપીએ તો પણ ભાવથી આપીએ. તથા સહજાત્મસ્વરૂપની કે આત્માની ભાવના ભાવીએ તે પણ ખરા ભાવોલ્લાસથી ભાવીએ, કે જે ભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાનને પામી જાય. આખા જૈનધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ વગરની ગમે તેટલી ધર્મક્રિયા પણ મોક્ષફળને આપનાર થતી નથી. //૧૯ો
ભાવે ભરતેશ્વર તર્યો, ભાવે તર્યો ભુજંગ;
ભાવે લંકાપતિ તર્યો, ભાવે કર્યો કુરંગ.” હવે બે ગાથાઓ વડે સર્વ પ્રકારે હિત કરનાર એવા પરમાત્માનું માહાત્મ દર્શાવે છે –
– માતા – પિતા જૈવ, – ગુરુવં બાંધવઃ
ત્વમેકઃ શરણં સ્વામિનું, જીવિત જીવિતેશ્વરઃ ૨૦ અર્થ-હે પરમકૃપાળુ પરમાત્મા, તમે જ મારી માતા છો, તમે જ મારા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પિતા છો, તમે જ મારા સાચા સદગુરુ છો, તમે જ મારા ખરા બાંધવ છો. તમારું જ મને એક અનન્ય શરણ છે. હે સ્વામિન્! તમે જ મારા જીવનપ્રાણ છો. તથા તમે જ મારા જીવનદાતા ઈશ્વર છો. ૨૦ણા.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧
અર્થ–હે પ્રભુ! તમે જ મારી માતા તથા તમે જ મારા પિતા છો. તમે જ ભ્રાતા તથા મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી તમે જ મારા ખરા મિત્ર છો. તમે જ સતુવિદ્યા આપનાર છો તથા તમે જ દ્રવિણં એટલે સાચું આત્મધન આપનાર છો. તેથી હે દેવોના પણ દેવ! તમે જ મારું સર્વ પ્રકારે હિત કરનાર છો. ર૧
યસ્વર્ગાવતરોત્સવે પદભવજન્માભિષેકોત્સવ યદ્દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવ યન્નિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાભુત તભવૈઃ
સંગીતસ્તુતિમંગલેઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨ આ ગાથામાં ભગવાનના પંચકલ્યાણક કરી ઇન્દ્રો અને દેવો જે આનંદથી ભક્તિ સ્તુતિ કરે છે તેવું હું પણ ભાવથી પ્રતિદિન કરું એવી ભાવના દર્શાવે છેઃ
અર્થ–ભગવાન, યસ્વર્ગાવતરોત્સવે-જ્યારે સ્વર્ગમાંથી અવતરી માતાના ગર્ભમાં આવે છે ત્યારે ઇન્દ્રાદિ દેવો તેમના ગર્ભકલ્યાણકનો અથવા અવન કલ્યાણકનો ઉત્સવ કરે છે. તેવી જ રીતે ભગવાન પદભવજન્માભિષેકોત્સવે
જ્યારે જન્મ લે છે ત્યારે ઇન્દ્રાદિ દેવો ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈ ત્યાં પાંડુક શિલા ઉપર અભિષેક કરી ઉત્સવ કરે છે. તેમજ યદ્દીક્ષાગ્રહણોત્સવે-જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે ભગવાનના દીક્ષા કલ્યાણકનો ઉત્સવ, પછી યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે-જ્યારે અખિલ જ્ઞાનપ્રકાશ એટલે કેવળજ્ઞાન પ્રકાશિત થાય છે ત્યારે તેનો ઉત્સવ, તથા યુનિર્વાણગમોત્સવે-જ્યારે ભગવાન નિર્વાણ એટલે મોક્ષગમન કરે છે ત્યારે ફરી ઉત્સવ કરે છે. આમ ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એવા પંચ કલ્યાણકના ઉત્સવ કરી જિનપતેઃ પૂજાદ્ભુતં તદ્ ભવઃ-જિનપતિ ભગવાનની અદ્ભુત પૂજા રચે છે, સંગીતસ્તુતિમંગલેઃસંગીત-સહ સ્તુતિ મંગલ વડે ઇન્દ્રો અને દેવો જે આનંદ કરે છે; તેવો આનંદ ભક્તિ સત્સંગ વડે મારા જીવનમાં પણ પ્રસરતાં એટલે પ્રસરીને,