________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રભુદર્શનર્સે પામીએ, સકલ મનોરથ-સિદ્ધિ. ૧૩. અર્થ-પ્રભુના દર્શન કરવાથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુના દર્શન એ જ નવનિધાન છે, કારણ કે ભગવાનના દર્શન વડે સકલ એટલે સર્વ પ્રકારના મનોરથ-સિદ્ધિ એટલે સાંસારિક અથવા આત્મિક મનોરથ સિદ્ધ થાય છે. (૧૩)
જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય.
પ્રાતઃકાળની સ્તુતિ નિશ્ચય કરે છે -
અર્થ-ય-જે, સંસ્તુતઃ-સારી રીતે સ્તુતિ કરાયા છે. સકલ-વાડ્મયતત્ત્વ-બોધાતુ-સમગ્ર શાસ્ત્રોના તત્વના જ્ઞાનથી, ઉદ્ભૂત બુદ્ધિ પટુભિઃ—ઉત્પન્ન થયેલી બુદ્ધિની કુશળતાવાળા, સુરલોકનાથેઃ–દેવલોકના સ્વામી-ઇન્દ્રોએ, સ્તોત્ર-સ્તોત્રો વડે, જગત્રિતયચિત્તહરે -ત્રણ જગતના મનને હરનાર, ઉદારે મહાનુ, સ્તોથે-સ્તવીશ, કિલ-નિરો, અહં–હું, અપિ-પણ, તં–તે, પ્રથમ–પહેલા, જિનેન્દ્રમ્—જિનેશ્વરને.
અર્થ- સમગ્ર શાસ્ત્રોના તત્ત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની કુશળતાવાળા, દેવલોકના સ્વામી ઇન્દ્રોએ ત્રણ જગતના મનને હરનાર એવા મહાન સ્તોત્રો-વડે જેમને સ્તવ્યા છે તે પ્રથમ જિનેશ્વર (શ્રી ઋષભદેવ)ને હું પણ નિશ્ચ સ્તવીશ. ll૧૦ના
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્;
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્. ૧૧ હવે ત્રણ ગાથાઓ વડે ભગવાનના દર્શનનું માહાસ્ય દર્શાવે છેઃ
અર્થ–કોનું દર્શન કરવા યોગ્ય છે? તોકે દેવદેવસ્ય એટલે દેવોના પણ દેવ એવા શ્રી અરિહંત વીતરાગ પરમાત્માનું દર્શન કરવા યોગ્ય છે. કે જેના દર્શન કરવાથી ભાવોમાં શુભ ભાવનો સંચાર થાય છે અને પાપભાવનો નાશ થાય છે,
અઢાર દૂષણ રહિત એવા અરિહંત દ્વારા પ્રકાશેલ સધર્મની શ્રદ્ધા કરવારૂપ દર્શન, તે તો સ્વર્ગમાં જવાને માટે સોપાન અર્થાત્ પગથીયા સમાન છે. તથા ભગવાનના દર્શનથી પ્રગટેલ સમ્યગ્દર્શન તે તો જીવને સાક્ષાત્ મોક્ષનું સાધન થાય છે. ૧૧ | દર્શનાર્દૂ દુરિતધ્વસિ, વંદનાદું વાંચ્છિતપ્રદર
પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ અર્થ–સમ્યગ્દર્શન તે દુરિતધ્વસિ એટલે સર્વ પ્રકારના ઉપદ્રવનો ધ્વસ એટલે નાશ કરનાર છે. ભગવાનને વંદન કરવાથી વાંચ્છિતપ્રદઃ એટલે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તથા ભગવાનની ભાવથી પૂજા કરવાથી શ્રીણાં એટલે આત્મલક્ષ્મી અર્થાતુ આત્મગુણોની, પૂરકઃ એટલે પૂર્તિ થાય છે અર્થાતુ પ્રાપ્તિ થાય છે. માટે જિનેશ્વર ભગવાન તે સાક્ષાત્ સુરદ્યુમઃ એટલે કલ્પવૃક્ષ સમાન છે. ll૧૨ા
પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ;
હવે ભગવાનની પૂજાનું માહાસ્ય દર્શાવે છેઃ
અર્થ– હે જીવો! જિનેશ્વર ભગવંતની પૂજા કરો. પૂજા કરવાથી સ્વર્ગ અને ક્રમે કરી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. વળી પૂજાના પુણ્ય વડે અહીં ચક્રવર્તી આદિની પદવી અથવા આચાર્ય, ઉપાધ્યાય આદિની પદવી પ્રાપ્ત થશે, જેથી રાજા કે પ્રજા સર્વ નમશે; તથા તમારી આજ્ઞાનો કોઈ પણ લોપ કરશે નહીં. l/૧૪
કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય;
(ત્યમ) જ્ઞાને બાંધ્યું મન રહે,(સ૬)ગુરુ વિણ જ્ઞાન ન હોય.૧૫ હવે ચાર ગાથાઓ વડે સદ્ગુરુ ભગવંતનું માહાસ્ય જણાવે છે:
અર્થ-જળ જેમ કુંભ એટલે ઘડાના આધારે રહે છે. પણ જળ વગર તે ઘડો બનતો નથી. તેમ જ્ઞાનવડે એટલે સાચી સમજણ વડે મન વશ થાય છે, પણ સદ્ગુરુ વિના તે સાચી સમજણ આવતી નથી. II૧૫ના
ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર;
જે ગુરુ વાણી વેગળા, ૨ડવડીઆ સંસાર, ૧૬ અર્થ સદ્દગુરુ ભગવંત અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા માટે દીપક સમાન છે. સદ્દગુરુ છે તે દેવ સમાન છે અથવા કર્મમળને બાળવા માટે દેવતા જેવાં છે. સદ્ગ વિના જગતમાં અજ્ઞાનરૂપ ઘોર અંધકાર વ્યાપ્ત છે. જે સગુરુની વાણીથી વેગળા છે અર્થાત્ પુણ્યના અભાવે જે સદ્ગુરુની વાણી સાંભળીને તેમની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તે જીવો ચારગતિરૂપ સંસારના દુઃખોને વારંવાર ભોગવતાં તેમાં જ રઝળ્યા કરે છે. ll૧૬.
તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુમુખ. ૧૭