________________
પ્રાતઃકાળની સ્તુતિ
3
તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય;
નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ હવે ભગવાનના ચરણકમળની મહાનતા દર્શાવે છેઃઅર્થ—તીનભુવન એટલે ત્રણેય લોકમાં ચૂડામણિરત્ન સમાન ભગવાનના પાય એટલે ચરણકમળ છે. ચૂડા એટલે મુગટ, તેમાં રહેલો ણિ તે ચૂડામણિરત્ન. મુગટમાં જેમ મણિ શોભે તેમ ત્રણેય લોકમાં ભગવાનના ચરણકમળ શોભા પામે છે. કારણ તેને નમતાં આપ પદ એટલે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તથા સબ વિધિ એટલે સર્વ પ્રકારના કર્મબંધનનો નાશ થાય છે. કા
નમું ભક્તિભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. ૭ આ ગાથા વડે ચોવીસ ભગવાનની સ્તુતિ કરે છેઃ— અર્થ—હું ભક્તિભાવપૂર્વક રાગદ્વેષને જીતનાર એવા જિનેશ્વર શ્રી ઋષભદેવ તથા શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરી વિનંતી કરું છું કે નાથ ! મારા સર્વ અઘ એટલે પાપોને હરો અર્થાત્ તેનો નાશ કરો. તથા હે શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વપ્રભુ ! મારું સદા મંગલ એટલે કલ્યાણ કરો.
હે ત્રણ ભુવનના પતિસ્વરૂપ એવા શ્રી મહાવીર સ્વામી પ્રભુ! મારી સર્વ કુમતિ એટલે મિથ્યા માન્યતાઓને કાપી તેને દૂર કરો. વળી શેષ રહેલા સર્વ જિનેશ્વરો જે છે તે સર્વે મને, સુમતિ અર્થાત્ સમ્યબુદ્ધિના આપનાર થાઓ; જેથી મને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ મારું કલ્યાણ થાય. IIII
અહંતો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિનશાસનોન્નતિક૨ાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવ૨ા રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુવતુ વો મંગલમૂ. ૮ હવે પંચપરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ કરે છે ઃ–
અર્થ—કર્મરૂપી અરિ એટલે શત્રુઓને હણનાર એવા અરિહંત ભગવંત, જે ઇન્દ્રાદિકથી પણ મહિતાઃ એટલે પૂજાયેલા છે. તથા સિદ્ધિસ્થિતાઃ એટલે સિદ્ધ સ્થાનરૂપ મોક્ષમાં જ અનંત સુખાનંદમાં બિરાજમાન એવા સિદ્ધ ભગવાન,
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિનશાસનની ઉન્નતિ કરનાર એવા પૂજ્યશ્રી આચાર્ય ભગવાન, તથા શ્રી સિદ્ધાંતસુપાઠકા એટલે સિદ્ધાંતના પઠન પાઠનમાં તત્પર એવા પૂજ્યશ્રી ઉપાધ્યાય ભગવાન, જે પોતે ભણે અને અન્ય મુનિઓને પણ ભણાવે તેમજ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને આરાધનારા મુનિવરો, એવા હે પંચે એટલે પાંચેય પરમેષ્ઠિ ભગવંતો! પ્રતિદિનં કુર્વંતુ વો મંગલમ્ એટલે પ્રતિદિન અમારું મંગલ કરો, અર્થાત્ અમારા પાપને ગાળી નાખી, અમને નિરાકુળ સુખ આપી અમારું કલ્યાણ કરો. ।।૮।।
*
ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણાદલિતપાપતમોવિતાનમ્
મુદ્યોતક
સમ્યક્પણમ્ય જિનપાદયુગં યુગાદા વાલંબનં ભવજલે પતતાં જનાનામૂ. ૯
આ ગાથામાં મહાન શ્રી ઋષભજિનેશ્વરના ચરણકમળમાં પ્રણામ કરે
છેઃ
શબ્દાર્થઃ—ભક્તામર—ભક્ત એવા અમરો એટલે દેવોના, પ્રણત મૌલિમણિપ્રભાણામ્—નમેલા મુગટોમાં રહેલી મણિઓની કાંતિને, ઉદ્યોતકં—તેજસ્વી કરનાર, દલિત પાપતમો વિતાનમ્—પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર, સમ્યક્—સારી રીતે, પ્રણમ્ય—નમસ્કાર કરીને, જિનપાદ-યુગં—જિનેશ્વરના બે ચરણને, યુગાઢૌયુગની આદિમાં, આલંબનં– આધારભૂત, ભવજલે—સંસાર સમુદ્રમાં, પતતાં—પડતા, જનાનામ્—ભવ્ય પ્રાણીઓને.
અર્થ—ભક્ત દેવોના (પ્રભુના ચરણમાં નમેલા) મુગટોમાં રહેલા મણિઓની કાંતિને તેજસ્વી કરનાર, પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર તથા યુગની આદિમાં (ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં) સંસાર સમુદ્રમાં પડતા ભવ્ય પ્રાણીઓને આધારભૂત એવા શ્રી ઋષભ જિનેશ્વરના બે ચરણકમળમાં મન વચન કાયાએ કરી રૂડી રીતે પ્રણામ કરું છું. ।।૯।। યઃ સંસ્તુતઃ સકલવામયતત્ત્વબોધાદુદ્ભુતબુદ્ધિપરુભિઃ સુરલોકનાથેઃ સ્તોત્રંર્જગત્ ત્રિતયચિત્તહરેરુદારે: સ્તોલ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. ૧૦
હવે શ્રી ઋષભ જિનેશ્વરની, ઇન્દ્રોની જેમ ભાવપૂર્વક સ્તુતિ કરવાનો સ્વયં