________________
પ્રાતઃકાળની સ્તુતિ
પ્રાતઃકાળની સ્તુતિ મહાદેવ્યા: કુક્ષિરત્ન, શબ્દજીત ૨વાત્મજમુ.
રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્. ૧ સર્વ પ્રથમ પરમોપકારી એવા શ્રી સદ્ગુરુદેવની સ્તુતિ કરે છેઃ
અર્થ-મહાદેવ્યાઃ એટલે મહાદેવી એવી દેવ માતાના, કુષિરત્ન એટલે કુખેથી જન્મ પામેલ રત્ન સમાન, શબ્દજીત એટલે ભાષા ઉપર છે કાબૂ જેનો એવા સાક્ષાતુ સરસ્વતીરૂપ, રવ એટલે રવજીભાઈના, આત્મજમ્ એટલે પુત્ર, રાજચંદ્રમ્ એટલે રાજચંદ્ર પ્રભુને, અહં વંદે એટલે હું નમસ્કાર કરું છું. જે મને તત્ત્વલોચનદાયકમ્ એટલે આત્મતત્ત્વને ઓળખવાની આંખ આપનાર છે અર્થાત્ સમજણ આપનાર છે. [૧]
જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધચૈતન્યસ્વામી.
અર્થ–મોહનીય કર્મ સાથે લડાઈ કરીને ગુરુદેવે જય મેળવ્યો છે. સહજ એટલે કર્મમળ રહિત આત્માનું સ્વાભાવિક શુદ્ધ આત્મસ્વરૂપ તે પંચપરમેષ્ઠિ એવા પાંચે પરમગુરુઓએ પ્રગટ કરેલ છે. તે જ સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યના સ્વામી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પણ છે.
ૐકારં બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ
કામદં મોક્ષદ ચૈવ, ૐકારાય નમોનમઃ ૨ હવે પંચપરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ કરે છેઃ
અર્થ- એ પંચ પરમેષ્ઠિ વાચક મંત્ર છે. એવા કાર પદનું બિન્દુસંયુક્ત એટલે સદ્ગુરુની આજ્ઞા સહિત યોગીઓ અર્થાત્ આરાધકો તેનું નિત્ય ધ્યાન કરે છે. કારણ કે કામર્દ એટલે સર્વ કામનાઓને અને મોક્ષદં એટલે અનંત સુખરૂપ એવા મોક્ષપદને તે આપનાર છે. માટે કાર નામના પ્રણવ - મંત્રને વારંવાર મારા નમસ્કાર હો.
ૐ એ પંચપરમેષ્ઠિ અથવા પરમગુરુનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. તે આ પ્રમાણેઅરિહંતનો અ, અશરીરી એવા સિદ્ધ ભગવંતનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ, અને મુનિ (સાધુ)નો મ; એમ પાંચેયનો પ્રથમ અક્ષર લેતાં સ+1+આ+3+ગૂ મળીને ૐ શબ્દ થાય છે. તેથી ૐ એ પંચ પરમેષ્ઠિ અથવા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરમગુરુનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવનાર એક અક્ષરનો મંત્ર છે. જીરા
મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન;
નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ હવે વીતરાગ વિજ્ઞાનની સ્તુતિ કરે છે -
અર્થ- મંગલમય એટલે જે સ્વયં કલ્યાણસ્વરૂપ છે, અને મંગલકરણ એટલે જે કલ્યાણના જ કરનાર છે એવા વીતરાગ પરમાત્મા, તથા તેમના દ્વારા ઉપદિષ્ઠ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન અર્થાત્ સમ્યકજ્ઞાન, એ બન્નેને હું ભક્તિભાવે નમસ્કાર કરું છું. કારણ કે જાતે એટલે જેથી, આ બન્નેની ઉપાસના કરીને ભયે એટલે અરિહંતાદિ પંચપરમેષ્ઠિ મહાપુરુષો બની ગયા. લા.
વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિકૂપ;
જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ હવે શ્રી જિનેશ્વર એવા અરિહંત પ્રભુની સ્તુતિ કરે છેઃ
અર્થ-વિશ્વ એટલે લોકાલોકમાં, ભાવ એટલે જ્ઞાનદર્શનમય સ્વભાવે સર્વત્ર વ્યાપેલા હોવા છતાં, તદપિ એટલે તો પણ, એક વિમલ ચિતૂપ અર્થાત્ નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, જ્ઞાન અને આનંદથી ભરપૂર છે તથા સંપૂર્ણ આત્મઐશ્વર્યથી યુક્ત હોવાથી મહેશ્વર કહેતા મહાન ઈશ્વર છે. એવા જિનભૂપ અર્થાતુ જિનોમાં રાજા સમાન અરિહંત જિનરાજ જગતમાં ત્રિકાળ જયવંત વર્તે છે; અર્થાત્ તેમનું અસ્તિત્વ જગતમાં ત્રણે કાળ રહે છે. જો
મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ;
ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫ હવે સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છેઃ
અર્થ–મહત્તત્ત્વ એટલે જગતના સર્વ તત્ત્વોમાં જે મહાનતત્ત્વ સ્વરૂપ એવા પરમાત્મતત્ત્વસ્વરૂપ છે, મહનીય એટલે પૂજવા યોગ્ય છે જેનો મહ: અર્થાતુ તેજપ્રભાવ એવા તેજસ્વી જ્ઞાનવંત છે, મહાધામ એટલે આત્માના શાશ્વત ઘરરૂપ સિદ્ધાલયમાં જે બિરાજમાન છે, આત્માના સર્વ ગુણો જેનામાં વસેલા હોવાથી ગુણધામ છે. જે ચિદાનંદ એટલે ચૈતન્યસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે, જે પરમોત્કૃષ્ટ શુદ્ધ આત્મા હોવાથી પરમાત્મા છે, તથા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સદા રમણતા કરનાર હોવાથી રમતા રામ છે. એવા સિદ્ધ પરમાત્માને હું પરમ ભક્તિભાવે વંદન કરું છું. આપણા