________________
પ્રથમવૃત્તિનું નિવેદન ચૈત્યવંદન ચોવીશીનો ભાગ-૧, સ્તવનોના અર્થને કારણે વિશેષ મોટો થઈ જવાથી નીચેના પદોના અર્થ આ ભાગ-૨ માં મૂકવામાં આવ્યા છે.
આ પુસ્તકમાં સૌ પ્રથમ અગાસ આશ્રમના ભક્તિક્રમમાં વહેલી સવારે બોલાતી પ્રાતઃકાલની સ્તુતિના અર્થ મૂકેલ છે. પછી ચૈત્યવંદન સૂત્રોના અર્થ ‘શ્રી પ્રતિક્રમણ-સૂત્ર'માંથી લઈ અત્રે મૂક્યા છે, જેથી માગધી ભાષાનો ભાવ કિંચિત્ સમજાય તો બોલનારને વિશેષ ભાવ-ભક્તિનું કારણ થાય.
ત્યારબાદ સવારની ભક્તિમાં સ્તવનો શરૂ થતાં પહેલા રોજ ‘સહજાત્મ-સ્વરૂપ ટાળો ભવકૂપ’ આદિ કુલ ૪ પદો ક્રમશઃ બોલાય છે. તેના અર્થ ઉમેરેલ છે. જેથી આ પદો પણ રોજ બોલતાં ભાવમાં વિશેષ વૃદ્ધિ થાય..
ત્યારબાદ શ્રી દેવચંદ્રજીકૃત તથા શ્રી યશોવિજયજીકૃત વિહરમાન સ્તવનો, શ્રી યશોવિજયજીકૃત બીજી વર્તમાન ચોવીશી તથા શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી, શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો તથા છૂટક સ્તવનોના અર્થ મૂકેલ છે. જે સ્તવનોના અર્થ માટે આધાર મળ્યો નથી તેના નવીન અર્થ કરેલ છે.
‘તીન ભુવન ચૂડા રતન' વગેરેની પાંચ ગાથાઓ તથા ‘અબદ્ધ સ્કૃષ્ટ અનન્ય’ વગેરે ગાથાઓ તેમજ ‘પ્રથમ નમું ગુરુરાજને’ તથા સદ્ગુરુ પદમેં સમાત હૈ” અને “કૌન ઉતારે પાર પ્રભુ બિન કૌન ઉતારે પાર' તથા ‘મંત્ર મંત્રી સ્મરણ કરતો’ એ પથોના સંક્ષિપ્ત અર્થ તથા ‘આરતી’, ‘મંગલ દીવો'ના અર્થ યથામતિએ કરી ઉમેરેલ છે.
આ સર્વ સ્તવનોના અર્થ યથાશક્તિ સમજી હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટે એવા શુભ આશયથી આ પ્રયત્ન કરેલ છે, જે સર્વને સુખરૂપ થાઓ એજ અભિલાષા સહ વિરમું છું.
- આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
અનુક્રમણિકા શ્લોક
વિષય ૧. પ્રાતઃકાલીન સ્તુતિનો અર્થ
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના આધારે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પ્રતિક્રમણ સૂત્રમાંથી ઉદ્ભૂત ભક્તિના છંદો (સહજાત્મસ્વરૂપ ટાળો ભવકૂપ આદિ ૪ પદો)ના અર્થ ...
વિવેચક : પારસભાઈ જૈન ૪. શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજીકૃત
વિહરમાન જિનસ્તવનોના સંક્ષિપ્ત અર્થ...... .૪૯ શ્રી યશોવિજયજીકૃત બીજી વર્તમાન ચોવીશી
તથા શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી તથા ૫. શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો ..........૨૨૯ ૬. છૂટક સ્તવનોના સંક્ષિપ્ત અર્થ ...............૨૫૩
સંયોજક : પારસભાઈ જૈન પ્રાતઃકાળની ભાવનાનાં પદો
‘તીનભુવન ચૂડા રતનનો’તથા............... ૮. આત્મજાગૃતિનાં પદો
અબદ્ધસ્કૃષ્ટ અનન્ય'આદિનો અર્થ......... ૯. શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા.................. ૧૦. શ્રી સદ્ગુરુ સ્તુતિ.............................. ૧૧. પ્રભુ-ઉપકાર.. ૧૨. મંત્ર માહાત્મ........... ૧૩. “આરતી’, ‘મંગલ દીવો’ ના અર્થ...........૨૮૪
વિવેચક: પારસભાઈ જૈન ૧૪. શ્રીમદ્ રાજચંદ્રના ભગવાન તીર્થંકર
પ્રત્યેના ઉદ્ગારો............................... ૨૮૮
|
#
૨૭૦
# 0 *
# 0 છે
# S -
..... મકકમ ક૨૮૨