________________
(૧૪) શ્રી અનંત જિન સ્તવન
૧૬૫ થયેલા રાજહંસ જેવા છે, કમળ જેમનું લંછન છે અને સુખના કંદ કહેતા મૂળ છે અર્થાત્ સુખના જ કારણ છે. એવા શ્રી ભુજંગદેવને તમે ભાવભક્તિપૂર્વક ભજો કે જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. //ના.
વપ્ર વિજય વિજયાપુરી, કરે વિહાર ઉછાહ લાલ રે;
પૂરવ અરધે પુખરે, ગંધસેનાનો નાહ લાલ રે. ભુજ
સંક્ષેપાર્થ :- વપ્ર વિજયમાં આવેલ વિજયાપુરીમાં આ શ્રી ભુજંગદેવ પૂર્વે ભાવેલી ભાવનાના કારણે ઉછાહ એટલે ઉત્સાહપૂર્વક ઉમંગથી જીવોને તારવા માટે વિહાર કરી રહ્યા છે. તે વિજયાપુરી, પૂરવ અરધે પુખ્ખરે એટલે પુષ્કરાદ્ધના પૂર્વભાગમાં આવેલી છે. ત્યાં ગંધસેનાનો નાહ કહેતા નાથ એવા ભુજંગદેવ વિરાજમાન છે, તેમની તમે સાચા ભાવથી ભક્તિ કરો. //રા
કાગળ લિખવો કારમો, આવે જો દુર્જન હાથ લાલ રે; અણમિલવું દૂરંત રે, ચિત્ત ફિરે તુમ સાથ લાલ રે. ભ૦૩
સંક્ષેપાર્થ :- મહાવિદેહક્ષેત્રમાં રહેલ પ્રભુને કાગળ લખવો તે પણ કારમો અર્થાત્ અતિ મુશ્કેલ છે. અથવા તે કાગળ કોઈ દુર્જનના હાથમાં આવી જાય તો મારો કહેવાનો ભાવ તે સમજી શકે નહીં અને કેવળ આશાતના કરી કર્મ બાંધે માટે તે પણ યોગ્ય નથી.
તેમજ અણમિલવું કહેતાં પ્રભુને જો નહિ મળીએ તો દુરંત એવા આ સંસારનો અંત આણવો તે ઘણો દુષ્કર થઈ પડે. માટે આ સંસારનો શીધ્ર અંત આણવા બીજો કોઈ ઉપાય નહીં હોવાથી હે લાલ કહેતા લાડીલા પ્રભુ! મારું મન તો હમેશાં તમારી સાથે જ ફર્યા કરે છે. માટે તારક એવા પ્રભુને હે ભવ્યો! તમે ભાવપૂર્વક ભજો જેથી તમારા પણ સર્વ દુઃખનો સર્વકાળને માટે અંત આવી જાય. |૩
કિસી ઇમારત કીજીએ, તમે જાણો છો જગભાવ લાલ રે;
સાહિબ જાણ અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે, ભ૦૪
સંક્ષેપાર્થ – હે પ્રભુ! હવે મને કિસી એટલે કોઈપણ પ્રકારની ઇમારત એટલે ઈશારો કરી મુક્તિનો માર્ગ દર્શાવો. કેમકે તમે તો જગભાવ કહેતા જગતના સર્વ ભાવોને જાણો છો અર્થાત્ સર્વ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ પર્યાયોને પણ જાણો છો. વળી, આપ સાહેબ તો મોક્ષમાર્ગના જાણકાર એવા ગણધરો આદિ સમક્ષ તેમજ અજાણ એવા
૧૬૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભવ્યાત્માઓ સમક્ષ પણ આત્મકલ્યાણના પુરુષાર્થને વધારવા માટે પ્રસ્તાવ એટલે દરખાસ્ત મૂકો છો. તે વડે અનેક ભવ્યો આપના દુઃખભંજક એવા બોધને પામી પોતાના આત્માનું કલ્યાણ સાધી રહ્યા છે. જા.
ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે; કરુણાપૂરણ લોયણે, સામું કાંઈ ન જોય લાલ રે. ભુ૫
સંક્ષેપાર્થ – હે પ્રભુ! હું પણ આપનો જ સેવક છું. આપની ખિજમત કહેતાં સેવા ચાકરીમાં કોઈ ખામી રાખતો નથી. તેમજ મારા મનમાં કોઈ મેલ કહેતા પાપ નથી અર્થાત્ આપની ભક્તિ કરીને મનમાં કોઈ સંસારની કામના નથી. તો હે કરુણાના સાગર મારા લાલ! કરુણાપૂર્ણ લોયણ એટલે લોચનવડે આપ મારી સામેં કેમ જોતા નથી, મારી સંભાળ કેમ લેતા નથી. હે દુ:ખભંજક નાથ! હું આપની ભક્તિને ત્રિકાળમાં પણ છોડવાનો નથી. /પા.
આસંગો મોટા તણો, કુંજર ગ્રહો કાન લાલ રે; વાચક યશ કહે વિનતિ, ભક્તિવશે મુજ માન લાલ રે. ભ૦૬
સંક્ષેપાર્થ:- મોટા પુરુષનો આનંગ કહેતા આસક્તિપૂર્વક સંગ કરવો અર્થાતુ તેમનો ભક્તિપૂર્વક સમાગમ કરવો તે તો કુંજર એટલે હાથીના કાન પકડવા બરાબર છે. હાથીના કાન પકડીને તેને ચલાવવો તે જેમ દુર્લભ છે તેમ મોટા પુરુષનો ભક્તિપૂર્વક સમાગમ કરી તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉઠાવવી તે પણ તેટલી જ દુર્લભ છે.
માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે ભગવંત!મારી પણ આપને આજ વિનંતિ છે કે આપની આજ્ઞાને ભાવપૂર્વક કેમ ઉપાસવી, તેનો કોઈ ઈશારો કરી તરવાનો માર્ગ દર્શાવો, એવી મારી ભક્તિવશ આપને પ્રાર્થના છે. તે સ્વીકારી મારા આત્માનું કલ્યાણ કરો. IIકા
(૧૪) શ્રી અનંત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી
(ઢાળ બયાની)