________________
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન
શ્રી અનંતજિન સેવિયે ૨ે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના; જે સેવ્યો શિવસુખ દિયે રે લાલ, ટાળે ભવભય ફંદ. મનમોહના શ્રી૰૧ સંક્ષેપાર્થ :- શ્રી અનંત જિનેશ્વરની હે ભવ્યો! તમે સેવા કરો. તે મનને મોહ પમાડે એવા મનમોહન છે, અર્થાત્ મોહ પમાડે એવી વલ્લી કહેતા વેલના કંદ એટલે મૂળ છે.
૧૬૭
જે તેની સેવા કરે તેને શિવસુખ આપે છે અને સંસારભયના ફંદને ટાળે છે. એવા શ્રી અનંત જિનેશ્વર મુમુક્ષુ પુરુષોને જરૂર ઉપાસવા યોગ્ય છે. ।।૧।। મુખ મટકે જગ મોહિયો રે લાલ, રૂપ રંગ અતિચંગ; મ
લોચન અતિ અણિયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મ શ્રી૨ સંક્ષેપાર્થ ઃ— જેણે માત્ર નિર્વિકારી મુખના મટકાથી જગતના જીવોને મોહ પમાડ્યો છે. જેના સર્વોત્કૃષ્ટ પુણ્યબળે, રૂપ અને રંગ અતિ ચંગ કહેતા સુંદર છે.
જેના લોચન કહેતા નેત્ર અણિયાલડા એટલે અણીદાર ધારસહિત શોભે છે. તથા એ પરમ પુરુષની વાણી તો ગંગામાં ઊઠતા તરંગની જેમ આનંદની લહેરીઓ આપનાર છે. એવા શ્રી અનંત પ્રભુની હે ભવ્યો! તમે સેવા કરો.
રા
ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સવિ દૂર; મ વાચક યશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખનુર, મ॰ શ્રી૩
સંક્ષેપાર્થ :– સઘળા ગુણોએ આવીને જેના અંગમાં વાસ કર્યો છે, તેથી સર્વ દોષો દૂર ભાગી ગયા છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે એવા પ્રભુનું મુખનૂર કહેતા મુખનું તેજસ્વીપણું જોઈને હું સુખ પામું છું.
માટે હે સાચા સુખના ઇચ્છુક ભવ્યો ! આ અનંત જિનેશ્વર પ્રભુની તમે ભાવભક્તિસહિત જરૂર સેવા કરો. IIII
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (થારા મોહલા ઉપર બેઠ, ઝબુકે વિજળી હો લાલ ઝ—એ દેશી) શિવગતિ જિનવ૨દેવ, સેવ આ દોહિલી, હો લાલ સે પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહિલી; હો લાલ કુ આસ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે હો લાલ જે
જે જિન આણા લીન, પીન સેવન કરે હો લાલ. પી ૧ સંક્ષેપાર્થ :– શ્રી શિવગતિ નામના જિનેશ્વર પ્રભુની સેવા પ્રાપ્ત થવી
તે દોહિલી એટલે અતિ દુર્લભ છે. કારણ અનાદિથી મારો આત્મા રાગ, દ્વેષરૂપ કામ ક્રોધાદિ પરભાવોમાં જ ડૂબેલો છે. તે પરપરિણતિનો સારી રીતે પરિત્યાગ થાય તો કલ્યાણકારી એવા શિવમાર્ગે ચાલવામાં જે પ્રભુની સેવા છે તે સુગમ રીતે આરાધી શકાય.
૧૬૮
અકલ્યાણના માર્ગે લઈ જનાર એવા આસ્રવના મુખ્ય પાંચ દ્વાર છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તેને જે જીવ સત્પુરુષના બોધે કરી સંવરરૂપ કરી દે અર્થાત્ આવતા કર્મને રોકી દે, અને સત્પુરુષની આજ્ઞામાં મનને લીન કરે તે જીવ પ્રભુની પીન એટલે પુષ્ટ રીતે સેવાનો ઉપાસક થાય. વીતરાગ ગુણરાગ, ભક્તિ રુચિ નૈગમે, હો લાલ ભ યથા પ્રવૃત્તિ ભવ્યજીવ, નયસંગ્રહ રમે, હો લાલ ન અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી, હો લાલ વ મોક્ષાર્થી જિનભક્તિ કરે વ્યવહારથી. હો લાલ. ૬ ૨ સંક્ષેપાર્થ :– મોક્ષાર્થી એવો જીવ સાત નયના પ્રકારે પ્રભુની ભક્તિ
કરે છે. તે હવે બતાવવામાં આવે છે ઃ—
શ્રી વીતરાગ પ્રભુ પ્રત્યેનો ગુણાનુરાગ કે તેમની આજ્ઞા ઉઠાવવાની રુચિ થવી કે તેમની ભક્તિ કરવી તે નૈગમનયે પ્રભુની સેવા છે. જેમાં સંકલ્પ કરવામાં આવે તે નૈગમનય છે. જેમકે આ મારા અરિહંત પ્રભુ છે. તેમની આજ્ઞા ઉપાસવાથી મારું કલ્યાણ છે. એમ સંકલ્પ કરી તેમની ભક્તિ કરવી તે નૈગમનયે ભક્તિ છે.
સર્વ જીવનું ઉપયોગ લક્ષણ છે. પણ જ્યારે યથાયોગ્ય પ્રવૃત્તિ કરીને કોઈપણ ભવ્ય જીવ તે આત્મઉપયોગને પામે છે ત્યારે તે સંગ્રહનયે સ્વરૂપમાં રમ્યો ગણાય અથવા સ્વરૂપભક્તિ થઈ ગણાય.
અમૃતક્રિયાની વિધિથી યુક્ત ભગવાને કહેલા વચનના આધારે શુદ્ધ