________________
(૧૪) શ્રી ભુજંગસ્વામી જિન સ્તવન
૧૬૩
અને કાલદ્રવ્યમાં એ કર્તાભાવ નથી. કારણ એ કે દ્રવ્યોના સર્વ પ્રદેશોની વર્તના જુદી જુદી છે. તેથી તેને કર્તા ભાવ નથી એમ કહ્યું. એ દ્રવ્યો ઉદાસીનપણે ક્રમશઃ ગતિમાં સહાયક કે સ્થિતિમાં સહાયક કે અવકાશ આપવો કે પરિવર્તનમાં સહાયક બને છે. સર્વ પ્રદેશો પોતપોતાનું અલગ કામ કરે છે. પણ બધા ગુણો સાથે મળીને કર્તા નથી માટે તેમની વૃત્તિ વિભિન્ન છે એમ કહ્યું. જ્યારે ચેતન એવા આત્મદ્રવ્યને તો સર્વ પ્રદેશે જે જે ગુણની વર્તના છે તે સર્વ સાથે મળીને પ્રવર્તે છે. એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. તેના બળે એવી રીતે પ્રવર્તન થાય છે. III
શંકર સહકારી હો, કે સહજ ગુણ વરતે, દ્રવ્યાદિક પરિણતિ હો, કે ભાવે અનુસરતે; દાનાદિક લબ્ધિ હો, કે ન હુવે સહાય વિના, સહકાર અકંપે હો, કે ગુણની વૃત્તિ ઘના. ૪
સંક્ષેપાર્થ :- ગુણોમાં શંકર સહકારીપણું એટલે પરસ્પર મળીને એકબીજાને સહકાર આપવો તે ગુણોનો સહજ સ્વભાવ, કર્તાપણાનો છે. તથા દ્રવ્યો આદિમાં પરિણમન થાય છે તે ભાવને કે ગુણને અનુસરીને થાય છે.
અંતરાય કર્મના ક્ષયથી પ્રગટેલ દાનાદિક પાંચ લબ્ધિઓ છે. તે એકબીજા ગુણની સહાયતા વિના હોતી નથી. તે સહાયતા અથવા સહકાર પણ પોતામાં અકંપપણે એટલે અસ્થિરતા વગર ઉદાસીનપણે થાય છે. એમ ગુણોની વૃત્તિ એટલે વર્તના ઘના એટલે સમુદાયરૂપે પરસ્પર સહકાર કરતાં પ્રવર્તે છે. ।।૪।।
પર્યાય અનંતા હો કે જે એક કાર્યપણે, વરતે તેહને હો, કે જિનવર ગુણ પભણે; જ્ઞાનાદિક ગુણની હો, કે વર્તના જીવ પ્રતે, ધર્માદિક દ્રવ્યને હો, કે સહકાર કરતે. ૫
સંક્ષેપાર્થ :– વસ્તુના અનંત પર્યાય, એક કાર્ય કરતા થાય છે, જેના એ પર્યાય થાય તેને શ્રી જિનવર ગુણ પભણે એટલે ગુણ કહે છે. જ્ઞાન દર્શનાદિક ગુણની જે અનંત પર્યાયરૂપે વર્તના છે તે જીવ દ્રવ્યને વિષે છે. અને ધર્મ અધર્માદિક દ્રવ્યોની વર્તના તે ઉદાસીનપણે ૫૨દ્રવ્યના હલનચલન કે સ્થિરતામાં સહકાર આપવાની છે. ।।૫।।
ગ્રાહક વ્યાપકતા હો, કે પ્રભુ તુમ ધર્મ રમી,
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આતમ અનુભવથી હો, કે પરિણતિ અન્ય વમી; તુજ શક્તિ અનંતી હો, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હો, કે થાયે ગુણ રમતાં. ૬
સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપનું તો ગ્રાહકપણું કે વ્યાપકપણું સર્વ આપના અનંત જ્ઞાનાદિ ધર્મમાં જ સમાયેલું છે. કેમકે આપે સંપૂર્ણ આત્મઅનુભવસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ કરીને અન્ય વિભાવિક પરિણતિને તો સર્વથા વમી દીધી છે. જેથી આપની પ્રગટેલ અનંત જ્ઞાન, દર્શનાદિ શક્તિઓનું ગાન કરતાં, સ્તુતિ કરતાં કે તેનું ધ્યાન કરતાં અથવા આપના પ્રગટેલ શુદ્ધ આત્મગુણોમાં રમણતા કરતાં; મારા આત્માની શક્તિઓ પણ વિકાસ પામવા લાગે છે. ।।૬।।
૧૬૪
ઇમ નિજ ગુણ ભોગી હો, કે સ્વામી ભુજંગ મુદ્દા, જે નિત્ય વંદે હો, કે તે નર ધન્ય સદા; દેવચંદ્ર પ્રભુની હો, કે પુણ્યે ભક્તિ સધે, આતમ-અનુભવની હો કે નિત્ય નિત્ય શક્તિ વધે. ૭ સંક્ષેપાર્થ ઃ— આ પ્રમાણે પોતાના જ ગુણોના ભોગી એવા શ્રી ભુજંગ સ્વામીને મુદ્દા એટલે પ્રસન્ન ચિત્તે જે હમેશાં વંદન કરે છે, તે નરનું જીવન સદા ધન્ય છે, સાર્થક છે. કારણ કે દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની ભક્તિ તો મહાપુણ્યના ઉદયે જ પ્રાપ્ત થાય છે. જે ભક્તિ વડે પોતાના આત્માનો અનુભવ કરવાની શક્તિ દિન પ્રતિદિન વર્ધમાનપણાને પામતી જાય છે. ।।૭।।
(૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન
શ્રી ચશોવિજયજીકૃત વિહરમાન જિન સ્તવન (મહાવિદેહોત્ર : સોહમણો રેઃ –એ દેશી)
ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબળ નંદ લાલ રે; મહિમા કૂખે હંસલો, કમળ લંછન સુખકંદ લાલ રે, ભુ॰૧
સંક્ષેપાર્થ ઃ— હે ભવ્યાત્માઓ ! તમે ભુજંગદેવને ભાવપૂર્વક ભજો. તે મહાબળ રાજાના લાડીલા નંદ એટલે પુત્ર છે. માતા મહિમાના કૂક્ષીથી ઉત્પન્ન