________________
૧ર
(૧૪) શ્રી ભુજંગસ્વામી જિન સ્તવન
૧૬૧ મુજ જ્ઞાયકતા પ૨૨સી રે લાલ, પ૨તૃષ્ણાયે તપ્ત રે; સાવ તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિસેવન વ્યાસ રે. સાવ પ્ર૭
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! અનાદિકાળથી પર પદાર્થની જ જ્ઞાયકતા એટલે તેને જ જાણવાની મારામાં રુચિ રહેલી છે માટે તેમાં જ મને રસ આવે છે. તે જ મેળવવાની તૃષ્ણાએ સદા મારો આત્મા તસ એટલે તમાયમાન રહે છે; કારણ કે તેમાં જ એણે સુખ કલ્પેલું છે. તે જો આપની કૃપાએ સત્ય સુખનો માર્ગ જાણી સ્વસ્વરૂપનો બોધ પામી, તેમાં જ સંતોષ અને વૃદ્ધિ પામે તો તે આત્માના સાચા સમતારસના સુખને અનુભવે, તથા આપ શ્રી સુમતિ જિનની સેવા એટલે આજ્ઞા ઉઠાવવામાં તેનું મન વ્યાપ્ત થાય અર્થાત્ લાગી જાય. IIણા
બાધકતા પલટાવવા રે લાલ, નાથભક્તિ આધાર રે; સારુ પ્રભુગુણરંગી ચેતના રે લાલ, એહિજ જીવન સાર રે. સા. પ્ર...૮
સંક્ષેપાર્થ :- આત્મકલ્યાણમાં બાધક એવી વિષયકષાયની પ્રવૃત્તિને પલટાવવા માટે આપ પ્રભુની સાચા ભાવે ભક્તિ કરવી એ એક અમારે મન પુષ્ટ આધાર છે.
પ્રભુના ગુણમાં આત્મચેતનાને રંગી એટલે રંગવાળી બનાવવી એ આ દુર્લભ મળેલ મનુષ્યજીવનના સારરૂપ છે, બાકી જગતમાં સર્વ અસાર છે. દા
અમૃત-અનુષ્ઠાને રહ્યો રે લોલ, અમૃતક્રિયાને ઉપાય રે; સાવ દેવચંદ્ર રંગે રમે રે લાલ, તે સુમતિદેવ પસાય રે. સા. પ્ર...૯
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! જો મારો આત્મા અમૃતક્રિયાના ઉપાયે અમૃત અનુષ્ઠાન કરવામાં લાગી જાય તો તેનું કેવું ઉત્તમ પરિણામ પામે.
તે વિષે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે કેવી રીતે બને ? તો કે દેવોમાં ચંદ્રમા સમાન એવા શ્રી સુમતિદેવના પસાથે એમની ભક્તિના રંગે રંગાઈ તેમાં જ સદૈવ રહેવાનો પુરુષાર્થ કરે તો જરૂર આત્મા અમૃત જેવો થઈ શાશ્વત સિદ્ધિને પામે એમ નિશંક માનવું. લા.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (સુખરની). પુષ્કલાવઈ વિજયે હો કે વિચરે તીર્થપતિ, પ્રભુચરણને સેવે હો, કે સુર નર અસુરપતિ; જસુ ગુણ પ્રગટયા હો, કે સર્વ પ્રદેશમાં,
આતમગુણની હો, કે વિકસી અનંત રમા. ૧ સંક્ષેપાર્થ:- મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવઈ વિજયમાં શ્રી સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘરૂપ તીર્થના પતિ શ્રી ભુજંગસ્વામી વિચરી રહ્યા છે. તે પ્રભુના ચરણકમળને, દેવતાઓ, ઇન્દ્રો, મનુષ્યો કે અસુરપતિઓ પણ સેવી રહ્યાં છે. પ્રભુના સર્વ કર્મ નાશ પામવાથી, જેમના સર્વ આત્મપ્રદેશમાં અનંત ગુણો પ્રગટ થયા છે. તે આત્મગુણોની અનંત રમા એટલે અનંત સૌંદર્યતા સર્વત્ર પ્રસરી રહી છે. જ્ઞાનગુણે કરી પ્રભુ સર્વત્ર વ્યાપ્ત છે. ||૧||
સામાન્ય સ્વભાવની હો કે પરિણતિ અસહાઈ, ધર્મ વિશેષની હો, કે ગુણને અનુજાઈ; ગુણ સકલ પ્રદેશ હો, કે નિજ નિજ કાર્ય કરે,
સમુદાય પ્રવર્તે હો, કે કર્તા ભાવ ધરે. ૨ સંક્ષેપાર્થ -પ્રત્યેક દ્રવ્યના અસ્તિત્વ, વસ્તૃત્વ, નિયત્વ વગેરે સામાન્ય સ્વભાવ છે. તેની પરિણતિ એટલે પરિણમન અસહાયપણે એટલે કોઈની પણ મદદ વિના સ્વતંત્રપણે થઈ રહ્યું છે. તથા દ્રવ્યના વિશેષ ગુણો જેમકે જીવ દ્રવ્યના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો તે બીજા દ્રવ્યમાં નથી. એ વિશેષ ગુણનું પરિણમન એકબીજા ગુણના સંબંધને અનુજાઈ કહેતા અનુસરીને થઈ રહ્યું છે. સામાન્ય વિશેષ આદિ સર્વ ગુણો સર્વ પ્રદેશ છે. તથા સર્વ પ્રદેશે સર્વ ગુણો પોતાપોતાને યોગ્ય કાર્ય કરે છે, તેમજ સર્વ પ્રદેશે તે ગુણોની સમુદાયરૂપે એટલે એક સાથે પ્રવૃત્તિ થાય છે; તેથી તે જીવ, દ્રવ્યનો કર્તા ભાવ ધરે છે અર્થાત્ તેનો કર્તા કહેવાય છે. રાા
જડ દ્રવ્ય ચતુષ્ક હો, કે કતભાવનહીં; સર્વ પ્રદેશ હો, કે વૃત્તિ વિભિન્ન કહી; ચેતન દ્રવ્યને હો, કે સકલ પ્રદેશ મિલે,
ગુણવર્તના વર્તે હો, કે વસ્તુને સહજ બલે. ૩ સંક્ષેપાર્થ:- જડ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય
(૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી