________________
૧પપ
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન
શુદ્ધાતમ સંપત્તિતણા, તુઓં કારણ સાર;
દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચં૭ સંક્ષેપાર્થ :- નિશ્ચયનયે સત્તામાં રહેલી મારી શુદ્ધ આત્મસ્વરૂપમય સંપત્તિને પ્રાપ્ત કરવા માટે હે પ્રભુ ! આપ જ સારભૂત કારણ છો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી અરિહંત પ્રભુની સેવા જ ખરેખર શાશ્વત સુખને આપનારી છે. ના
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (ચરવર પાણી હું ગઈ, મા મોરીરે-એ દેશી) દેવાનંદ નરીંદનો રે, જનરંજનો રે લોલ;
નંદન ચંદન વાણી રે, દુ:ખભંજનો રે લાલ. રાણી સુગંધા વાલહો રે, જન કમલલંછન સુખખાણ રે. દુઃ૦૧
સંક્ષેપાર્થ:- શ્રી ચંદ્રબાહુ ભગવાન, નરીંદ એટલે નરોમાં ઇન્દ્ર સમાન એવા શ્રી દેવાનંદ રાજાના નંદન એટલે પુત્ર છે. જે ત્રણ જગતના લોકોના મનને રંજન કરનાર છે. જેમની વાણી ચંદનની જેમ શીતળતા ઉપજાવનાર હોવાથી પ્રાણીઓના ત્રિવિધ તાપના દુઃખનું ભંજન કરવા સમર્થ છે. જે સુગંધા રાણીના મનને વહાલા છે, કમલ જેમનું લંછન છે. તથા જે સ્વયં પોતે આત્મિક સુખની ખાણ હોવાથી જન્મ જરા મરણના દુઃખને ભાંગવાને સંપૂર્ણ યોગ્ય છે. [૧]
પુષ્કરદીવ પુષ્કલાવઈરે જ વિજય વિજય સુખકાર રે; દુઃ૦ ચંદ્રબાહુ પુંડરિગિણી રે, ૪૦ નગરીએ કરે વિહાર રે. દુઃ૦૨
સંક્ષેપાર્થઃ- જે પુષ્કર દ્વીપના પુષ્કલાવતી વિજયમાં આવેલ પુંડરિગિણી નગરીમાં વિહાર કરતા એવા શ્રી ચંદ્રબાહુ જિનેશ્વર ! સર્વ જીવોને સુખના કારણ બની સદા જય પામી રહ્યા છે. રા.
તસ ગુણગણ ગંગાજલે રે જ મુજ મન પાવન કીધ રે; દુઃ૦ ફિરિ તે મેલું કિમ હુવે રે, ૪૦ અકરણ નિયમ પ્રસિદ્ધ રે. દુઃ૦૩ સંક્ષેપાર્થ :- તસ એટલે તેના ગુણગણ કહેતા ગુણોના સમૂહરૂપી
૧૫૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગંગાજલમાં સ્નાન કરવાથી મારું મન પવિત્ર બન્યું છે, તો તે ફરી મેલું કેવી રીતે હોઈ શકે કેમકે અકરણ એવો નિયમ પ્રસિદ્ધ છે. કરણ એટલે ઇન્દ્રિય અને અકરણ એટલે ઇન્દ્રિયાતીત એવો આત્માનો આનંદ એકવાર પ્રાપ્ત થયા પછી સંસારના સુખ તેને તુચ્છ ભાસે છે એવો નિયમ પ્રસિદ્ધ છે. માટે દુઃખભંજક એવા પ્રભુના ગુણોમાં રમી હે ભવ્યો!તમે પણ એવો આત્મિક આનંદ પ્રગટાવવાનો પુરુષાર્થ કરો. વા.
અંતરંગ ગુણ ગોઠડી રે, ૪૦ નિશ્ચય સમકિત તેહ રે; દુઃ વિરલા કોઈક જાણશે રે, જ. તે તો અગમ અછેહ રે. દુઃ૦૪
સંક્ષેપાર્થ:- અંતરંગ ગુણ ગોઠડી એટલે પ્રભુના અંતરંગ આત્મગુણો સાથે મેળાપ કરવો તે નિશ્ચય સમકિત છે અર્થાત્ તે જ આત્માનો સાક્ષાત્ અનુભવ છે. તે આત્મ અનુભવને કોઈ વિરલા પુરુષ જ જાણી શકે. કારણ કે તે અગમ છે અર્થાતુ ઇન્દ્રિયોથી તે અગમ્ય છે, ઇન્દ્રિયાતીત છે અને અછહ કહેતાં જેનો કોઈ છેડો નથી અર્થાત્ આત્માના આનંદનો કોઈ અંત નથી, તે અનંત છે. એવા અનંત આત્માનંદને પ્રગટાવવા દુઃખભંજક પ્રભુની સેવા કરો. //જા.
નાગર જનની ચાતુરી રે, જ૦ પામર જાણે કેમ રે; દુઃ૦ તિમ કુણ જાણે સાંઈશું રે, ૪૦ અમ નિશ્ચયનય પ્રેમ રે. દુઃ૦૫
સંક્ષેપાર્થ :- નાગર એટલે નગરમાં રહેનાર લોકોની ચાતુરી કહેતા હોશિયારીને પામર એવા ગામડીયા લોકો કેમ જાણી શકે. તેમ સાંઈ કહેતા દુઃખભંજક એવા પ્રભુ સાથેનો મારો નિશ્ચયનય પ્રેમ અર્થાત્ મૂળ આત્મસ્વરૂપ સાથેની મારી અંતરંગ પ્રીતિને પ્રભુ સિવાય બીજો કોણ જાણી શકે ? માટે સર્વ દુઃખોનું ભંજન કરનાર પ્રભુની હે ભવ્યો! તમે ભાવપૂર્વક સેવા કરો. /પા.
સ્વાદ સુધાનો જાણતો રે, જ૦ લાલિત હોય કદન્ન રે; દુઃ૦ પણ અવસર જો તે લહે રે, ૪૦ તે દિન માને ધશ રે. દુઃ૦૬
સંક્ષેપાર્થ:- જે સુધા એટલે અમૃતના સ્વાદને જાણે છે તે પણ ભૂખનો માર્યો કદન્ન જેવા બીજા અન્ન પ્રત્યે લાલિત થાય અર્થાતુ લલચાય. પણ ફરી તે સુધાના સ્વાદનો અવસર પામે તો તે દિવસને જ ધન્ય માને છે. તેમ સુધારૂપ આત્માના આસ્વાદને જેણે એકવાર અનુભવ્યો તે કદ જેવા ઇન્દ્રિયના ભોગોમાં લલચાય નહીં. માટે આત્માના આસ્વાદને પામવા દુ:ખભંજક એવા પ્રભુની આજ્ઞા ઉપાસવા પ્રયત્ન કરો. IIકા.