________________
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન
૧૫૩ રહેલા મિથ્યાત્વ, કષાયાદિ કલિમલ એટલે પાપમળને સર્વથા નષ્ટ કરનાર છે. માટે પ્રભુભક્તિ જ સર્વથા કર્તવ્ય છે. //પા.
અધ્યાતમ સુખકારણ પૂરો, સ્વસ્વભાવ અનુભૂતિ સનુરો; તસુ ગુણ વળગી ચેતના કીજે, પરમ મહોદય શુદ્ધ લહીજે. ૬
સંક્ષેપાર્થ:- શ્રી મુનિસુવ્રત સ્વામી, અધ્યાત્મ સુખ એટલે આત્માથી પ્રગટ થતું સુખ તેના પુષ્ટ કારણ છે. તથા સ્વઆત્મસ્વભાવની સજૂરી એટલે શ્રેષ્ઠ એવી અનુભૂતિના જ તે સ્વયં ભોક્તા છે.
એવા પ્રભુના ગુણમાં જ વળગી રહે એવી આપણી આત્મચેતનાને કરી દઈએ, તો પરમ મહોદય એવું કેવળજ્ઞાનથી યુક્ત મોક્ષપદ જરૂર પામીએ. ૬ાાં
મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા લીના, આતમ સંપત્તિ ભાસન પીના; આણારંગે ચિત્ત ધરીને, દેવચંદ્રપદ શીધ્ર વરીએ. ૭
સંક્ષેપાર્થ:- શ્રી મુનિસુવ્રત પ્રભુની અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય, પ્રભુતાને જાણીને, જે જીવનું ચિત્ત તે પ્રાપ્ત કરવા માટે લીન થાય છે, તેને નિજ શુદ્ધ આત્મસંપત્તિનું ભાસન એટલે અનુભવ થાય છે; અને તે પણ પીન એટલે પુષ્ટ રીતે થાય છે. માટે એવા શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં સ્થિરપણે જો ચિત્તને રમાવીએ તો દેવોમાં ચંદ્રમા સમાન એવા ઉત્તમ શુદ્ધાત્મપદને આપણે શીધ્રપણે પામીએ. શા.
૧૫૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સમ્યગ્દર્શન વાસના, ભાસન ચરણ સમેતુ. ચં-૨ સંક્ષેપાર્થ :- વળી ભગવાનની સેવા, તે પુદ્ગલભાવની આશંસના એટલે ઇચ્છાઓને ઉદ્ઘાસન એટલે ગળી જવા માટે ધૂમકેતુ જેવી છે. તથા સમ્યકુ દર્શનની વાસના એટલે ઇચ્છાને ઉત્પન્ન કરાવનારી છે. તેમજ સમ્યકજ્ઞાનનું શાસન એટલે સમજ કરાવી, ચરણ એટલે સમ્યક્ઝારિત્રને પણ આપનારી છે. રા.
ત્રિકરણ યોગ પ્રશંસના, ગુણસ્તવના રંગ;
વંદન પૂજન ભાવના, નિજ પાવના અંગ. ચં-૩ સંક્ષેપાર્થ:- ત્રિકરણ યોગ એટલે મન વચન કાયાના યોગવડે પ્રભુની પ્રશંસા કરવી, તેમના પવિત્ર આત્મગુણોનું ભાવભક્તિસહિત સ્તવન કરવું, વંદન કરવું, પૂજન કરવું તથા તે ગુણો પ્રાપ્ત કરવાની ભાવના કરવી; એ સર્વ પોતાના આત્માને પાવન એટલે પવિત્ર બનાવવાના અંગો છે. ૩
પરમાતમ પદ કામના, કામનાશન એહ;
સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુણ ગેહ. ચં૦૪ સંક્ષેપાર્થ – પરમાત્મપદ પ્રાપ્ત કરવાની સાચી કામના એટલે ઇચ્છા છે તે પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ કામને નાશ કરનારી છે. અને તેનો નાશ થયે, આત્માની સત્તામાં જ રહેલ અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ અનંતગુણો પ્રકાશ પામી આત્મા ગુણના ઘરરૂપ બની જાય છે. //૪
પરમેશ્વર આલંબના, રાચ્યા જેહ જીવ;
નિર્મળ સાધ્યની સાધના, સાથે તેહ સદીવ. ચં૫ સંક્ષેપાર્થ:- પરમેશ્વરનું અવલંબન લઈને જે જીવો ભક્તિપૂર્વક પ્રભુગુણમાં રાચી રહ્યાં છે, તે જીવો નિર્મળ એવા સાધ્ય એટલે સાધવા યોગ્ય શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિના સાધનને જ સદૈવ સાધી રહ્યા છે, એમ જાણવું. ||પા
પરમાનંદ ઉપાસવા, પ્રભુ પુષ્ટ ઉપાય;
તુજ સમ તારક સેવતાં, પરસેવ ન થાય. ચંદુ સંક્ષેપાર્થ :- આત્માનંદ એ જ પરમાનંદ છે. તે પ્રાપ્ત કરવાની જેને ઉપાસના કરવી હોય, તેને માટે વીતરાગ પ્રભુ પુષ્ટ ઉપાયરૂપ છે. કારણ કે પ્રભુ તે પરમાનંદ સ્વરૂપને પામેલા છે. માટે આપના જેવા તારનાર દેવની સેવા કરતાં પર દેવોની સેવા મારાથી થઈ શકે નહીં. કા.
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(શ્રી અરનાથ ઉપાસના.......એ દેશી) ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ;
પર પરિણતિના પાસને, નિષ્કાસન રેહ. ચં.૧ સંક્ષેપાર્થ:- શ્રી ચંદ્રબાહુ ભગવાનની સેવા, તે ચારગતિરૂપ સંસારને નાશ કરનારી છે. તથા આત્માની પર પદાર્થમાં રમતી વિભાવ પરિણતિના પાસને એટલે જાળને નિષ્કાસન એટલે નિર્મૂળ કરવાને માટે તે રેહ એટલે તીક્ષ્ણ શસ્ત્ર સમાન છે. ||૧||
પુદ્ગલ ભાવ આશંસના, ઉદ્ઘાસન કેતુ