________________
(૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન
૫૭ શ્રી નયવિજય વિબુધતણો રે, જ સેવક કહે સુણો દેવ રે; દુરુ ચંદ્રબાહુ મુજ દીજીએ રે, જ, નિજ પય પંકજ સેવ રે. દુઃ૦૭
સંક્ષેપાર્થ:- પંડિત એવા શ્રી નયવિજયજીના સેવક શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કહે છે કે આપ મારી એક વાત ધ્યાનથી સાંભળો કે હે ચંદ્રબાહુ ભગવાન ! મને તો આપના પય કહેતા પગ-ચરણ અને પંકજ કહેતાં કમળ અર્થાત્ આપના ચરણકમળની સદા સેવા હોજો. એ સિવાય બીજાં મારે કાંઈ જોઈતું નથી. દુઃખભંજક એવા પ્રભુ પ્રત્યે મારી એ જ ભાવભરી વિનંતિ છે. શા
૧૫૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ખીલેલું એવું માલતી મુખ્ય પ્રિય છે. કમલિનિ કહેતા સૂર્યમુખી કમળના ચિત્તમાં સૂર્યના દર્શન પ્રિય છે, તેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને મન શ્રી વિમળનાથ જિનેશ્વર ઘણા જ વાલહા છે અર્થાત્ ઘણા જ પ્રિય છે. ૩
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(લયનાની ઢાલ) વિમળનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ; લલના; પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ. લલના.વિ.૧
સંક્ષેપાર્થ :- શ્રી વિમલનાથ પ્રભુ સદા મારા મનમાં વસે છે. જેમ સીતાને મન રામ વસે છે. પિક એટલે કોકિલનું મન સહકાર કહેતા આંબાને | ઇચ્છે છે. પંથી એટલે મુસાફરને મન જેમ ઘરવાસ પ્રિય છે. તેમ શ્રી વિમલનાથ પ્રભુ મારા મનને અતિ પ્રિય હોવાથી મારા મનમાં જ વસે છે. લા.
કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિંદ; લ૦
ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ, લ૦ વિ૦૨
સંક્ષેપાર્થ :- કુંજર એટલે હાથીના ચિત્તમાં જેમ રેવા એટલે નર્મદા નદીનો વાસ છે, કમળા કહેતા લક્ષ્મીના મનમાં ગોવિંદ એટલે વિષ્ણુનો નિવાસ છે, ગૌરી એટલે પાર્વતીના મનમાં શંકર વસે છે, કુમુદિની એટલે કુમુદના ફૂલની વેલને જેમ ચંદ્રમાં ગમે છે તેમ શ્રી વિમલનાથ પ્રભુ મારા મનમાં રમે છે. રામ
અલિ મન વિકસિત માલતી, કમલિનિ ચિત્ત દિગંદ; લ૦ વાચક યશને વાલહો, તેમ શ્રી વિમળ જિણંદ, લ૦ ૩ સંક્ષેપાર્થ :- અલિ એટલે ભમરાના મનને વિકસિત થયેલું એટલે
(૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન
શ્રી દેવચંદ્રત ગત ચોવીશી
| (દયાલાલ-એ દેed)
પ્રભુશું ઇચ્છું વીનવું રે લોલ,
મુજ વિભાવ દુઃખ રીત રે; સાહિબા લાલ; તીન કાળના શેયની રે લાલ, જાણો છો સહુ નીતિ ૨. સા. પ્ર.૧
સંક્ષેપાર્થ :- હે શ્રી સુમતિ જિન પ્રભુ ! આપની સમક્ષ ઇછ્યું એટલે આ પ્રમાણે વિનવું છું. શું વિનવું છું ? તો કે મારા વિભાવના દુઃખની રીતિનું વર્ણન કરું છું. મિથ્યાત્વ અને કષાયરૂપ વિભાવવશે પર પુદ્ગલોમાં પોતાપણું માનીને હું પરાધીન બની ગયો છું, અને તેથી હું બહુ દુઃખ ભોગવું છું.
પણ હે સાહેબ આપ તો ત્રણે કાળના સકળ જોય પદાથોને સર્વ પ્રકારે જાણો છો અર્થાત્ પંચાસ્તિકાય અને કાળદ્રવ્ય કેવી રીતે પરિણમે છે, તે સર્વ શેય પદાર્થની રીતિની નીતિને આપ સંપૂર્ણપણે જાણો છો. છતાં ભક્તિવશ આપની સમક્ષ પુનરાવર્તન કરું છું. /૧
શેય જ્ઞાનશું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તત્થ રે; સારુ પ્રાપ્તઅપ્રાપ્ત અમેયને રે લાલ, જાણો જે જિમ જથ્થ રે. સારા પ્રક૨
સંક્ષેપાર્થ - વિશ્વમાં રહેલા સર્વ જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થો તે જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને કાળદ્રવ્ય છે. આ છએ જોયદ્રવ્યો, આત્માના જ્ઞાન સાથે કદી મળે નહીં અર્થાતું એકમેક થઈ શકે નહીં. તેવી જ રીતે જ્ઞાન પણ પોતાનું ક્ષેત્ર છોડી જોય સાથે કદી એકમેક થાય નહીં. જેમકે દર્પણમાં જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે તે દર્પણ સાથે કંઈ એકમેક થતાં નથી, જુદા જ રહે છે. તેમ જ્ઞાન જ્ઞાનરૂપે અને શેયપદાર્થો તે માત્ર શેયરૂપે જ રહે છે.