________________
(૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન
૧૧૭ રાગ પ્રશસ્તકી પૂમમેં હો, વિભાવ વિવારે અતીવ. લ૦ જિ-૪
સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણો પ્રત્યે બહુમાનરૂપ ગુલાલથી ભવ્ય એવો આત્મા જ્યારે લાલ થઈ જાય છે અર્થાત્ તે ગુણોમાં જ્યારે રંગાઈ જાય છે, ત્યારે પ્રશસ્ત રાગની ધૂનમાં રમતો થકો તે વિભાવભાવને અતીવ એટલે અત્યંતપણે વિડારવા લાગે છે અર્થાતુ છેદવા લાગે છે.
હે લલના! જિન સેવનથી આવી દશા પામવા યોગ્ય છે. જો જિનગુણ ખેલમેં ખેલત હો, પ્રગટયો નિજગુણ ખેલ; લ૦ આતમ ઘર આતમ રમે હો, સમતા સુમતિકે મેલ. ૧૦ જિલ્પ
સંક્ષેપાર્થ – ઉપર પ્રમાણે રાગ, દ્વેષ અને અજ્ઞાન જેણે જીતી લીધા છે. એવા જિનગુણમાં ખેલ કરતાં કરતાં સાધકને નિજ આત્મગુણનો અનુભવરૂપ ખેલ પ્રગટે છે. જેથી પોતાનો આત્મા દેહાદિમાં મમતા કરવારૂપ પર ઘર છોડી પોતાના આત્મસ્વરૂપમાં જ રહેનારી એવી સમતા અને સુમતિ રૂપી સ્ત્રીઓ સાથે સારો મેળ થવાથી તેની સાથે જ રહે છે.
હે લલના ! જિન સેવનથી પોતાના આત્મસ્વરૂપને જરૂર પામીએ. //પાનું તત્ત્વ પ્રતીત પ્યાલે ભરે હો, જિનવાણી રસપાન; લ૦ નિર્મલ ભક્તિ લાલી જગી હો, રીઝે એકત્વતા તાન. લ૦ જિ૦૬
સંક્ષેપાર્થ :- હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તત્ત્વ પ્રતીતરૂપ પ્યાલામાં જિનવાણીરૂપ અમૃત ભરીને તેનું પાન કરતાં પ્રભુ પ્રત્યે નિર્મળ ભક્તિરૂપી લાલી અર્થાત્ પરમોલ્લાસ આત્મામાં પ્રગટ થાય છે. એમ પ્રભુના ગુણોમાં રીઝ કહેતાં આનંદ ઊપજતાં તેમાં એકતારૂપ તન્મયપણું પ્રગટે છે.
હે લલના! આવી દશા જિનસેવનથી પામવા યોગ્ય છે. આવા ભવ વૈરાગ અબીરશું હો, ચરણ રમણ સુમહંત; લ૦ સુમતિ ગુપતિ વનિતા રમે હો, ખેલે હો શુદ્ધ વસંત. લ૦ જિ૭.
સંક્ષેપાર્થ :- હવે ભવ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્યરૂપ અબીર એટલે એક સુગંધીદાર ધોળી ભૂકી ઉડવાથી આત્મા મહાન એવા સમ્યક્ઝારિત્રરૂપ સુગંધમાં પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ વનિતાઓ સાથે શુદ્ધ આત્મસ્વભાવરૂપ વસંતમાં રમવા લાગે છે. શા.
૧૧૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચાચરગુણ રસિયા લિયે હો, નિજ સાધક પરિણામ; લવ કર્મપ્રકૃતિ અરતિ ગઈ હો, ઉલસિત અમૃત ઉદ્દામ. લ૦ જિ૦૮
સંક્ષેપાર્થ – ચાચરગુણ રસિયા એટલે મંડપની બહાર ખુલ્લા ચોકમાં સ્ત્રીઓ ગીતગાનમાં તલ્લીન થઈને ગાય છે. તેમ ચારિત્રગુણના રસિક બનેલા મહાત્માઓ નિજ શુદ્ધ આત્મગુણનાં સાધક પરિણામને તન્મય થઈને ભજે છે.
જેથી મિથ્યાત્વ, કષાયાદિ કર્મ પ્રકૃતિના ભાવો પ્રત્યે અરતિ એટલે અણગમો થયો હતો, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અમૃતમય ગુણો પ્રત્યે ઉદ્દામ એટલે અત્યંત ઉલ્લાસભાવ પ્રગટ થતાં તે કષાયાદિભાવો પ્રત્યે પણ અરતિભાવ નષ્ટ થાય છે. હે લલના! જિન આજ્ઞાવડે આવી ચારિત્રદશાને પામીએ. દા
થિર ઉપયોગ સાધન મુખે હો, પિચકારીકી ધાર; લવ ઉપશમ રસભરી છાંટતા હો, ગઈ તતાઈ અપાર. લ. જિ૦૯
સંક્ષેપાર્થ :- આત્મઉપયોગમાં મુખ્ય સ્થિરતા રહેવારૂપ સાધન તે પિચકારીની ધાર સમજવી. અને તે પિચકારીની ધારમાંથી કષાયો શમી જવારૂપ ઉપશમ રસ છાંટવાથી, પૂર્વે જે કષાયોની અપાર તતાઈ એટલે અસહ્ય તાપાગ્નિ હતો તે શમી જાય છે; અને સમભાવની શીતલ શાંતિસ્વરૂપ સમાધિ પ્રગટ થાય છે. હે લલના! જિન આજ્ઞા વડે આવી સ્વરૂપ સમાધિ પામીએ. લા.
ગુણ પર્યાય વિચારતાં હો, શક્તિ વ્યક્તિ અનુભૂતિ; લ૦ દ્રવ્યાસ્તિક અવલંબતાં હો, ધ્યાન એકત્વ પ્રસૂતિ. લ૦ જિ.૧૦
સંક્ષેપાર્થ :- સ્વ પર દ્રવ્યના ગુણ અને પર્યાયને વિચારતાં, પોતાના આત્માની શક્તિઓની વ્યક્તિ એટલે પ્રગટતા થઈને તે આત્માની અનુભૂતિ થાય છે. સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયમાં છે. કોઈ દ્રવ્યનો ગુણ કે પર્યાય, કોઈપણ અન્ય દ્રવ્યને હાનિ કે દોષ કરી શકતો નથી, એમ જાણવાથી શ્રેષાંશ પણ નાશ પામે છે. એમ સ્વપર દ્રવ્યના કે જડ ચેતનના ગુણ પર્યાયને ભિન્ન વિચારતાં પોતામાં જ રહેલી સર્વ શક્તિઓની વ્યક્તતા થાય છે; અને અનુભવનો આનંદ પ્રગટે છે.
એમ દ્રવ્યોનું અવલંબન લેતાં, પરદ્રવ્યોનું મારે કાંઈ કામ નથી, મારામાં જ સર્વ શક્તિનો સ્રોત ભરેલો છે, એમ જણાઈ આવતાં, તેનો અનુભવ થતાં તેમાં જ એકત્વતા એટલે તન્મયતારૂપ ધ્યાનની પ્રસૂતિ એટલે જન્મ થાય છે