________________
૧૧૯
૧૨૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે દેવોમાં ચંદ્રમા સમાન એવા ઉત્તમ મોક્ષપદને આપણે પામીએ; પણ ક્યારે ? તો કે કરત નિજ ભાવ સંભાળ અર્થાત્ પોતાના ભાવોને વિષયકષાયમાં ન જવા દેતાં પ્રભુના વચનાનુસાર શુભભાવમાં રોકી, શુદ્ધભાવના લક્ષે તે ભાવોની સંભાળ રાખીએ તો.
- હે લલના! આ પ્રમાણે જિનઆજ્ઞા અનુસાર ભાવોની સંભાળ રાખી પોતાના શુદ્ધ સ્વરૂપને આપણે પણ પામીએ. /૧૩ના
(૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન અર્થાત્ શુદ્ધ ઉપયોગમાં આત્મા સ્થિર થાય છે.
હે લલના! આવા આત્મધ્યાનને જિનઆજ્ઞાવડે પામીએ. (૧૦ રાગ પ્રશસ્ત પ્રભાવના હો, નિમિત્ત કરણ ઉપભેદ; લ૦ નિર્વિકલ્પ સુસમાધિમેં હો, ભયે હે ત્રિગુણ અભેદ. લ૦ જિ.૧૧
સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણો પ્રત્યે પ્રશસ્ત રાગભાવ હોવાથી, બીજા જીવો પણ પ્રભુની આજ્ઞા ઉપાસવાના રુચિવાળા થાય, એવો માર્ગપ્રભાવનાનો ભાવ ઊપજવો, તે કલ્યાણ પ્રાપ્ત થવાના નિમિત્તકારણનો જ એક ભેદ છે. દશમાં ગુણસ્થાનકના અંત સુધી સંજ્વલન કષાય છે, ત્યાં સુધી પ્રવચનભક્તિથી પ્રેરાઈને પરજીવને જિનશાસનના રસિક બનાવવા અર્થે ઊંડે ઊંડે અવ્યક્ત પરિણામનો સદ્ભાવ હોય છે.
- ત્યારબાદ બારમાં ગુણસ્થાનકે મોહનીયકર્મ નાશ પામેલું હોવાથી પ્રશસ્ત રાગ પણ મટી જાય છે. અને તે ગુણસ્થાનકના અંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્મા નિર્વિકલ્પ સુસમાધિને પામે છે; તેથી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રમય આત્મસ્વભાવમાં સર્વકાળને માટે તે આત્મા અભેદસ્વરૂપે સ્થિત થાય છે.
હે લલના ! આવી નિર્વિકલ્પ સમાધિને પ્રભુ કૃપાએ પામીએ. ll૧૧ાા ઇમ શ્રીદત્તપ્રભુ ગુણે હો, ફાગ રમે મતિવંત; લ૦ પર પરિણતિરજ ધોયકે હો, નિરમળ સિદ્ધિ વરંત. લ. જિ૦૧૨
સંક્ષેપાર્થ:- ઉપરની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે જે મતિમાન પુરુષ શ્રી દત્તપ્રભુના શુદ્ધ આત્મગુણોરૂપ વસંતમાં ચિત્ત રમાડવારૂપ ફાગ રમશે, તે અનાદિકાળની લાગેલ પર પરિણતિરૂપ કર્મરજને ધોઈને શુદ્ધ સ્વરૂપમય નિર્મળ સિદ્ધ અવસ્થાને વરી, શિવપુરીમાં જઈ સર્વકાળને માટે અનંત સુખમાં વાસ કરશે. હે લલના ! આવી સર્વસુખમય સિદ્ધિને પ્રભુ આજ્ઞાએ જરૂર પામીએ. l/૧૨ા
કારણર્થે કારજ સધે હો, એહ અનાદિકી ચાલ; લ૦ દેવચંદ્રપદ પાઈએ હો, કરત નિજ ભાવ સંભાળ. લ૦ જિ૦૧૩
સંક્ષેપાર્થ – જે કાર્યનું યથાર્થ કારણ હોય, તે આદર્ભે જ કાર્યની સિદ્ધિ થાય. એ જ અનાદિકાળની ચાલ છે અર્થાત્ રીત છે.
(૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(કડખાની દેશી) સૂર જગદીશની તીણ અતિ શુરતા, તેણે ચિરકાલનો મોહ જીત્યો; ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપનો પરમ પદ જગ વદીતો. સૂ૦૧
સંક્ષેપાર્થ:- શ્રી સૂરપ્રભ જગદીશ્વરની શુરવીરતા અતિ તીક્ષ્ણ છે. તે તીક્ષ્ણતા વડે તેણે ચિરકાલનો એટલે અનાદિકાળનો મોહ જીતી લીધો. મોહને હણવાથી કેવળજ્ઞાન પ્રગટ્યું. જેથી વસ્તુનું સ્યાદ્વાદપણું શુદ્ધ રીતે પરગાશ એટલે પ્રકાશ્ય. આમ પોતાના અનંત ગુણાત્મક પરમપદ એટલે પરમાત્મસ્વરૂપને પ્રગટાવી પ્રભુએ જગવંદ્ય પદવીને પ્રાપ્ત કરી. /૧ પ્રથમ મિથ્યાત્વ હણી શુદ્ધ દંસણ નિપુણ, પ્રગટ કરી જેણે અવિરતિ પણાસી; શુદ્ધ ચારિત્ર ગત વીર્ય એકત્વથી, પરિણતિ કલુષતા સવિ વિણાશી. સૂર
સંક્ષેપાર્થ:- સર્વ પ્રથમ પ્રભુએ મોહનીય કર્મનો પ્રથમ ભેદ મિથ્યાત્વ તેને હણીને આત્માનું શુદ્ધ દંસણ એટલે સમ્યક્દર્શન, તેને નિપુણ એટલે પરિપૂર્ણ અર્થાત્ ક્ષાયિકપણે પ્રગટ કર્યું. પછી મોહનીય કર્મનો બીજો ભેદ ચારિત્ર મોહના કારણે રહેલ અવિરતિ એટલે અસંયમ તેને પણાશી એટલે તેનો પણ નાશ કર્યો. પછી શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ્વગુણમાં રહેલ વીર્યની એકતા કરીને ભાવોમાં રહેલી સર્વ કષાયની કલુષતાનો સર્વથા અંત આણ્યો. //રા
વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મ પરિણામ કર્તુત્વ ધારી; શ્રેણી આરોહતાં વેદ હાસ્યાદિની, સંગમી ચેતના પ્રભુ નિવારી. સૂ૦૩