________________
(૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન
૧૧૫ મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજો નહીં. જી-૨
સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! હું આપની પાસે આવ્યો છું. આપના જેવા તારક પ્રભુના ગુણો જાણી મારું મન ગહગહી ગયું છે અર્થાતુ મારું મન ઘણું જ આનંદમાં ગરકાવ થયું છે. કેમકે મારા સ્વામી જેવો બીજો કોઈ તારક આ જગતમાં જોતાં જવ્યો નથી. રાાં
મોરા સ્વામી અરજ કરંતાં આજ, લાજ વધે કહો કેણિપરે; જીમોરા સ્વામી યશ કહે ગોપય તુલ્ય, ભવજળથી કરુણા ધરે. જી-૩
સંક્ષેપાર્થ:- હે નાથ ! આજ આપને મને તારવા માટેની અરજ કરતાં કોની લાજ વધશે? માટે અરજ વિના જ આપે મને તારી લેવો જોઈએ, જેથી ભક્તની લાજ રહે અને તમારા પણ તારક એવા બિરૂદને આંચ ન આવે.
- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અમારા સ્વામી તો કરુણા કરીને સંસાર સમુદ્રના જળને ગોપય કહેતા ગાયના પગ જેવડો ટૂંકો કરી દે છે. માટે છે ભવ્યો ! એવા પ્રભુનું તમે જરૂર શરણ અંગીકાર કરો. ilal
૧૧૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ફળસ્વરૂપ સદ્ગોધ કહેતા સમ્યક્દર્શનરૂપ દિવસની વદીત એટલે વૃદ્ધિ થાય છે, અર્થાત્ દિવસ મોટો થતો જાય છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે આત્માની શ્રદ્ધારૂપ વસંતઋતુ આવવાથી મિથ્યાત્વરૂપ ઠંડી જતી રહે છે અને દુષ્ટ બુદ્ધિરૂપ રાત્રિ પણ નાની થઈને સમ્યજ્ઞાનરૂપ દિવસ વધવા માંડે છે. આ બધા ગુણો જિનેશ્વર પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થાય છે. I/૧
સાધ્યરુચિ સુસખા મિલી હો, નિજ ગુણ ચરચા ખેલ; લવ બાધક ભાવકી નંદના હો, બુધ મુખગારિકો મેલ. ૧૦ જિર
સંક્ષેપાર્થ :- શુદ્ધ આત્મસ્વરૂપ એ જ સાધ્ય છે. તેને પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થતાં ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયની ઉપશાંતતા થાય છે, અને ક્ષમા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતારૂપ સુસખા એટલે મિત્રોનો મેલાપ થાય છે. તે વડે નિજ આત્મગુણ પ્રગટાવવા માટે નવતત્ત્વોની ચર્ચારૂપ ખેલ કરતાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્તા, અનુકંપા આદિ સમ્યગ્દર્શન પ્રાપ્તિના ગુણોની પ્રાપ્તિ થાય છે.
એ ગુણો પ્રાપ્ત થતાં આત્મહિતમાં જે જે બાધક ભાવ એટલે મિથ્યાત્વ અવિરતિ આદિના ભાવ પ્રત્યે નિંદના એટલે અણગમો પ્રગટે છે. તથા બુધ એટલે જ્ઞાની પુરુષના મુખગારિકો એટલે પ્રશાંતરસયુક્ત મુખ સાથે મેળ આવતો જાય છે. અર્થાત્ તેમના જેવા વૈરાગ્ય ઉપશમ પ્રગટતા જાય છે.
જિનેશ્વર પ્રભુની સેવાથી ઉપરોક્ત ગુણોની આપણે પ્રાપ્તિ કરીએ. રા પ્રભુગુણ ગાન સુચ્છેદ શું હો, વાજિંત્ર અતિશય તાન; લ૦ શુદ્ધ તત્ત્વ બહુ માનતા હો, ખેલત પ્રભુગુણ ધ્યાન. લ૦ જિ૩
સંક્ષેપાર્થ :- ઉપરોક્ત વૈરાગ્યઉપશમની યોગ્યતા આવતાં પ્રભુના ગુણગાન સારા છંદોમાં એટલે રાગોમાં ભાવપૂર્વક થાય છે. તથા પ્રભુના જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણો પ્રગટાવવારૂપ વાજિંત્રમાં અતિશયતાન એટલે તન્મયતા આવતી જાય છે. પશ્ચાત્ શુદ્ધ આત્મતત્ત્વમાં વિશેષ બહુમાન વધતાં, પ્રભુગુણના ધ્યાનમાં એટલે ચિંતનમાં તે ખેલવા લાગે છે અર્થાતુ ઉપયોગ બહાર જતો રોકાઈને શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિમાં લાગે છે.
આવી આત્માની ચઢતી દશા શ્રી જિનસેવનથી આપણે પામીએ. સાા ગુણ બહુ માન ગુલાલશું હો, લાલ ભયે ભવિ જીવ; લ૦
(૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
(રાગ ધમાય). જિન સેવનર્થે પાઈએ હો, શુદ્ધાતમ મકરંદ, લલના; તત્ત્વપ્રતીત વસંતઋતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત લલના; દુરમતિ રજની લધુ ભઈ હો, સદ્ધોધ દિવસ વદીત. લ૦ જિ૧
સંક્ષેપાર્થ:- શ્રી જિનેશ્વર દત્ત પ્રભુના સેવનથી એટલે એમની આજ્ઞા ઉપાસવાથી આપણે શુદ્ધ આત્માનો મકરંદ પામીએ અર્થાત્ શુદ્ધ આત્માનો ઉત્તમ સુવાસિત રસાસ્વાદ પામીએ.
હે લલના! જ્યારે આત્મતત્ત્વની પ્રતીતિરૂપ વસંતઋતુનો એટલે ફાગણ ચૈત્ર માસનો ઉદય થાય ત્યારે કુપ્રતીત એટલે અશ્રદ્ધાનરૂપ શિશિર અર્થાત્ શીતકાળનો સમય દૂર થાય છે; તથા દુરમતિ એટલે મિથ્યાત્વીની અંધકારવાળી રજની એટલે રાત્રિઓ પણ લઘુ ભઈ અર્થાત્ રાત્રિઓ નાની થાય છે, અને તેના