________________
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
૧૧૩
યું મેરે મન તું વસ્યો જી. ૧
સંક્ષેપાર્થ :— હે અનંતવીર્ય પ્રભુ! જેમ મધુકર એટલે ભ્રમરાનું મન માલતી પુષ્પમાં મોહ પામેલ છે, જેમ કુમુદ એટલે સફેદ કમળના ચિત્તમાં ચંદ્રમાનો વાસ છે, જેમ ગજ કહેતા હાથીને મન રેવા નદી એટલે નર્મદા નદી પ્રિય છે, કમળા કહેતા લક્ષ્મીનું મન ગોવિંદ એટલે વિષ્ણુમાં આસક્ત છે. તેમ હે જિણંદરાય ! મારા મનમાં પણ તું જ વસેલ છે. IIII
ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રે;જિ હંસા મન માનસરોવરુ રે, તિમ મુજ તુજશું નેહ રે. જિ યુ૨ સંક્ષેપાર્થ :– ચાતક પક્ષીના ચિત્તમાં મેહુલો કહેતા મેઘની હમેશાં ઇચ્છા રહે છે. કારણ કે એના ગળામાં સ્વાભાવિક એવું છિદ્ર હોવાથી તે વરસાદનું પાણી જે ઉપરથી વરસે છે તે સિવાય બીજું પાણી તે પી શકતું નથી. તથા જેમ પંથી એટલે મુસાફરના મનમાં ઘેર જવાની ઇચ્છા રહ્યા કરે છે, જેમ હંસ પક્ષીના મનમાં માન સરોવર પ્રિય છે; તેમ હે જિણંદરાય! મને આપના પ્રત્યે સ્નેહ હોવાથી મારું મન પણ હમેશાં આપનામાં રમે છે. III
જિમ નંદનવન ઇન્દ્રને રે, સીતાને વહાલો રામ રે; જિ ધરમીને મન સંવરુ રે, વ્યાપારી મન દામ રે. જિ યુ૩ સંક્ષેપાર્થ :– જેમ ઇન્દ્રને નંદનવન પ્રિય છે. સીતાને મન વહાલા શ્રીરામ છે, તેમ ધર્માત્મા એવા મુનિ કે શ્રાવકના મનમાં હમેશાં સંવર પ્રિય છે અર્થાત્ આવતા કર્મોને રોકવાની ઇચ્છા પ્રિય છે. તથા વ્યાપારીના મનમાં હમેશાં પૈસા કમાવવાની ભાવના રહે છે; તેમ હે જિણંદરાય ! મારા મનમાં હમેશાં તારો જ વાસ હો. II3II
અનંતવીર્ય ગુણ સાગરુ રે, ધાતકી ખંડ મોઝાર રે; જિ
પૂરવ અરધ નલિનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે. જિ યુજ સંક્ષેપાર્થ ઃ— શ્રી અનંતવીર્ય પ્રભુ ગુણના સાગર છે. તે ધાતકી ખંડના પૂર્વ અર્ધ ભાગમાં નલિનાવતી વિજયમાં આવેલ અયોધ્યા નગરીમાં જન્મેલા છે. છતાં હૈ જિણંદરાય ! તમે સદા મારા હૃદયમાં રહેલા છો. ॥૪॥
મેઘરાય મંગળાવતી રે, સુત, વિજયાવતી કંત રે; જિ
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
ગજ લંછન યોગીસરુ રે, હું સમરું મહામંત રે. જિ યુ૫ સંક્ષેપાર્થ :- હે જિણંદરાય! આપ રાજા મેઘરથ તથા માતા મંગળાવતીના પુત્ર છો તથા વિજયાવતીના કંથ છો. હાથી આપનું લંછન છે તથા આપ યોગીશ્વર છો. એવા આપ મહામંત કહેતા ચતુર્વિધ સંઘના નાથ હોવાથી હે જિણંદરાય ! હું આપનું સદા સ્મરણ કરું છું. ।।૫।।
૧૧૪
ચાહે ચતુર ચૂડામણિ રે, કવિતા અમૃતની કેળ રે; જિ વાચકયશ કહે સુખ દીઓ રે, મુજ તુજ ગુણ રંગરેલ રે. જિ યુ૬ સંક્ષેપાર્થ :– ચતુર પુરુષો બહુમૂલ્ય ચૂડામણિ રત્નને ઇચ્છે છે. કવિઓને મન કવિતા કરવી તે અમૃતની કેળ એટલે અમૃતમય કેળાના ઝાડ સમાન ભાસે છે. તેમ વાચક એટલે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મને આત્માનું અવ્યાબાધ સુખ બહુ પ્રિય છે. તે પ્રાપ્ત કરવા આપના ગુણોના રંગમાં સદા રંગાઈને તન્મય રહું એવી મારી અભિલાષા છે, તે પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ. માટે હે જિનોમાં રાજા સમાન પ્રભુ! આપ ગુણોના જ પિંડ હોવાથી સદા મારા મનમાં વાસ કરીને રહેલા છો. ૬
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(ભોળાશંભુએ દેશી)
મોરા સ્વામી ચંદ્રપ્રભ જિનરાય, વિનતડી અવધારિયે જીરેજી; મોરા સ્વામી તુમ્હે છો દીનદયાળ, ભવજલથી મુજ તારીએ. જી૧ સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રપ્રભ જિનરાજ અમારા સ્વામી છે, અમારા નાથ છે. માટે અમારી વિનંતિને અવધારો અર્થાત્ માન્ય કરો. હે પ્રભુ! આપ તો દીનદયાળ હોવાથી, મારા આત્મિક ગુણો પ્રગટાવી રાંક જેવા મને સંસારસમુદ્રથી તારો, જરૂર પાર ઉતારો. ।।૧।।
મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી; જી