________________
(૭) શ્રી શ્રીધર જિન સ્તવન
૧૭ અમૃતમય ચાંદની વરસાવીને સુખી કરે છે. તેમ પ્રભુ પણ દૂર રહ્યા છતાં તેમની કરુણામય અમૃતવૃષ્ટિથી મહમૂર કહેતા મહાન એવા આત્મિક સુખને પામીએ છીએ.
માટે જ એ પ્રભુ મને બહુ પ્યારા છે. કેમકે મારા ચિત્તની ત્રિવિધ તાપાગ્નિને બોધવડે ઠારનારા છે. //રા.
વાચક યશ કહે તિમ કરો રે, રહિયે જેમ હજૂર રે;
પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજૂર. એ૩
સંક્ષેપાર્થ – ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ! એવી ગોઠવણ કરી આપો કે જેથી ભાવવડે અમે જાણે આપની સેવામાં જ હાજરાહજૂર છીએ, અને સરસ એવા ખાર જેવી આપની મીઠી વાણીનું જ સદા આસ્વાદન કર્યા કરીએ છીએ એમ લાગે.
એ પ્રભુ મને ઘણા જ પ્યારા છે કેમકે જન્મ જરા મરણના દુઃખોને સર્વકાળને માટે હણી, શાશ્વત સુખ આપી મારા ચિત્તને ઠારનારા છે. સંસા
૧૦૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- જો મને આપની ભેટ થઈ હોત તો પ્રથમ આપને આ સંસારમાં રહેલા અનંત જીવોમાં હું ભવ્ય છું કે અભવ્ય છું, પરિત્ત એટલે અલ્પ સંસારી છું કે હજુ અનંતકાળ સુધી મારે સંસારમાં રહેવું પડશે એવો દીર્ઘ સંસારી છું. હું કૃષ્ણ પક્ષી છું કે શુક્લ પક્ષને ધારણ કરેલો છું. (જેને સંસારમાં છેલ્લું પુદ્ગલ પરાવર્તન વર્તી રહ્યું છે તેને શુક્લપક્ષી જાણવા અને જેને તેથી વિશેષકાળ સંસારમાં રહેવું થશે તેને કૃષ્ણપક્ષી જાણવા.) એક પુદ્ગલ પરાવર્તન એટલે એક અંતઃ કોટાકોટી સાગરોપમ.
વળી હે પ્રભુ! આરાધક થવાની શી રીત છે ? અને વિરાધક આપે કોને કહ્યાં, તે પણ આપને પૂછીને નિર્ધાર કરત; પણ મને આપનો પ્રત્યક્ષ ભેટો જ ન થયો, એ જ ખેદની વાત છે.
જે પ્રભુની આજ્ઞામાં વર્તે તેને આરાધક જાણવા. અને જે આજ્ઞાથી બહાર વર્તે તેને વિરાધક જાણવા. //રા
કિણ કાળે કારણ કે હવે મળે, થાશે મુજને હો સિદ્ધ; જિ. આતમતત્ત્વ રુચિ નિજ રિદ્ધિની, લહીશું સર્વ સમૃદ્ધિ, જિ. સે૩
સંક્ષેપાર્થ:- હે જિણંદજી ! કયા કાળમાં મારા આત્માના કલ્યાણ માટે કેવા કારણો મળશે કે જેથી મારા આત્માની સિદ્ધિ થશે.
તથા આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈને મારા આત્માની અનંત રિદ્ધિને પામવા હું ક્યારે પુરુષાર્થવંત થઈશ. જે આત્મરિદ્ધિમાં સર્વ પ્રકારની સમૃદ્ધિ સમાયેલી છે એવા આત્મતત્ત્વને હું ક્યારે પામીશ. ૩.
એક વચન જિન આગમનો લહી, નિપાવ્યાં નિજ કામ; જિ. એટલે આગમ કારણ સંપજે, ઢીલ થઈ કિમ આમ જિ. સે૦૪
સંક્ષેપાર્થ - જિનેશ્વર ભગવંતના બોધેલા આગમનું એક વચન લઈને પણ આરાધકોએ પોતાના આત્માની સિદ્ધિરૂપ કાર્ય નિપજાવ્યું છે.
જ્યારે મારા જેવાને આટલા બધા આગમ, કારણરૂપે વિદ્યમાન હોવા છતાં તે કેમ બૂઝતો નથી ? હે પ્રભુજી ! આ પ્રમાણે ઢીલ થવાનું કારણ શું? તે હું આપને પૂછત. પણ મને આપનો પ્રત્યક્ષ સમાગમ જ મળ્યો નહીં. એ જ મારા ભાગ્યની ખામી છે. જો
શ્રીધરજિન નામે બહુ નિસ્તર્યા, અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરિખો એટલે કારણ લહે, ન તરે કહો કિમ તેહ, જિ. સે.૫
(૭) શ્રી શ્રીઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
| (રક્રિયાની દેed) સમુખ મુખ પ્રભુને ન મળી શક્યો, તો શી વાત કહાય, જિણંદજી; નિજ પર વીતક વાત હો સહુ, પણ મને કિમ પતિત આય. જિ. સે૦૧
સંક્ષેપાર્થ:- હે શ્રીધર જિનેશ્વર પ્રભુ! આપને સમુખ એટલે આપની સન્મુખ મારા મુખે પ્રત્યક્ષ વાતચીત કરી શકું એવો અવસર જ મને પ્રાપ્ત ન થયો તો હે જિણંદજી! આપની સાથે હું કેવી રીતે વાત કરી શકું?
જો કે મારામાં અને પરમાં વીતેલી સર્વ વાતોને આપ જાણો છો. એમ કહેવાય છે, છતાં તે નિણંદજી! આપને પૂછ્યા વિના મને તે વિષે કેવી રીતે પ્રતીત આવે. [૧
ભવ્ય અભવ્ય પરિત્ત અનંત તો, કૃષ્ણ શુક્લ પક્ષ ધાર; જિ. આરાધક વિરાધક રીતનો, પૂછી કરત નિરધાર, જિ. સે-૨