________________
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
૧૦૯
સંક્ષેપાર્થ :— શ્રીધર જિન પરમાત્માનું નામ લેવાથી; અર્થાત્ આપના સ્વરૂપનું ધ્યાન કરવાથી પૂર્વે અલ્પ પ્રયત્ને ઘણા જીવો સંસારને પાર પામી ગયા. જેમકે શ્રી અષાઢાભૂતિ નટડીને ઘેર કર્મ ઉદયે રહ્યા છતાં પણ શ્રદ્ધાના બળે સંસારનો પાર પામી ગયા અથવા શ્રી ભરતેશ્વર આદિ જીવો પણ ઘરમાં રહી કેવળજ્ઞાનને પામ્યા.
જ્યારે મારા જેવો આટલા બધા તરવાના સાધનો સન્દેવગુરુધર્મ આદિ મળવા છતાં પણ તે કેમ તરતો નથી. હે જિણંદજી ! આપ મને સન્મુખ થયા હોત તો હું આપને આ પૂછી તેના ઉપાયો જાણત. ।।૫।।
કારણ જોગે સાધે તત્ત્વને, નવિ સમર્યો ઉપાદાન; જિ શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે, તેહનો કોણ નિદાન. જિ સેન્દ્
સંક્ષેપાર્થ :— કારણના યોગથી કાર્યની સિદ્ધિ થાય. સત્પુરુષની વીતરાગ મુદ્રા તથા તેમના વચનામૃત નિમિત્તરૂપે મને પ્રાપ્ત થયા છતાં ઉપાદાન કારણ સ્વરૂપ મારો આત્મા મને કેમ ન સમર્યો અર્થાત્ મારો આત્મા કેમ જાગૃત ન થયો!
હે શ્રી જિનરાજ ! તેનું નિદાન એટલે કારણ શું છે ? તે આપ કૃપા કરીને પ્રકાશો. પણ હે નાથ ! આપની મને ભેટ જ ન થઈ તો હું આપના દ્વારા તેનું શું કારણ છે તે કેવી રીતે જાણી શકું ?
જેમ ઘડો બનાવવા માટે ચાક ફેરવ્યા કરે, તથા દંડ વગે૨ે નિમિત્તકારણ પણ મેળવે, પણ ઉપાદાન સ્વરૂપ માટીને ચાક ઉપર ચઢાવી તેના ઘાટ ઘડે નહીં; તો કદી પણ ઘડો થાય નહીં. તેમ નિમિત્તસ્વરૂપ સદેવગુરધર્મની પ્રાપ્તિ હોવા છતાં તેમના ઉપદેશથી પોતાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની ચપળતાને રોકે નહીં તો હજી અનંતકાળ વ્યતીત થઈ જાય તો પણ આ જીવનું કલ્યાણ થાય નહીં.
આમ આપણા જીવને અનંતકાળના પરિભ્રમણમાં અનેકવાર આવા યોગ મળ્યા છતાં પોતાના દોષો જોઈ કાઢ્યાં નહીં, તેથી આપણા આત્માનું કલ્યાણ થયું નહીં; અર્થાત્ અનાદિકાળનો ભાવરોગ મટ્યો નહીં એમ શ્રી જ્ઞાનીપુરુષોનું કથન છે. કા
ભાવરોગના વૈદ્ય જિનેશ્વરુ, ભાવૌષધ તુજ ભક્તિ; જિ દેવચંદ્રને શ્રી અરિહંતનો, છે આધાર એ વ્યક્તિ. જિ સેન્ક
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :– એ અનાદિકાળના ભાવરોગને નષ્ટ કરવાના સાચા નિષ્ણાત વૈદ્ય શ્રી જિનેશ્વર પ્રભુ છે. અને તેમની આજ્ઞાએ પ્રવર્તવારૂપ પ્રભુની ભક્તિ તે જ આ ભાવરોગને નષ્ટ કરવાનો સાચો ઉપાય છે. એમ આપના આગમ વચનોથી આ વાત જાણી છે.
૧૧૦
માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારે તો આ શ્રી અરિહંત પ્રભુનો જ આધાર છે કે જે વડે અનાદિકાળના આ ભાવરોગને નષ્ટ કરી મારા આત્માની સિદ્ધિને પામું. IIII
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ચણાતી ચાકુંઢા ી માટે.....એ દેશી) અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનાવંત રે; મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧
સંક્ષેપાર્થ :– શ્રી અનંતવીર્ય જિનરાજને અંતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલ અનંતવીર્ય તે પરમ પવિત્ર છે. તે અનંતવીર્ય પોતાના આત્મભાવમાં પરિણમ્યું છે, અને આત્માના જ અનંત ગુણોની વર્તનામાં તે વીર્ય સહાયરૂપ છે. હે પ્રભુ ! અમારું મન પણ આપના ગુણોમાં મોહ પામ્યું છે. ૧
યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાધક ભાવ લહંત રે, મ૨ સંક્ષેપાર્થ :– નિશ્ચયનયે જોતાં, સર્વ જીવોમાં સત્તાપણે અનંતવીર્ય ગુણ વિદ્યમાન છે. છતાં તે અનંતવીર્ય કર્મોથી આવૃત એટલે ઢંકાયેલું છે, તથા ચલ એટલે ચંચળ છે. તેથી તે બાળવીર્ય આત્મગુણ પ્રગટવામાં બાધકભાવે પરિણમે છે. રા અલ્પવીર્ય ક્ષયોપશમ અછે, અવિભાગ વર્ગણા રૂપ રે;
ષગુણ એમ અસંખ્યથી, થાયે યોગસ્થાન સરૂપ રે, મ૩ સંક્ષેપાર્થ :– છદ્મસ્થ જીવને આત્મવીર્ય ક્ષયોપશમભાવે અલ્પ પણ હોય છે. તે અવિભાગી વર્ગણારૂપે છે. તેમાં ષદ્ગુણી હાનિ વૃદ્ધિ અસંખ્ય વાર