________________
૧૦૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ નથી. તે મુક્તિ પ્રાપ્ત થવાનો સાચો ઉપાય તો હે પ્રભુ! તમે જ છો. માટે ભક્ત આપને મોક્ષના દાયક એટલે દેવાવાળા તથા નાયક એટલે ચતુર્વિધ સંઘના નાથની ઉપમાઓ આપી છે તે સાવ સાચી કહેવાય છે. કા.
જપ તપ કિરિયા ફળ દીએ, તે તુમ ગુણ ધ્યાન નિમિત્ત હો; જિ. શ્રીનયવિજય વિબુધ તણા, સેવકને પરમ તું મિત્ત હો. જિ. શ્રી ૭
સંક્ષેપાર્થ:- જપ તપ વગેરે ક્રિયાઓ તે આપના ગુણના ધ્યાન નિમિત્તે મોક્ષરૂપ ફળની આપનારી થાય છે, અન્યથા થતી નથી. માટે હે જિર્ણોદા! પંડિત એવા શ્રી નયવિજયજીના શિષ્યને આપ તો પરમ મિત્ત એટલે મિત્રરૂપ છો. કારણ કે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.'—એમ શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે.
માટે હે જિર્ણોદા! કૃપા કરી અમને પણ મોક્ષફળના આપનાર થાઓ. શા
(૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
૧૦૫ પુરીમાં આપ વિચરી રહ્યા છો. આપ રાણી જયાવતીના નાહલો કહેતા નાથ છો તથા કીતિરાજાના મહાભાગ્યશાળી એવા પુત્ર છો. ||રા
હું પૂછું કહો તુમે કેણીપરે, દીઓ ભગતને મુગતિસંકેત હો; જિ. રુસો નહિ નિંદા કારણે, તુષો નહિ પૂજા હેત હો. જિ. શ્રી.૩
સંક્ષેપાર્થ:- હે ભગવંત! આપની કોઈ નિંદા કરે તો તેના ઉપર રોષ એટલે દ્વેષ કરતા નથી તથા કોઈ આપની પૂજા કરે તો તેના પ્રત્યે આપ તોષ એટલે રાગ કરતા નથી. તો હું આપને પૂછું છું કે આપ કઈ રીતે ભક્તને મુક્તિનો સંકેત અર્થાત્ મુક્તિનો માર્ગ બતાવતા હશો?
પૂર્વે ત્રીજા ભવે ‘સવિ જીવ કરું શાસન રસી” એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવેલ, તેના ફળસ્વરૂપ ઉદયાધીન આપની વાણી ખરે છે. અને તે ઉપદેશવડે ભવ્ય જીવોને મુક્તિનો માર્ગ મળે છે. આપ તો સદા રાગદ્વેષથી રહિત સંપૂર્ણ વીતરાગ જ છો. ilal
વિણ સમકિત ફળ કો નવિ લહે, એહ ગ્રંથે છે અવદાત હો; જિ. તો એ શાબાસી તુમને ચઢે, તુમ કહેવાઓ જગતાત હો જિશ્રી ૪
સંક્ષેપાર્થઃ- સમકિત વગર કોઈપણ ભવ્ય જીવ મોક્ષરૂપ ફળને પામી શકતા નથી. એમ શાસ્ત્રોમાં અવદાત એટલે કથન છે. ભવ્ય જીવોને સમકિત પ્રાપ્ત થવામાં આપ નિમિત્ત કારણ છો. માટે સમકિત પ્રાપ્ત કરાવવાની શાબાસી પણ આપને જ ઘટે છે. વળી આપ ત્રણેય લોકના શિષ્યને મુક્તિપુરીનું રાજ્ય આપનાર હોવાથી ત્રણેય લોકના તાત એટલે પિતા પણ કહેવાઓ છો. જા
હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભ હો; જિ. અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઈ થિરથંભ હો. જિ. શ્રીપ
સંક્ષેપાર્થ :- હે ભગવંત! હવે જાણ્યું કે ચિંતામણિ રત્ન અને સુરકુંભ મનવાંછિત વસ્તુને આપે છે. તથા જે થિરથંભ એટલે થાંભલાની જેમ સ્થિર થઈને અગ્નિની પાસે જે બેસે તેની શીત એટલે ટાઢનો પણ તે નાશ કરે છે. પા. જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હો; જિ. દાયક નાયક ઉપમા, ભક્ત એમ સાચ કહેવાય હો. જિ. શ્રી ૬
સંક્ષેપાર્થ:- જેમ ઉપરોક્ત ચિંતામણિ રત્ન કે સુરકુંભ નામની વસ્તુના સ્વભાવવડે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે પણ તે વડે મુક્તિ મળી શકતી
(૭) શ્રી સુપાઈ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(એ ગુરુ વાહો રે–એ દેશી) શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહનજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારો રે, મારા ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. ૧
સંક્ષેપાર્થ :- શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની વીતરાગ મુખમુદ્રાના દર્શન કરવાથી મારા મનને ઘણો આનંદ ઊપજે છે. પણ હે નાથ ! સ્નેહભરી મીઠી નજરથી આપ મારી સમક્ષ જાઓ તો હું સકળ પદ કહેતાં સર્વ પ્રકારની ઉત્તમ પદવીને પામી ગયો એમ માનીશ.
આ પ્રભુ મને ઘણા પ્યારા છે કેમકે વિષયકષાયથી બળતા મારા ચિત્તને શીતળતા આપનાર હોવાથી મોહનગારા છે અર્થાત્ મારા મનના મોહક છે. ||૧||
સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે;
તિમ પ્રભુ કરુણાવૃષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ૨ સંક્ષેપાર્થ :- ચંદ્ર આકાશમાં દૂર રહ્યો છતાં પણ આખા વિશ્વને