________________
૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન સ્થાપના કરવી તે ઠવણ એટલે સ્થાપના ધર્મ. તથા જે દ્રવ્યવડે ધર્મની સાધના થાય તે દ્રવ્ય ધર્મ. જે ક્ષેત્રમાં રહી ધર્મ સધાય તે ક્ષેત્ર ધર્મ. તથા જે કાળે ધર્મ આરાધીએ તે કાળ ધર્મ છે. આ બધા ઉપરોક્ત કારણો આત્માનો ભાવધર્મ એટલે શુદ્ધ સ્વભાવ પ્રગટવા માટે ભલા હેતુ એટલે કારણો છે. પણ જો એ સાધનો વડે આત્માની ભાવશુદ્ધિ ન થઈ તો એ સર્વ આળપંપાળ જેવા છે, અર્થાત્ સર્વ નિરર્થક છે. ll૮.
શ્રદ્ધા ભાસન હો તત્ત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હો જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ. સ્વા૦૯
સંક્ષેપાર્થ :- આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, તેનું ભાસન કહેતાં જ્ઞાન તથા તે આત્મતત્ત્વમાં રમણતારૂપ ચારિત્ર છે. તે ત્રણેયનું ઐક્ય કરી તેમાં તન્મયભાવ પ્રગટાવતાં તથા દેવોમાં ચંદ્રમાં સમાન એવા જિનવર પ્રભુના ચરણ કમળને સેવતાં, વસ્તુનો સ્વભાવ એટલે આત્માના જ્ઞાનદર્શનાદિ સર્વ ગુણો પ્રગટ થાય છે. .
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રિયસેના પિયુ પુન્યથી રે, તુમ સેવા મેં લદ્ધ ૨. મન-૨
સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના પૂર્વના અદ્ધભાગમાં વપ્રવિજયના વિજયાપુરીમાં ગુણના રસિક એવા આપ વિચરી રહ્યા છો. પ્રિયસેનાના આપ પતિ છો. અમારા મહાન પુણ્યથી આપની સેવા એટલે આજ્ઞા અમને લદ્ધ કહેતાં પ્રાપ્ત થઈ છે. જેથી આપ મારા મનમાં વસેલા છો. રા.
ચખવી સમકિત સુખડી રે, હેળવીઓ હું બાલ રે; ગુણ કેવળરત્ન લહ્યા વિના રે, ન તજજું ચરણ ત્રિકાળ રે. મન૩
સંક્ષેપાર્થ :- હે ગુણરસીયા! મને સમકિતરૂપી સુખડીનો આસ્વાદ ચખાડીને આપે મુજ બાળકને હેળવ્યો તો હે મનવસીયા ! હવે કેવળજ્ઞાનરૂપ રત્ન લીધા વિના હું ત્રિકાળમાં પણ આપના ચરણના શરણને છોડીશ નહીં. સા.
એકને લલચાવી રહો રે, એકને આપો રાજ રે; ગુણ એ તુમ કરવો કિમ ઘટે રે, પંક્તિ ભેદ જિનરાજ રે. મન૦૪
સંક્ષેપાર્થ :- હે સ્વયંપ્રભ સ્વામી ! આપ એકને તો મુક્તિપુરીનું રાજ્ય આપી દો છો અને એકને લલચાવીને કહો છો કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો તો મોક્ષ મળશે. પણ હું મનમાં વસેલ સર્વશક્તિમાન પ્રભુ ! એક જ પંક્તિમાં બેઠેલા મોક્ષના ઇચ્છુક એવા ભવ્ય જીવોમાં ભેદ રાખવો તે આપને કેમ યોગ્ય ગણાય? ||૪
કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ રે; ગુણ ભોજન વિણ ભાંજે નહીં રે, ભામણડે જિમ ભૂખ રે. મન૦૫
સંક્ષેપાર્થ:- હે ગુણના રસિક પ્રભુ! આપ પંક્તિભેદ રાખશો તો પણ આપની પાસેથી હું શિવસુખ લીધા વિના આપની કેડ એટલે શરણ છોડવાનો નથી. કેમકે ભામણડે એટલે ભાણા ઉપર બેસવા માત્રથી કંઈ ભોજનની ભૂખ ભાંજે નહીં અર્થાત્ ભાંગતી નથી. માટે હે મનવસીયા પ્રભુ! કેવળજ્ઞાન લીધા વિના હું આપનું શરણ છોડવાનો નથી. //પા.
આસંગાયત જે હશે રે, તે કહેશે સો વાર રે; ગુણ ભોળી ભગતે રીઝશે રે, સાહિબ પણ નિરધાર રે. મન૬
સંક્ષેપાર્થ :- હે ગુણ રસિક પ્રભુ! જે આપના આસંગાયત એટલે શરણાગત હશે તે તો સો વાર પણ ભક્તિવશ આપને ઠપકો આપશે તેમજ મારા
(૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાના વીશી
(દેશી પાયાની). સ્વામી સ્વયંપ્રભ સુંદર રે, મિત્રનૃપતિ કુળ હંસ રે ગુણરસી; માતા સુમંગળા જનમિયો રે, શશી લંછન સુપ્રશંસ રે મનવસીઆ. ૧
- સંક્ષેપાર્થ:- હે સ્વયંપ્રભ જિન સ્વામી ! આપની કાયા જગતમાં રહેલ શુભ પરમાણુઓથી ઘડાયેલ હોવાથી અત્યંત સુંદર છે, તેમજ આપ અંતરથી પણ સર્વશ્રેષ્ઠ આત્મિક ગુણો વડે ત્રણેયલોકમાં દેદીપ્યમાન છો. આપ આત્મિક ગુણોના રસિક હોવાથી મિત્ર નામના નૃપતિના કુળમાં હંસ સમાન છો. માતા સુમંગળાની કુક્ષીથી આપ જન્મ પામેલા છો. શશી એટલે ચંદ્રમા એ આપનું લંછન છે. આપ જગતમાં સર્વોત્કૃષ્ટ ગુણોને લઈને ખરેખર યથાર્થ રીતે પ્રશંસા પામી રહ્યા છો; અને અમારા મનમાં પણ આપ વસી ગયેલા છો. //પા.
વપ્ર વિજય વિજયાપુરી રે, ધાતકી પૂરવ અદ્ધ રે; ગુણ