________________
(૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન
(મોબનઠો હેઠાલો શિક્ષી ઠાશ થઇ ....એ દેશ0) સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુ ધર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવકૃપા કિરતાર, સ્વા૦૧
સંક્ષેપાર્થ :- શ્રી સ્વયંપ્રભ સ્વામીને હું ભામણે જાઉં અર્થાત્ તે પ્રભુ ઉપર મારા ભક્તિભર હૃદયે ન્યોછાવર થાઉં છું. પ્રભુની વીતરાગ મુદ્રાના દર્શન કરીને મારું મન હજારો વાર એટલે વારંવાર હર્ષ પામે છે. પ્રભુને આત્મવસ્તુનો ધર્મ એટલે સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થયો છે. સર્વ જીવોને મોક્ષે પહોંચાડવાના આપના ભાવ હોવાથી આપ ભાવકૃપાના કરનાર છો. //૧
દ્રવ્યધર્મ તે હો જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો, સાધન હેતુ ઉદાર, સ્વા૨
સંક્ષેપાર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોનો પરિહાર કરીને મન વચન કાયાના યોગને ભક્તિ સ્વાધ્યાયમાં જોડવા તે દ્રવ્યધર્મ છે, અને કેવળજ્ઞાનમય આત્માની શક્તિ એ સ્વભાવ છે; અને એ જ આત્માનો સુધર્મ એટલે ભાવધર્મ છે. તે ભાવધર્મ પ્રગટ કરવા માટે ઉદાર સાધનસ્વરૂપ તે દ્રવ્યધર્મનું વર્તન છે. //રા/
ઉપશમભાવ હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગુભાવ; પૂર્ણાવસ્થાને હો નિપજાવતો, સાધનધર્મ સ્વભાવ. સ્વા૩
સંક્ષેપાર્થ – હવે અશુભયોગની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરતાં, આત્માના શુદ્ધભાવસ્વરૂપ ઉપશમભાવ, મિશ્ર એટલે ક્ષયોપશમભાવ અથવા ક્ષાયિક સમ્યક્દર્શન, જે શુદ્ધ નિજગુણ છે તેનો પ્રભાવ થાય છે, અર્થાત્ પ્રગટે છે. તે સમ્યક્દર્શન ગુણ પ્રગટ થયે કેમે કરી તે પૂર્ણ અવસ્થા એટલે કેવળજ્ઞાનને પ્રગટાવે છે. કારણ કે સાધનસ્વરૂપ પ્રથમ આત્મધર્મનો સ્વભાવ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે માટે. Ila
સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ. સ્વા૦૪
સંક્ષેપાર્થ :- સમકિત એટલે સમ્યદર્શન ગુણથી માંડીને ઠેઠ શૈલેશીકરણ પર્યત એટલે ચૌદમાં ગુણસ્થાનક સુધી આત્માને અનુસરતો શુદ્ધ ભાવ હોય છે. ઉપાદાન એટલે આત્માની શુદ્ધતાના હેતુ - કારણો તે સંવર અને નિર્જરા છે. કર્મને રોકવારૂપ સંવર અને બંધાયેલા કર્મને છોડાવવારૂપ નિર્જરા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છે. આપણું સાધ્ય તે પરમાત્મસ્વરૂપ છે. તેને પામવા માટે આલંબનરૂપ એવા સંવર અને નિર્જરાને સમ્યગ્દર્શનવડે આરાધી, આવેલ દાવ એટલે અવસરનો લાભ લઈ લેવો, એ જ મનુષ્યભવની સાર્થકતા છે. ૪.
સકલ પ્રદેશ હો કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુપ. સ્વા૦૫ અચળ અબાધિત હો જે નિસંગતા, પરમાતમ ચિદ્રપ; આતમ ભોગી હો રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂ૫. સ્વા૦૬
સંક્ષેપાર્થ:- આત્માના સર્વ પ્રદેશ કમનો અભાવ થતાં આત્માનું પૂર્ણ આનંદસ્વરૂપ પ્રગટે છે. આત્માના સર્વ ગુણોની સંપૂર્ણ પ્રાપ્તિ થવી તે જ સિદ્ધ સ્વભાવ છે. તે અનુપમ છે, અર્થાત્ જેની ઉપમા કોઈપણ પદાર્થ સાથે આપી શકાય એમ નથી. /પા
તે સિદ્ધ અવસ્થા અચળ એટલે સ્થિર છે. અબાધિત છે અર્થાત્ તેમાં કોઈ કર્મની બાધા પીડા આવતી નથી. તથા તે નિઃસંગ છે અર્થાતુ તેમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નૌકર્મનો સંગ ન હોવાથી તે અસંગ સ્વરૂપ છે. પરમાત્માનું તેજ ચિદુરૂપ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ છે. એવા પરમાત્મા પોતાના શુદ્ધ આત્મગુણોના જ સદા ભોગી છે, તેમાં જ રમણતા કરનારા છે. એ સિદ્ધ પરમાત્માના શુદ્ધસ્વભાવની રમણતાનું સ્વરૂપ વર્ણવ્યું. liફા.
એહવો ધર્મ હો પ્રભુને નીપજો, ભાખ્યો તેહવો ધર્મ જે આદરતાં હો ભવિયણ શુચિ હવે, ત્રિવિધ વિદારી કર્મ. સ્વા૦૭
સંક્ષેપાર્થ – એવો આત્માનો શુદ્ધ ધર્મ પ્રભુને પ્રગટ થયો છે. અને તે જ ધર્મ પ્રભુએ જગતના જીવોના કલ્યાણ માટે ભાખ્યો છે અર્થાત્ ઉપદિશ્યો છે. તે શુદ્ધ આત્મધર્મને આદરતા એટલે જીવનમાં ઉતારતાં, ભવિયણ એટલે ભવ્ય જીવ કર્મમળ રહિત થઈ શુચિ એટલે પવિત્ર બને છે. તે કર્મમળ ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના છે. તે જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ તથા કર્મના ફળસ્વરૂપ શરીરાદિ નૌકર્મરૂપે છે. તેનું વિદારણ કરીને ભવ્યાત્મા પોતાની આત્મશુદ્ધિને પામે છે. શા.
નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાળ;
ભાવ ધર્મના હો હેતુપણે ભલા, ભાવ વિના સહુ આળ. સ્વા૦૮ સંક્ષેપાર્થ :- ધર્મ છે નામ જેનું તે નામ ધર્મ. કોઈ પદાર્થમાં ધર્મની