________________
ઈ
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પદ આપો; એ જ મારી અભિલાષા છે. રા.
ગજગ્રાસન ગલિત સંચી કરી, જીવે કીડીના વંશ હો; વાચક યશ કહે એમ ચિત્ત ધરી, દીજે નિજસુખ એક અંશ હો.
(૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન મનમાં વસેલ સાહેબ પણ ભક્તના ભોળાભાવ એટલે નિર્દોષભાવ જોઈને જરૂર પ્રસન્ન થશે, એવી મને પૂર્ણ ખાત્રી છે. કા.
સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે; ગુણ વાચક યશ કહે દીજીએ રે, વાંછિત સુખ નિર્વાણ રે. મન૦૭
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપ સર્વજ્ઞ છો માટે સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને સ્પષ્ટ રીતે જાણો છો છતાં હે ગુણ રસિક પ્રભુ! આપ ચતુર અને સુજાણ હોવાથી જીવોની યોગ્યતાનુસાર જેને જે ઘટિત હોય તેટલું જ માત્ર થોડું કહો છો.
વાચક એટલે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે મનમાં વસેલ પ્રભુ! મને મારું વાંછિત નિર્વાણ સુખ એટલે મોક્ષસુખ આપીને કૃતાર્થ કરો, એ જ મારી એક માત્ર અભિલાષા છે. IIણા.
સંક્ષેપાર્થ:- ગજગ્રાસન કહેતા હાથીનો કોળિયો, ગલિત કહેતા પૃથ્વી પર પડતા, તેનો સંચય કરીને કીડીઓના કેટલા વંશ જીવે છે. તેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! ઉપરોક્ત હાથીના ગ્રાસનું દ્રષ્ટાંત લક્ષમાં રાખી અમને પણ આત્માના અનંત સુખનો એક અંશ પણ લાયકભાવે આપો અર્થાતુ હવે ક્ષાયિક સમકિત આપો. જેથી અમે કેવળજ્ઞાનના શીધ્ર અધિકારી બનીએ. ઉપરોક્ત મારી વિનંતિને આપ જરૂર ધ્યાનમાં લેશો. ૩
() પuપ્રભ જિન સ્તવન શ્રી ચશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(આજ અજિ ભાવે કરી દેed) પાપ્રભ જિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો;
પાંતિ બેસારીઓ જો તુચ્છે, તો સફળ કરો આશ હો. ૫૦૧
સંક્ષેપાર્થ :- હે પહાપ્રભ જિનેશ્વર! આપનો સેવક એવો હું એક અરદાસ કહેતા વિનંતિ કરું છું તે આપ સાંભળો. આપે મને જિનશાસનના તત્ત્વોની શ્રદ્ધા કરાવી વ્યવહાર સમકિતરૂપ પાંતિ કહેતા પંક્તિમાં બેસાર્યો, તો હવે આત્મ અનુભવરૂપ સમકિત આપીને મારી આશ પુરી કરો. I/૧૫
જિનશાસન પાંતિ તેં ઠવી, મુજ આપ્યું સમકિત થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે, શિવમોદક પીરસે રસાળ હો. પ૦૨
સંક્ષેપાર્થ:- મારા હૃદયમાં જિનશાસનની શ્રદ્ધારૂપ પંક્તિની સ્થાપના કરીને આપે આત્મ અનુભવરૂપ સમકિતનો થાળ મને આપ્યો, તો હવે ભાણા ઉપર બેઠા બેઠા ભુખના દુ:ખરૂપ સંસારના ત્રિવિધ તાપોના દુઃખો કેમ ખમી શકાય અર્થાત્ કેમ સહન થઈ શકે. માટે હવે રસાળ એવો શિવમોદક કહેતા મોક્ષસુખરૂપ લાડુ મારા સમકિતરૂપી થાળમાં પીરસી, આત્માનું અજર અમર
(૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. જ૦૧
સંક્ષેપાર્થ:- હે અનંત કરુણા કરીને જગતના જીવોને તારનાર એવા જગતારક સર્વાનુભૂતિ પ્રભુ! હું આપની આગળ વિનંતિ કરું છું. તે વિનંતિને આપ અવધારો અર્થાત્ લક્ષમાં લ્યો.
આપના સ્વરૂપના દર્શન વગર અથવા સમ્યગ્દર્શન વગર હું દેહાદિમાં અહંભાવ મમત્વભાવ કરી જ્ઞાનાવરણાદિ આઠે કમોં બાંધી, તેના ફળમાં અનંત અપાર કાળ સુધી હું ચારગતિરૂપ સંસારમાં રઝળ્યો અને અનંત દુઃખ પામ્યો છું.
માટે હે જગતારક વિભો! આપ સમક્ષ આ સર્વ દુઃખથી મુક્ત થવા અર્થે વિનંતિ કરું છું. [૧]
સુહમ નિગોદ ભવે વસ્યો, પુગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે. ૪૦૨
સંક્ષેપાર્થ :- કઈ કઈ ગતિઓમાં કેવા પ્રકારના ભવ ધારણ કર્યાં તેનું વર્ણન નીચેની ગાથાઓથી હવે કરે છે :