________________
૧
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
સંક્ષેપાર્થ :- જ્યાં રવિ એટલે સૂર્ય પોતાના તેજ એટલે પ્રકાશથી જ્વાજલ્યમાન હોય ત્યાં અંધકાર કેવી રીતે રહી શકે ? તેમજ જ્યાં જંગલમાં કેસરી સિંહ ક્રીડા કરતો હોય ત્યાં ગજ એટલે હાથીનો પરિચાર અર્થાત્ ફરવાપણું હોય નહીં. ૩.
તિમ જો અમે મુજ મન રમો, તો નાસે દુરિત સંસાર હો, વચ્છવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હો. સા૦૪
સંક્ષેપાર્થ :- તેમ આપ જો મારા મનરૂપી મંદિરમાં રમતા રહો તો દુરિત એટલે દુષ્ટ ભયંકર એવો સંસાર મારાથી દૂર નાસી જાય, પાસે જ ન આવે.
જંબુદ્વીપમાં આવેલ પૂર્વ મહાવિદેહના વચ્છવિજયમાં સુસીમાપુરી નામની નગરી છે. ત્યાં આપના પિતાશ્રી રાજા સુગ્રીવ છે. તેમના મનને મલ્હાર એટલે આનંદ પમાડનાર આપ છો, એવા હે પ્રભુ! મને પણ આપ આનંદના આપનાર થાઓ. //૪
હરિણ લંછન એમ મેં સ્તવ્યો, મોહના રાણીનો કંત હો; વિજયાનંદન મુજ દીઓ, યશ કહે સુખ અનંત હો. સાપ
સંક્ષેપાર્થ :- હરણ છે લંછન જેમનું, તથા મોહના રાણીના જે કંત છે તથા વિજયમાતાના પ્યારા નંદન એટલે પુત્ર છે એવા પ્રભુની, શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં ભાવભક્તિપૂર્વક સ્તવના કરી છે. હે પ્રભુ! હવે મને આત્માના શાશ્વત, અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવો. જેથી હું જન્મ જરા મરણના અનંતદુ:ખથી સર્વકાળને માટે મુક્ત થઈ જાઉં. એ જ મારી આપને ભક્તિપૂર્વક વિનંતિ છે. આપા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરીક્ષા કરીને જાચો રે કહેતા તપાસ કરીને તે હીરાને મારી પ્રીતિરૂપી મુદ્રિકા એટલે વીંટીમાં જોડી દીધો છે. તેથી જાણે મેં તો કોટિ એટલે કરોડો કંચન એટલે સુવર્ણની મ્હોરો મેળવી લીધી હોય તેવો આનંદ ઊપજે છે. [૧]
જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તિણે તો જાણયું ફોકટ વાધીરે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહોરે, મણુએ જન્મનો તેહ જ લાહો રે. ૨
સંક્ષેપાર્થ:- તેથી અનુભવવડે કહું છું કે જેણે ચતુર એવા જ્ઞાની પુરુષ સાથે ગોષ્ઠી કહેતા મિત્રતા બાંધી નહીં, તેણે જગતમાં ફોગટ જ ઉમર વાધી કહેતા વધારીને જીવન નિરર્થક કર્યું છે.
પણ સમ્યગુણોથી યુક્ત એવા પ્રભુ સાથે મળીને જીવનમાં કલ્યાણ કરવા માટેનો ઉચ્છાહો કહેતા ઉત્સાહ જેણે વધાર્યો, તેણે જ મનુષ્ય જન્મ પ્રાપ્તિનો લાહો કહેતા લાભ લીધો અર્થાત્ તેણે જ મનુષ્યજન્મ સફળ કરવાની કલા જાણી જીવન ધન્ય કર્યું. સુરા સુગુણ શિરોમણિ સંભવસ્વામી રે, નેહ નિવાહ ધુરંધર પામી રે; વાચક યશ કહે મુજ દિન વળિયો રે, મનહ મનોરથ સઘળો ફળિયો રે.૩
સંક્ષેપાર્થ:- તે સુગુણમાં શિરોમણિ કોણ છે ? તો કે શ્રી સંભવનાથ સ્વામી. તેમની સાથે નેહ કહેતા સ્નેહનો ધુરંધર કહેતા ઉત્તમ રીતે નિર્વાહ કરીને અર્થાત્ ભક્તિપૂર્વક તેમની આજ્ઞાને ઉપાસી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મારો દિન વળિયો અર્થાતુ સફળ થઈ ગયો અને મનના સઘળા મનોરથ ફળીભૂત થઈ ગયા. મોક્ષના બીજસ્વરૂપ સમ્યગ્દર્શન પામી જીવન ધન્ય બની ગયું. lla
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી સેનાનંદન સાહિબ સાચો રે, પરિપરિ પરખ્યો હીરો જાચો રે; પ્રીતિ મુદ્રિકા તેહશું જોડી રે, જાણું મેં લહી કંચન કોડી રે. ૧
સંક્ષેપાર્થ:- સેનાદેવીમાતાના નંદન શ્રી સંભવનાથ સાહિબ તે સાચા બહુમૂલ્ય કિંમતી હીરા જેવા છે. તેને મેં પરિપરિ કહેતા વારંવાર પરખ્યો કહેતા
(૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
(eીતજિન શહેજાની- દેશી) ગુણઆગર સાગર સ્વામી, મુનિ ભાવ જીવન નિઃકામી; ગુણકરણે કર્ણ પ્રયોગી, પ્રાભાવી સત્તા ભોગી, સુહંકર ભવ્ય એ જિન ગાવો, જિમ પૂરણ પદવી પાવો. સુ૧