________________
(૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન
૩૩
સંક્ષેપાર્થ ઃ— હે અનંત ગુણના સાગર કહેતાં ઘરરૂપ શ્રી સાગર સ્વામી ! આપ તો મુનિ ભગવંતોનું મુનિપણું ટકાવવા માટે ભાવ જીવન સ્વરૂપ છો. તથા સર્વ પરદ્રવ્યોની કામનાથી રહિત હોવાથી નિષ્કામી છો.
હે પ્રભુ! ગુણકરણે કહેતાં આપના જ્ઞાનદર્શનાદિ અનંતગુણો તે ક પ્રયોગી અર્થાત્ વિના પ્રયત્ને, પ્રતિ સમયે તે સ્વસ્વકાર્યપણે પ્રવૃત્તિ રહ્યાં છે. તે ગુણોની પ્રાભાવી એટલે પ્રગટ થયેલી સત્તા કહેતા શક્તિના જ આપ ભોગી
છો.
માટે હે ભવ્ય જીવો! સુહંકર એટલે સુખના કરવાવાળા એવા પરમ આત્મસમાધિ પ્રગટાવનાર શ્રી જિનેશ્વર પ્રભુના તમે ગુણ ગાઓ. જેથી તમે પણ આનંદથી પરિપૂર્ણ એવી મોક્ષપદવીને પામો. ।।૧।।
સામાન્ય સ્વભાવ સ્વપરના, દ્રવ્યાદિ ચતુષ્ટય ઘ૨ના;
દેખે દર્શન રચનાયે, નિજ વીર્ય અનંત સહાય. સુ૨ સંક્ષેપાર્થ :— હવે પ્રભુના દર્શન ગુણનું માહાત્મ્ય કહે છે :
સ્વ કે પરદ્રવ્યના સામાન્ય સ્વભાવ તો અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુત્વ છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચતુષ્ટય તે સ્વદ્રવ્યમાં જ પરિણમે છે માટે તે ઘરરૂપ છે. તેને આપ, અનંત દર્શન ગુણ પ્રગટ થવાથી, સર્વ રચનાને પ્રગટપણે સર્વ સમયે પરિપૂર્ણ જોઈ રહ્યાં છો. અને તે જોવામાં આપનો પ્રગટેલ અનંત વીર્યગુણ પણ સહાયરૂપ છે.
એવા સુખના કરનાર પ્રભુની હે ભવ્યો ! તમે ભાવભક્તિસહિત સ્તવના કરો, જેથી તમે પણ તેમના જેવી ઉત્તમ શાશ્વત સુખમય પદવીને પામો. ।।૨।।
તેહને તે જાણે નાણ, એ ધર્મ વિશેષ પઠાણ;
સાવયવી કારજ શક્ત, અવિભાગી પર્યાય વ્યક્ત. સુ૩ સંક્ષેપાર્થ :— હવે પ્રભુના અનંત જ્ઞાનગુણનું માહાત્મ્ય દર્શાવે છે ઃસર્વ સ્વ કે પરદ્રવ્યના સામાન્ય કે વિશેષ સ્વભાવ જાણવા માટે પહાણ એટલે પ્રધાન એવો આપનો કેવળજ્ઞાનરૂપ ધર્મ એટલે સ્વભાવ પ્રગટ થયેલ છે, તેથી આપ સર્વ જાણો છો.
સાવયવી એટલે આત્મામાં જ રહેલી એવી અનંતજ્ઞાનશક્તિ પ્રગટ થવાથી અવિભાગી એટલે જેનો વિભાગ ન થઈ શકે એવા સમયે સમયે પરિવર્તન પામતા અનંત પર્યાયોને પણ આપ વ્યક્તપણે એટલે પ્રગટપણે સંપૂર્ણરીતે જાણો 9.11311
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે કારણ કારજ ભાવે, વરતે પર્યાય પ્રભાવે; પ્રતિસમયે વ્યય ઉત્પાદિ, જ્ઞેયાદિક અનુગતે સાદિ. સુ૪ સંક્ષેપાર્થ :– હવે પર્યાયોના પ્રવર્તન વિષે જણાવે છે ઃ—
જે કારણ છે તેજ કાર્યભાવે પરિણમે છે. તે પરિણમન, સમયે સમયે પરિવર્તન પામતાં પર્યાયોના જ પ્રભાવે છે અર્થાત્ આધારે છે. તે પર્યાયોમાં પ્રતિસમયે વ્યય અને ઉત્પાદ થયા કરે છે. તેમાં કારણરૂપે પૂર્વ પર્યાયનો વ્યય અને કાર્યરૂપે નવીન પર્યાયનો જન્મ થાય છે. અને પદાર્થ સદૈવ ધ્રુવપણે જ રહે છે. પ્રતિસમયે નવીન પર્યાયનો જન્મ થવાથી, નવા જ્ઞેયપર્યાયની અપેક્ષાએ તે પર્યાયની સાદિ એટલે આદિ સહિત પણ કહેવાય છે. II૪।।
૭૪
અવિભાગી પર્યાય જેહ, સમવાયી કાર્યના ગેહ;
જે નિત્ય ત્રિકાળી અનંત, તસુ જ્ઞાયક જ્ઞાન મહંત. સુપ સંક્ષેપાર્થ ઃ— ફરી પર્યાય સંબંધી વિશેષ જણાવે છે ઃઆત્માના પ્રતિ પ્રદેશે જે અવિભાગી પર્યાય રહેલા છે તે આત્માથી સમવાય સંબંધે છે અર્થાત્ સંયોગ સંબંધે છે. તેમજ અનાદિથી તે પર્યાયો થયા કરે છે, માટે તે પર્યાયોનો સંયોગ, કાર્ય કરવાના ગેહ એટલે ઘરરૂપ છે. અર્થાત્ તે પર્યાયોને લઈને સમયે સમયે પરિવર્તનરૂપ કાર્ય થયા કરે છે.
તે અવિભાગી પર્યાયો નિત્ય છે, ત્રિકાળી એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાલમાં થયા કરે છે, અને અનંત છે અર્થાત્ ત્રણે કાળમાં તેનો કદી નાશ નથી. તેમાંથી એક પણ પર્યાય કોઈ કાળે વધે કે ઘટે નહીં તેથી અક્ષય છે. તે સર્વ પર્યાયોને કેવળજ્ઞાનમાં જાણવાનો જ્ઞાયક ભાવ મહંત એટલે મહાન શક્તિરૂપે રહેલો છે.
તે કેવળજ્ઞાનમય શક્તિ મારા પ્રભુજીને સંપૂર્ણપણે પ્રગટ છે. તેથી હે ભવ્યો ! એવા પ્રભુજીના ગુણોને તમે ભાવભક્તિ સહિત ગાવો કે જેથી તમે પણ સુખશાંતિસ્વરૂપ એવા આત્મપદને જરૂર પામો. ।।૫।।
જે નિત્ય અનિત્ય સ્વભાવ, તે દેખે દર્શન ભાવ; સામાન્ય વિશેષના પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ. સુ૦૬
સંક્ષેપાર્થ :– પ્રત્યેક વસ્તુમાં નિત્ય અનિત્ય સ્વભાવ રહેલા છે. તે સ્યાદ્વાદથી જણાય છે. તેને પ્રભુ પોતાના અનંત દર્શન ગુણે કરી સર્વ પ્રકારે દેખે છે. પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ ગુણના પિંડ સ્વરૂપે છે. તથા પ્રત્યેક