________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જહાજ સમાન છે. ૧૦ના
પરમાતમ પરમેસરુ, ભાવદયા દાતાર, પ્રહ
સેવો થાવો એહને, દેવચંદ્ર સુખકાર. પ્રબા૧૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપ જ પરમાત્મા છો અને આપ જ પરમેશ્વર અર્થાત્ સર્વ આત્મઐશ્વર્યથી યુક્ત છો. આપના ભાવમાં અનંત દયા ભરેલી હોવાથી તેના દાતાર છો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે તમે એવા પ્રભુને જ સેવા અર્થાત્ એમની આજ્ઞા ઉપાસો તથા એમનું જ ધ્યાન ધરો કે જેથી સુખકાર એટલે સુખને કરવાવાળા એવા પ્રભુ તમને આત્મસમૃદ્ધિ આપે. I/૧૧ના
(૩) શ્રી બાહુ જિન સ્તવન અહિંસક છો. એ દ્રવ્ય અપેક્ષાએ અહિંસકતા છે. કા
ક્ષેત્રે સર્વ પ્રદેશમેં, નહીં પરભાવ પ્રસંગ. પ્ર.
અતનુ અયોગી ભાવથી, અવગાહના અભંગ. પ્ર. બા-૭,
સંક્ષેપાર્થ :- હે પ્રભુ ! આત્માના અસંખ્યાત પ્રદેશ એ જ આપનું ક્ષેત્ર છે. તે ક્ષેત્ર સંપૂર્ણ કર્મકલંકથી રહિત થવાથી ત્યાં હવે રાગાદિ પરભાવનો પ્રસંગ નથી. આપને તન એટલે શરીર હોવા છતાં પણ આપ અતનુ અર્થાત્ દેહ હોવા છતાં દેહાતીત છો. મન વચન કાયાના યોગ હોવા છતાં પણ શુદ્ધ સ્વભાવમાં રહેવાથી અયોગી છો. તથા આપના આત્માના પ્રદેશોની અવગાહના અભંગ છે. અર્થાતુ તેમાં કદી પણ ભંગ એટલે વિભાગ પડનાર નથી. આ ક્ષેત્ર અપેક્ષાએ આપની અહિંસકતા છે. શા.
ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય, પ્રવ
છેદન યોજનતા નહીં, વસ્તુ સ્વભાવ સમાય. . બા૦૮
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપનું સહજ શુદ્ધપણે, ઉત્પાદ, વ્યય, ધ્રુવ સ્વરૂપે પરિણમન થયા કરે છે; જ્યારે સંસારી જીવને અશુદ્ધપણે ઉત્પાદ વ્યય ધ્રુવ પરિણમે છે. આપની સ્વભાવ પરિણતિનો કદી છેદ થવાનો નથી. અને વિભાવભાવનું કદી યોજન એટલે જોડાણ થવાનું નથી. પણ શુદ્ધ આત્મવસ્તુ સર્વકાળ સ્વભાવમાં જ સમાઈને રહેશે. તે કાળ અપેક્ષાએ અહિંસકતા છે. દા.
ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ, પ્રવ નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ. પ્ર બાહુ
સંક્ષેપાર્થ:- આપના હે પ્રભુ! અનંત ગુણ અને પર્યાય, સર્વ પોતપોતાની શુદ્ધ પરિણતિમાં જ પરિણમે છે. તથા કર્તા, કર્મ કરણાદિ કારકનું ચક્ર પણ શુદ્ધપણે સદા પ્રવર્તે છે, તે આત્મધર્મને કોઈ વિરોધરૂપ થતા નથી. માટે આપ સદા ભાવ અપેક્ષાએ અહિંસક જ છો. ૯ll
એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ, પ્ર. રક્ષક નિજપરજીવનો, તારણતરણ જિહાજ, પ્ર. બા-૧૦.
સંક્ષેપાર્થ :- એમ સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પરમ અહિંસકતાવાળા એવા જિનરાજને મેં દીઠા. જે નિજ કે પરજીવોની સંસારના દુ:ખોથી રક્ષા કરનાર છે. તે પોતે તરે અને બીજાને પણ તારે એવા તરણતારણ
(૩) શ્રી બાહુ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી
| (દેeી નાઇલની) સાહિબ બાહુ જિણેસર વીનવું, વિનતડી અવધાર હો;
ભવભયથી હું ઉભગ્યો, હવે ભવ પાર ઉતાર હો. સા૦૧
સંક્ષેપાર્થ:- હે શ્રી બાહુ જિન સાહિબા ! હું આપને એક વિનંતિ કરું છું. તે મારી વિનંતિને આપ જરૂર ધ્યાનમાં લેજો. તે શું છે ? તો કે હું ભવભયથી એટલે ચારગતિરૂપ સંસારના દુઃખોથી ઉભગ્યો છું, અર્થાત્ ઉદ્વેગ પામ્યો છું, વૈરાગ્ય પામ્યો છું. માટે હે ભગવંત તે અપાર ભવસાગરના દુઃખોથી મને આપ જરૂર પાર ઉતારો. હે શ્રી બાહુ જિનેશ્વર ! એ જ મારી આપને વિનંતિ છે. તેના
તુમ સરિખા મુજ શિર છd, કરમ કરે કિમ જોર હો; ભુજંગતણો ભય તિહાં નહીં, જિહાં વનમાં વિચરે મોર હો. સા.૨
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના જેવા સમર્થ પુરુષ મારા માથા ઉપર હોવાથી અર્થાત્ આપનું મને શરણ હોવાથી ક્રૂર એવા કર્મો કેવી રીતે જોર કરી શકે. જેમકે જે વનમાં મોર વિચરતા હોય ત્યાં ભુજંગ એટલે સર્પોનો ભય હોઈ શકે નહીં, તેમ. રા.
જિહાં રવિ તેજે ઝળહળે, તિહાં કિમ રહે અંધકાર હો; કેસરી જિહાં કીડા કરે, તિહાં નહિ ગજ પરિચાર હો. સા૩