________________
૩૩
પ્રાતઃકાળની સ્તુતિ અખંડા-અખંડ રીતે. અર્થ-સંકલના
હે વીતરાગ પ્રભુ! હે જગદ્ગુરુ! તમે જયવંત વર્તો. હે ભગવન્! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને ઇષ્ટ ફળની સિદ્ધિ થાઓ (જેથી હું ધર્મનું આરાધન સરળતાથી કરી શકું.) ૧
હે પ્રભુ (મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી) મારું મન લોક-નિન્દા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતા પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદ્ગુરુનો યોગ સાંપડજો, તથા તેમનાં વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થજો. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો. ૨
વારિઇ જઇ વિ નિયાણબંધણં વીયરાય! તુહ સમયે; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાë. ૩ દુખ-ખઓ કમ-ખઓ,સમાહિમરણં ચ બોહિલાભો અ;
સંપwઉ મહ એએ, તુહ નાહ પણામ કરણેણં. ૪ શબ્દાર્થ
વારિજ્જઈ–વાર્યું છે. જઈ વિ—જો કે, નિયાણ-અંધણં–નિયાણું બાંધવું તે. સમય–શાસ્ત્રમાં. તહ વિ–તો પણ. મમ મને. હુક્સ-હોજો. સેવા-ભક્તિ, ઉપાસના. ભવે ભવે-જન્મ જન્માંતરને વિષે. તુમ્હતમારાં. ચલણાશંચરણોની, પગોની. દુખ-ખ-દુઃખનો નાશ. કમ્મ-ખમો-કર્મનો નાશ. સમાહિ-મરણં—સમાધિ-મરણ, શાન્તિપૂર્વકનું મૃત્યુ. ચ-અને બોહિ-લાભોબોધિ-લાભ, સમ્યકત્વની પ્રાપ્તિ. અ-અને. સંપજઉ–પ્રાપ્ત થજો. મહમને એએ-એ. તુહતમને. નાહ !–હે નાથ ! પણામ કરણેણં–પ્રણામ કરવાથી. અર્થ-સંકલના
હે વીતરાગ! તમારાં પ્રવચનમાં જો કે નિયાણું બાંધવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઇચ્છા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણોની ઉપાસના કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. ૩
હે નાથ !તમને પ્રણામ કરવાથી દુ:ખનો નાશ થાય, કર્મનો નાશ થાય, સમ્યકત્વ સાંપડે અને શાંતિપૂર્વક મૃત્યુ થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજો. ૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સર્વ મંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણં; - પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનં. ૫ શબ્દાર્થ
| સર્વ-મંગલ-માંગલ્ય સર્વ મંગલોનાં મંગલરૂપ સર્વ-કલ્યાણ-કારણમ્ - સર્વ કલ્યાણોના કારણરૂપ. પ્રધાનમુ-શ્રેષ્ઠ, સર્વ-ધર્માણામ-સર્વ ધર્મોમાં. જૈન-જૈન. જયતિ-જય પામે છે, જયવંત વર્તે છે. શાસન-શાસન. અર્થ-સંકલના
સર્વ મંગલોનાં મંગલરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન જયવંત વર્તે છે. ૫
શ્રી અરિહંત ચેઇયાણં સૂત્ર અરિહંત ચેઇયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧ વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિવસગવત્તિયાએ, ૨ સદ્ધાએ, મેહાએ, દિઇએ, ધારણાએ, અણુપેહાએ,
વઠ્ઠમાણીએ, કામિ કાઉસ્સગ્ન. ૩ શબ્દાર્થ
અરિહંત-ચેઈયાણં–અહંતુ-ચૈત્યો. ચૈત્યો-બિંબ, મૂર્તિ કે પ્રતિમા. કરેમિ-કરું છું, કરવાને ઇચ્છું છું. કાઉસ્સગ્ગ-કાયોત્સર્ગ. વંદણવત્તિયાએ-વંદનનાં નિમિત્તે. વંદનનું નિમિત્ત લઈને. પૂઅણ-વત્તિયાએ-પૂજનનાં નિમિત્તે, પૂજનનું નિમિત્ત લઈને. સકાર-વત્તિયાએ સત્કારના નિમિત્તે, સત્કારનું નિમિત્ત લઈને. સમ્માણ-વત્તિયાએ-સન્માનનાં નિમિત્તે, સન્માનનું નિમિત્ત લઈને. બોટિલાભ-વત્તિયાએ–બોધિલાભનાં નિમિત્તે, બોધિલાભનું નિમિત્ત લઈને, નિરુવસગ્ન-વત્તિયાએ-મોક્ષના નિમિત્તે, મોક્ષનું નિમિત્ત લઈને. સદ્ધાએ શ્રદ્ધા વડે, પોતાની ઇચ્છા વડે. મેહાએ મેધાવડે, સમજણ વડે. પિઈએ-વૃતિ વડે, ચિત્તની સ્વસ્થતા વડે. ધારણાએ–ધારણા વડે. ધ્યેયને યાદ રાખવા વડે, અણુપેહાએ-અનુપ્રેક્ષા વડે, વારંવાર ચિંતન કરવા વડે, વડું ઢમાણીએ-વૃદ્ધિ પામતી, વધતી જતી. હામિ કાઉસ્સગ્ગ–કાયોત્સર્ગ કરું છું. અર્થ-સંકલના
અહંતુ પ્રતિમાઓના આલંબન વડે કાયોત્સર્ગ કરવા ઇચ્છું છું. વંદનનું