________________
પ્રાતઃકાળની સ્તુતિ
૩૫ નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિના લાભનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને વધતી જતી ઇચ્છા વડે, વધતી જતી સમજણ વડે, વધતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું.
શ્રી અન્નત્ય ઊસસિએણે સૂત્ર અન્નત્ય ઊસસિએણે નીસસિએણે ખાસિએ, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ દિલ્ફિસંચાલેહિં. ૨. એવમાઇએહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગો. ૩ જાવ અરિહંતાણં, ભગવંતાણે, નમુક્કારેણં ન પારેમિ ૪
તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ. ૫ (પછી એક નવકારનો કાઉસગ્ગ કરી “નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય' કહી સ્તુતિ બોલવી.)
જીલ્લામતિ કલ્યાણકંદં પઢમં જિર્ણિદં, સંર્તિ તઓ નેમિજિલ્શ મુર્ણિદં;
પાસે પયાસં સુગુણિwઠાણ, ભત્તિ વંદે સિરિષદ્ધમાણે. ૧ શબ્દાર્થ
કલ્યાણ-કંદ-કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળને, કલ્યાણનાં કારણને. પઢમંપહેલા, આદિ, જિર્દિ–જિનેન્દ્રને. સંતિ–શ્રી શાન્તિનાથને, તઓ-ત્યાર પછી. નેમિજિગં–નેમિજનને, શ્રી નેમિનાથને. મુણિદં–મુનિઓમાં શ્રેષ્ઠ, પાસ–શ્રી પાર્શ્વનાથને. પયાસં—પ્રકાશ સ્વરૂપ. સુગુણિક-ઠાણ-સદ્ગુણનાં એક સ્થાનરૂપ, બધા સગુણો જ્યાં એકત્ર થયા છે તેવા. ભત્તિઈ–ભક્તિથી. વંદે–વંદુ છું. સિરિવદ્ધમાણં શ્રી વર્ધમાનને, શ્રી મહાવીર સ્વામીને.. અર્થ-સંકલના
કલ્યાણનાં કારણરૂપ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને, શ્રી શાન્તિનાથને, ત્યારપછી મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશ સ્વરૂપ તથા સર્વ સદ્
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગુણોનાં સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા શ્રી મહાવીર સ્વામીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. ૧ -પ્રતિક્રમણ સૂત્ર
વંદન તથા પ્રણિપાતસ્તુતિ “અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો!અહો !ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. ટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યોઆપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ ધર્મ (માર્ગ) આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ભકિતના છંદો
(૧) સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકુપ, અખિલ અનુપમ બહુનામી,