________________
પ્રાતઃકાળની સ્તુતિ વિસામ–ઉપશમનને. અર્થ-સંકલના
[શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત] વિસહર-ફુલિંગ નામનો મંત્ર જે મનુષ્ય કંઠને વિષે ધારણ કરે છે, તેમના દુષ્ટ ગ્રહો, મહારોગો, મારણ-પ્રયોગો કે મરકી વગેરે ઉત્પાતો અને દુષ્ટવરો શાન્ત થઈ જાય છે. ૨
ચિટ્ટક દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઇ;
નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચં. ૩ શબ્દાર્થ
ચિટ્ટઉ–રહો. દુરે-છેટે. મંતો-(એ) મંત્ર. તુજઝ-તમને કરેલો. પણામો–પ્રણામ-નમસ્કાર વિ–પણ. બહુફલો–બહુ ફળ આપનારો હોઈ–થાય છે. નર-તિરિએસ-મનુષ્ય ગતિ) અને તિર્યંચ ગતિમાં. વિ–પણ. જીવાઆત્માઓ. પાવંતિ પામે છે. ન–નહિ. દુઃખ-દોગચં-દુ:ખ તથા દુર્દશાને. અર્થ-સંકલના
એ મંત્ર તો બાજુએ રહો. હે પાર્શ્વનાથ! તમને કરેલો પ્રણામ પણ બહુ ફળ આપનારો થાય છે. તેનાથી મનુષ્ય અને તિર્યંચ-ગતિમાં રહેલા જીવો કોઈ પણ પ્રકારનું દુઃખ કે દુર્દશા અનુભવતા નથી. ૩
તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ કણ્ડપાયવભૂહિએ; પાવંતિ અવિષેણ, જીવા અયરામર ઠાણ. ૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તા દેવ! દિ% બોહિં, ભવે ભવે પાસજિણચંદ! ૫ શબ્દાર્થ
ઇઅ-આ પ્રમાણે. સંયુઓ-સ્તવાયેલા. મહાયસ!–હે મહાયશસ્વી હે મહાકીર્તિવાળા ! પુરિસાદાણી. ભત્તિ-ભરનિભરેણ-ભક્તિથી ભરપૂર. ભરસમૂહ. નિર્ભર-ભરેલું હિઅએણ-હૃદયવડે, અંતઃકરણથી. તા-તેથી. દેવ-હે દેવ ! દિ%-આપો. બોટિં–બોધિ, સમ્યક્ત્વ. ભવે ભવે–ભવોભવને વિષે, પ્રત્યેક ભવમાં. પાસ-જિણચંદ!–હે પાર્શ્વજિનચંદ્ર ! જિનેશ્વરોમાં ચન્દ્રસમાન છે પાર્શ્વનાથ! અર્થ-સંકલના
મેં આ પ્રમાણે ભક્તિથી ભરપૂર હૈયાવડે તમને સ્તવ્યા છે, તેથી હે દેવી!હે મહાયશ! હે પાર્શ્વજિનચંદ્ર ! મને ભવોભવમાં તમારું બોધિ-સમ્યકત્વ આપો. ૫
(પછી અગાસ આશ્રમમાં રોજ એક ભક્તિનો છંદ તથા તીર્થંકર ભગવાનના ચાર-ચાર સ્તવનો અનુક્રમે બોલાય છે.)
શ્રી જયવીયરાય સૂત્ર જય વપરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં; ભવનિઘેઓ મગ્ગા-છુસારિઆ ઇટ્ટફલસિદ્ધિ. ૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણં ચ;
સુહગુરુજોગો તવયણ-સેવણા આભવમખંડા. ૨ શબ્દાર્થ–
જય–તમે જયવંત વર્તો. વીયરાય!–હે વીતરાગ પ્રભુ! જગ-ગુરુ!–હે જગદ્ગુરુ! હોઉ–હો. મમ-મને. તુહ-તમારા. પભાવ-પ્રભાવથી, સામર્થ્યથી. ભયવં!–હે ભગવનું ભવ-નિવ્વઓ-સંસારથી પરથી વૈરાગ્ય. મગાણુ-સારિઆ –મોક્ષ માર્ગમાં ચાલવાની શક્તિ. ઇટ્ટફલ-સિદ્ધિ-ઇષ્ટફળની સિદ્ધિ. મનોવાંછિત ફળની પ્રાપ્તિ. લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ–લોકો નિંદા કરે તેવી પ્રવૃત્તિનો ત્યાગ. ગુરુજણ-પૂઆ-ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ. પરWકરણં–પરોપકાર, બીજાનું ભલું કરવું તે. સુહગુરુજોગો- સદ્ગુરુનો યોગ. તવણ-સેવણા-તેમનાં વચન પ્રમાણે ચાલવું તે. આભનં- જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી.
શબ્દાર્થ
તુહ-તમારું. સમ્મત્તે લદ્ધસમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી. ચિંતામણિકખપાયવ-ભૂહિએ-ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક. પાવંતિ–પામે છે. અવિઘૃણં-સરલતાથી. જીવા–પ્રાણીઓ. અયરામર ઠાણેઅજરામર સ્થાનને, મોક્ષને. અર્થ-સંકલના
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જીવો સહેલાઈથી મુક્તિપદને પામે છે. ૪
ઇએ સંયુઓ મહાયસ! ભક્તિભરનિભરેણ હિયએણ;