________________
પ્રાતઃકાળની સ્તુતિ ચકખ-દયાણં–નેત્રો આપનારાઓને. મગ્ન-દયાણં–માર્ગ દેખાડનારાઓને. સરણ-દયાણં–શરણ આપનારાઓને. જીવ-દયાણઆત્મા બતાવનારાઓને. બોહિ-દયાણંબોધિબીજ આપનારાઓને - જિન-પ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ કહેવામાં આવે છે. ધમ્મ-દયાણં–ધર્મ સમજાવનારાઓને. ધમ્મુ-દેસાણં -ધર્મની દેશના આપનારાઓને, ધમ-નાયગાણં-ધર્મના સ્વામીઓને. ધમ્મુસારહીÍ–ધર્મના સાથીઓને, ધમ્મ-વચાઉરંત-ચક્કવટ્ટીર્ણ-ધર્મરૂપી શ્રેષ્ઠચતુરંગ ચક્ર ધારણ કરનારાઓને. વર–શ્રેષ્ઠ. ચાઉરંત-ચક્કવટ્ટી-ચાર ગતિનો નાશ કરનારા, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા. દીવો તાણે સરણ ગઈ પટ્ટાદિવો–સંસાર સમુદ્રમાં બુડતા જીવને બેટ સમાન. તાણં-દુ:ખનું નિવારણ કરનાર. સરણગઈપઈઠા- ચાર ગતિમાં પડતા જીવને આધારભૂત. અપડિહય-વરનાણ-દંસણ-ધરાણ- જેઓ હણાય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે, તેઓને. અપ્પડિહય—હણાય નહિ એવું. વિયટ્ટ છઉમાશંજેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને. જિણાણું-જાવયાણં–જિતનારાઓને તથા જિતાવ- નારાઓને. તિજ્ઞાણ તારયાણં–જેઓ સ્વયં સંસાર-સમુદ્રનો પાર પામી ગયા છે તેઓને તથા જેઓ અન્યને સંસાર સમુદ્રથી પાર પમાડનારા છે, તેઓને. બુદ્ધાણં બોહવાણં–બુદ્ધોને તથા બોધ પમાડનારાઓને મુત્તાણં– મોઅગાણું–મુક્તોને તથા મુક્તિ અપાવનારાઓને સદ્ગુનૂર્ણ સવદરિસીણંસર્વજ્ઞોને, સર્વદર્શીઓને. સિવમયલમયમÍતમખ-યમવાબાહમપુણરાવિત્તિશિવ, અચલ, અરજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિવાળું. શિવઉપદ્રવોથી રહિત. અચલ- સ્થિર, અજ-વ્યાધિ અને વેદનાથી રહિત. અનંતઅંતથી રહિત. અક્ષય-ક્ષયથી રહિત. અવ્યાબાધ-કર્મજન્ય પીડાઓથી રહિત. અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી તેવું. સિદ્ધિગઈનામધેયં-સિદ્ધિ-ગતિ-નામવાળા. ઠાણં–સ્થાનને. સંપત્તાણું-પ્રાપ્ત થયેલાઓને. નમો-નમસ્કાર હો. જિણાણં– જિનોને. જિઅ ભયાણં–ભય જિતનારાઓને.
(ગાથા) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અ–અને. વટ્ટમાણા-વર્તમાન. સવ્વ–સર્વેને. તિવિહેણ-મન, વચન અને કાયાવડે. વંદામિ-હું વંદું છું. અર્થ-સંકલના
નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧
જેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, અને પોતાની મેળે બોધ પામેલા છે. ૨
જેઓ પુરુષોમાં જ્ઞાનાદિ ગુણોવડે ઉત્તમ છે, સિંહ સમાન નિર્ભય છે, ઉત્તમ શ્વેત-કમલ-સમાન-નિર્લેપ છે, અને સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ગંધહસ્તી-સમાન પ્રભાવશાળી છે. ૪
જેઓ લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારી છે, લોકના પ્રદીપ છે અને લોકમાં પ્રકાશ કરનારા છે. ૪
જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે, માર્ગને દેખાડનારા છે, શરણને દેનારા છે, આત્માને ઓળખનારા છે અને બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫
જેઓ ધર્મને સમજાવનારા છે, ધર્મની દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિનો નાશ કરનારાં, ધમેચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવતી છે. ૬
જેઓ હણાય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરનારા છે તથા છદ્મસ્થપણાથી રહિત છે. ૭.
જેઓ સ્વયં જિન બનેલા છે, તથા બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સંસાર-સમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડનારા છે, જેઓ પોતે બુદ્ધ છે એટલે જ્ઞાની અને બીજાઓને બોધ પમાડનારા છે; જેઓ મુક્ત થયેલા છે તથા બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮
જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનન્ત, અક્ષય, અવ્યાબાધ, અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિ ગતિ નામનાં સ્થાનને પ્રાપ્ત થયેલા છે, તે જિનોને-ભય જિતનારાઓને નમસ્કાર હો. ૯
જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે, અને જેઓ વર્તમાનકાળમાં અરિહંત રૂપે વિદ્યમાન છે, તે સર્વને મન,વચન અને કાયાવડે હું વંદું છું. ૧૦
શબ્દાર્થ–
જે–જે. અ-વળી. અઈઆ સિદ્ધા–ભૂતકાળમાં સિદ્ધ થયા છે. ભવિસ્તૃતિ–થશે. (અ) ણાગએ કાલે–ભવિષ્યકાળમાં. સંપઈ– વર્તમાનકાળમાં