________________
પ્રાતઃકાળની સ્તુતિ
પન્ન૨સ કોડિસયાઇ, કોડિ બાયાલ લક્ખ અડવશા; છત્તીસ સહસ અસીઇં, સાસયબિંબાઇં પણમામિ, ૫
૨૫
શબ્દાર્થ
સત્તાણવઈ–સહસ્સા—સત્તાણું હજાર (૯૭૦૦૦) લા છપ્પન —છપ્પન લાખ (૫૬૦૦૦૦૦) અકોડીઓ-આઠ ક્રોડ (૮૦૦૦૦૦૦૦) વંદે—હું વંદુ છું. બત્તીસ-સય—બત્રીસ સો (૩૨૦૦) બાસીયાંઈ–બ્યાશી (૮૨) તિઅલોએ— ત્રણે લોક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) માં. ચેઈએ—જિન પ્રાસાદોને. વંદે—હું વંદું છું. પન્ન૨સ-કોડિસયાઇ—પંદરસો ક્રોડ કોડી બાયાલ–બેતાળીસ ક્રોડ (૪૨૦૦૦૦૦૦૦) લક્ષ અડવશા—અઠ્ઠાવન લાખ (૫૮૦૦૦૦૦) છત્તીસ-સહસ–છત્રીસ હજાર (૩૬૦૦૦) અસીğ–એંશી (૮૦) સાસયલિંબાઇં—શાશ્વત પ્રતિમાઓને. પણમામિ—હું પ્રણામ કરું છું. અર્થ-સંકલના—
ત્રણ લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, ત્રણ હજાર બસોને બ્યાસી (૮,૫૭,૦૩,૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. ૪
ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેંતાલીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજા૨ને એંશી–(૧૫,૪૨,૫૮,૩૬૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. પ
જં કિંચિ સૂત્ર
જું કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુસે લોએ;
જાă જિણબિંબાÛ, તાğ સવ્વાŠ વંદામિ. ૧
શબ્દાર્થ
રું—જે, કિંચિ—કોઈ, નામ—આ પદ વાક્યનો અલંકાર છે. તિર્થં—તીર્થ. સગ્ને—દેવલોકમાં. પાયાલિ–પાતાલમાં. માણુસે લોએ–મનુષ્ય લોકમાં, જાઈ– જેટલાં. જિણબિંબાઈ—જિન બિંબો. તાઇ–તે. સવ્વાĞ–સર્વેને વંદામિ—હું વંદન કરું છું. અર્થ-સંકલના—
સ્વર્ગ, પાતાલ અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ હોય અને જે જિન બિંબો હોય તે સર્વેને હું વંદન કરું છું.
૨૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
શ્રી નમુત્યુર્ણ વા શક્રસ્તવ સૂત્ર નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં; આઇગરાણં, તિસ્થય૨ાણં, સયંસંબુદ્ધાણં; પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણં, પુરિસવરપુંડરીઆણં પુરિસવરગંધહસ્થીણું;
લોગુત્તમાણં, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઇવાણું, લોગપન્નેઅગરાણં; અભયદયાણં, ચક્ઝુદયાણં, મગદયાણં, સરણદયાણં, જીવદયાણં, બોહિદયાણં; ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં, દીવો તાણં સ૨ણ ગઇ પછઠ્ઠા; અપ્પડિયવરનાણદંસણધરાણ, વિયટ્ટછઉમાણં; જિણાણં જાવયાણું, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહ્રયાણં, મુત્તાણં મોઅગાણું; સવ્વભ્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુતમણૅતમયમવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેણં, ઠાણું સંપત્તાણું, નમો જિણાણં, જિઅ-ભયાર્ણ; શબ્દાર્થ
ર
3
*
૫
G
૭
૯
નમોત્થ-નમસ્કાર હો. ગં-વાક્યાલંકાર તરીકે વપરાતો શબ્દ. અરિહંતાણં—અરિહંતોને. ભગવંતાણં–ભગવંતોને. આઈગરાણં—આદિકરોને, ધર્મની આદિ કરનારાઓને. તિત્થય૨ાણતીર્થંકરોને. સયં-સંબુદ્ધાણં—સ્વયં સંબુદ્ધોને. પુરિસત્તમાણ-પુરુસોત્તમોને. પુરિસ-સીહાણં–જેઓ પુરુષોમાં નિર્ભયતા વગેરે ગુણોવડે સિંહ સમાન છે, તેઓને. પુરિસ-વ૨કુંડ૨ીઆણં—જેઓ પુરુષોમાં નિર્લેપતા વગેરે ગુણો વડે શ્રેષ્ઠ શ્વેત કમલ સમાન છે, તેઓને. પુરિસવરગંધહથી –જેઓ પુરુષોમાં સાત પ્રકારની ઇતિઓ દૂર કરવા વડે ગન્ધહસ્તી સમાન છે, તેઓને. લોગુત્તમાણ—જેઓ લોકમાં ઉત્તમ છે, તેઓને. લોગનાહાણં–લોકના નાથોને. લોગ-હિઆણં–લોકનું હિત કરનારાઓને. લોગપઈવાણં—જેઓ લોકમાં દીપક સમાન છે, તેઓને. લોગ-પજ્જોઅગરાણ—લોકમાં પ્રકાશ કરનારાઓને. અભય-દયાર્ણ—સર્વ જીવોને અભય આપનારાઓને.