________________
પ્રાતઃકાળની સ્તુતિ
સંપઇ જિણવર વીસ મુણિ, બિઠું કોડિહિં વરનાણિ, સમગ્રહ કોડિસહસ્સેદુઅ, થુણિજ્જઇ નિચ્ચ વિહાણિ, ૨ જયઉ સામિય! જયઉ સામિય! રિસહ ! સત્તુંજિ, ઉર્જિતે પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ ! ભરુઅચ્છહિં મુળિસુવ્વય ! મહરિ પાસ! દુહરિઅખંડણ; અવર વિદેહિં તિત્યયરા, ચિહ્ન દિસિ વિદિસિ હિં કે વિ; તીઆણાગયસંપઇ., વંદું જિણ સવ્વુ વિ. ૩
૨૩
શબ્દાર્થ
જગચિંતામણિ !—જગતમાં ચિંતામણિ-રત્ન સમાન ! જગ નાહ !– જગતના નાથ ! જગ-ગુરુ !—સમસ્ત જગતના ગુરુઓ ! જગ-રક્ષણ !– જગતનું રક્ષણ કરનારાઓ! જગ-બંધવ !– જગતના બંધુઓ! જગ-સત્યવાહ−! જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનારાઓ ! જગ-ભાવ-વિઅક્ષણ !—જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ! અદ્ભાવય-સંઠવિઅરૂવ !—અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા ! કમ્મટ્ઠવિણાસણ !– આઠેય કર્મનો નાશ કરનારા! ચવીસ–ચોવીસ. પિ—પણ. જિણવર!–હે જિનવરો! જયંતુ—જય પામો. અપ્પડિહય-સાસણ-અખંડિત શાસનવાળા! કમ્મભૂમિöિ-કર્મભૂમિઓમાં. પઢમસંઘયણિ-પ્રથમ સંઘયણવાળા. સંઘયણ-હાડકાંની વિશિષ્ટ રચના. ઉક્કોસય–વધારેમાં વધારે. સત્તરિસય– એકસો ને સિત્તેર, જિણવરાણ– જિનેશ્વરોની. વિહરંત–વિચરતા. લબ્મઈ– પમાય છે. નવકોડિöિ–નવ કોટિ (ક્રોડ), કેવલીણ–કેવલીઓની. કોડિસહસ્સ— હજાર ક્રોડ (દસ અબજ). નવ-નવ. સાહુ–સાધુઓ. ગમ્મઈ—જણાય છે. સંપઈ– વર્તમાનકાળમાં. જિષ્ણવર—જિનેશ્વરો. વીસવીસ. મુણિ—સાધુઓ. બિઠું—(હિં) બે. કોડિöિ–ક્રોડ. વરનાણિ—કેવળજ્ઞાનીઓ. સમણહ–શ્રમણોની. કોડિસહસ્સ-દુઈ-બે હજાર ક્રોડ (વીસ અબજ) થુણિજ્જઈ—સ્તવના કરાય છે. નિચ્ચ-નિત્ય. વિહાણિ-પ્રાતઃકાળમાં,
જયઉ–જય પામો. સામિય!–હે સ્વામી! રિસહ !—શ્રી ઋષભદેવ! સત્તેજિ–શત્રુંજયગિરિ ઉપર. ઉજ્જૈતિ–ગિરનાર ઉપર. પન્નુ-નેમિજિણ!–હે પ્રભુ નેમિજન! જયઉ—આપ જયવંતા વર્તો. વીર !—હે વીર પ્રભુ! હે મહાવીર સ્વામી! સચ્ચઉર-મંડણ–સત્યપુર (સાચોર)ના શણગાર રૂપ! ભરુઅચ્છહિં
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ મુણિસુવ્વય !—ભરુચમાં રહેલા મુનિસુવ્રત સ્વામી! મરિ પાસ! –મથુરામાં વિરાજતા હે પાર્શ્વનાથ ! દુહ-દુરિય-ખંડણ !—દુઃખ અને પાપનો નાશ કરનાર. અવ૨-બીજા (તીર્થંકરો). વિદેહિં-વિદેહમાં-મહાવિદેહ ક્ષેત્રમાં. તિત્યયરા–તીર્થંકરો. ચિહ્ન—ચારે. દિસિ વિદિસિ–દિશાઓમાં અને વિદિશાઓમાં. જિ–જે. કે વિ−કોઈ પણ. તીઆણાગય-સંપઈય—અતીત, અનાગત અને સાંપ્રતિક એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં થયેલા. વંદુ—હું વાદું છું. જિણ—જિનોને. સવ્વ વિ–સર્વેને પણ. અર્થ-સંકલના–
૨૪
જગતમાં ચિંતામણિ રત્ન સમાન ! જગતના સ્વામી! જગતના ગુરુ! જગતના રક્ષક! જગતના નિષ્કારણ બંધુ! જગતના ઉત્તમ સાર્થવાહ! જગતના સર્વભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ! અષ્ટાપદ પર્વત પર (ભરત ચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમા-વાળા ! આઠેય કર્મોનો નાશ કરનારા, તથા અબાધિત ઉપદેશ દેનારા! હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! આપ જયવન્ત વર્તો. ૧
કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે અજિતનાથ પ્રભુના વખતમાં ૧૭૦ તીર્થંકરો વિચરતા હતા. વજ્ર-ઋષભનારાચ-સંઘયણવાળા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે, સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે નવ ક્રોડ, સાધુઓની વધારેમાં વધારે સંખ્યા નવ હજાર ક્રોડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાનકાળમાં તીર્થંકરો ૨૦ છે. કેવલજ્ઞાની મુનિઓ ૨ ક્રોડ છે. અને શ્રમણો ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્તવન કરાય છે. ૨
હે સ્વામી જય પામો! જય પામો! શત્રુંજય પર રહેલા ઋષભદેવ! ઉજ્જયંત (ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન ! સાચોરના શણગારરૂપ હે વીર! ભરુચમાં વિરાજતા હે મુનિસુવ્રત! મથુરામાં વિરાજમાન દુઃખ અને પાપનો નાશ કરનાર હે પાર્શ્વ ! આપ જયવંત વર્તો; તથા મહાવિદેહ અને ઐરાવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા હોય; વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વને પણ હું વંદું છું. ૩
સત્તાણવઈ સહસ્સા, લક્જા છપ્પન્ન અદ્ભુકોડીઓ; બત્તીસય બાસિઆઇ, તિઅલોએ ચેઇએ વંદે, ૪