________________
પ્રાતઃકાળની સ્તુતિ
૨૧
છે. જે આત્મજ્ઞાન પામેલા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના ઉપરી હોય તે આચાર્ય કહેવાય છે. તેમના ૩૬ ગુણ આ પ્રમાણે છેઃ
પાંચ ઇન્દ્રિયોના વિષયોને જિતનારા, નવ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરનારા, ચાર પ્રકારના કષાયોને રોકનારા, પાંચ મહાવ્રતનું પાલન કરનારા, પંચ આચાર—જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યનું પાલન કરનારા અને બીજાને પણ પાળવાનો ઉપદેશ આપી પળાવનારા તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિને ધારણ કરનારા હોય છે. આમ છત્રીસ ગુણો વડે તે ઓળખાય છે.
“પંચવીસ ઉવજ્ઝાય” એટલે ૨૫ ગુણ ઉપાધ્યાયના છે. જે આત્મજ્ઞાન પામેલા હોય, પોતે આગમના અગ્યાર અંગો અને બાર ઉપાંગ શાસ્ત્રોને ભણે અને બીજાને પણ ભણાવે, તેમજ પોતે ચારિત્ર તથા ક્રિયામાં કુશળ થઈને અન્ય સાધુઓને પણ કુશળ કરે તે ઉપાધ્યાય કહેવાય છે. તેમના ૨૫ ગુણો આ પ્રમાણે છેઃ
અગ્યાર અંગ–૧. આચારાંગ, ૨. સૂયગડાંગ, ૩. ઠાણાંગ, ૪. સમવાયાંગ, ૫. ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞતિ), ૬. જ્ઞાતા-ધર્મકથા, ૭. ઉપાસક દશાંગ, ૮. અંતગડ, ૯. અનુત્તરોવવાઈ, ૧૦. પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાક. એ અગિયાર અંગ જે ભણે ભણાવે, તથા બાર ઉપાંગ તે– ૧.ઉવવાઈ, ૨. રાયપસેણી, ૩. જીવાભિગમ, ૪. પન્નવણા, ૫. જંબુદ્વીપ-પન્નતિ, ૬. ચંદપન્નતિ, ૭. સૂરપતિ, ૮.કમ્પિયા, ૯. કપ્પવડંસિયા, ૧૦. પુલ્ફિયા, ૧૧. પુચૂલિયા અને ૧૨. વહ્લિદશાંગ- એ બાર ઉપાંગ. હવે ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળીને અંગોપાંગના જ્ઞાનરૂપ ૨૩ ગુણ થયા; તથા ૨૪. ચરણસિત્તેરી, અને ૨૫. કરણસિત્તેરીરૂપ સદાચાર જે પાળે અને પળાવે તે ઉપાધ્યાય કહેવાય.
ચરણસિત્તેરીઃ–પાંચ મહાવ્રત, દશયતિધર્મ, સત્તર પ્રકારે સંયમ (૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૪ કષાયનો નિગ્રહ) દશ પ્રકારે વૈયાવૃત, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ત્રણ રત્નત્રય, બાર પ્રકારના તપ, અને ચારેય કષાય ઉપર વિજય. આ પ્રમાણે ચરણસિત્તેરીના સિત્તેર પ્રકાર છે.
કરણસિત્તેરીઃ–ચરણસિત્તેરીને પુષ્ઠિ આપવાવાળા ગુણોને કરણ કહે છે. તે પણ સિત્તેર છે. તે ઉત્તર ગુણો છે. તે આ પ્રમાણે—ચાર પિન્ડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઇન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ આ બધા મળી કરણસિત્તેરીના સિત્તેર પ્રકાર થાય છે.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
“સત્તાવીસ ગુણ સાધુના'' સાધુપુરુષોના ૨૭ ગુણ છે. જે આત્મજ્ઞાનયુક્ત હોય અથવા જે આત્મજ્ઞાન પામવા માટે અથવા મોક્ષમાર્ગ સાધવા માટે જે જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવા પ્રયત્ન કરતા હોય તે સાચા સાધુ અથવા ખરા સાધક કહેવાય છે. તેમના ૨૭ ગુણો આ પ્રમાણે છે—જે પાંચ મહાવ્રત પાળે, જે રાત્રિભોજનના ત્યાગી હોય, છ કાયના જીવોની રક્ષા કરતા હોય, તથા પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય, એ બધા મળી ૧૭ ગુણ થયા. હવે ૧૮. લોભનો ત્યાગ, ૧૯. ક્ષમા ધારણ કરનાર, ૨૦. ચિત્તની નિર્મળતા, ૨૧. વિશુદ્ધ રીતે વસ્ત્રની પ્રતિલેખના, ૨૨. સંયમયોગમાં પ્રવૃત્તિ (તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે અને નિદ્રા-વિકથા-અવિવેકનો ત્યાગ કરે) ૨૩. અકુશળ મનનો રોધ કરે, ૨૪. અકુશળ વચનનો રોધ કરે, ૨૫. અકુશળ કાયાનો રોધ કરે. ૨૬. શીત એટલે ઠંડી આદિ પરિષહ સહન કરે, અને ૨૭. મરણાદિ ઉપસર્ગ સહન કરે, એમ એકંદરે સત્તાવીશ ગુણ સાધુના કહેવાય છે.
૨૨
‘જપતા શિવસુખ થાય’ ઉપરોક્ત પ્રકારે અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુના ૨૭ ગુણ મળીને કુલ ૧૦૮ મુખ્ય ગુણયુક્ત પંચ પરમેષ્ઠી ભગવંત જાણવા. એ પંચ પરમેષ્ઠી અથવા પંચ પરમગુરુ ભગવંતનું વાસ્તવિક સ્વરૂપ તે ‘સહજાત્મસ્વરૂપ છે’ તેથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રને ગુરુ આજ્ઞાએ ગ્રહણ કરી સદૈવ તેનો જાપ કરનાર આત્મા શિવસુખને પામે છે, અર્થાત્ મોક્ષના બાધા પીડા રહિત એવા અવ્યાબાધ સુખને સર્વકાળને માટે પામે છે. શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન
જગચિંતામણિ ! જગનાહ! જગગુરુ !
જ
ગ
૨ 专 ખ
ણ ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ખણ ! અઠ્ઠાવય - સંકવિય - રૂવ! કમ્મટ્ઠવિણાસણ ! ચવીસંપિ જિણવરા ! જયંતુ અપ્પડિહય-સાસણ !૧ પઢમસંઘયણિ,
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં,
ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લગ્ભઇ, નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સનવ સાહુ ગમ્મઇ,