________________ 291 એમ જાણું છું.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૬૩) “બંધ, મોક્ષની યથાર્થ વ્યાખ્યા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૩૧૪) ર૯૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૩૬૬) ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૫૯૯) “ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે.” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ !સભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભુત વચનનો મિચ્છા મિ દુક્કડ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે ‘અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું : “મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.’ એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહતુ’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૯૨) શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યોગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો? જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૮૦૩) “જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાએ ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના “અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગઅહો!તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ : અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ– આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વત.” (વ.પૃ.૮૩૦)