________________
૨૮૯ જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્વળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરામિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીખથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વખાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યો પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છાસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સતુદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્ય છે.”
શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૩)
૨૯૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કરવું પડે છે.
પ્રહ–હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉ૦–શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર–મહાવીર પહેલાં જૈનદર્શન હતું? | ઉ૦-હા. પ્ર–તે કોણે ઉત્પન્ન કર્યું હતું? ઉ–તે પહેલાંના તીર્થકરોએ. પ્ર–તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે?
ઉ –તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી.
પ્ર—એઓનો મુખ્ય ઉપદેશ શો છે ?
ઉ૦–આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો.
પ્ર–એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે?
ઉ૦–વ્યવહારનયથી, સતદેવ, સધર્મ અને સગુરુનું સ્વરૂપ જાણવું; સતુદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી.
પ્રવત્રિવિધ ધર્મ કયો? ઉ–સમ્યજ્ઞાનરૂપ, સમ્યગદર્શનરૂપ અને સમ્યક્ઝારિત્રરૂપ.
-શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૧૩૦)
શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો–ભાગ ૩ “પ્ર–કેવલી અને તીર્થકર એ બન્નેમાં ફેર શો?
ઉ૦–કેવલી અને તીર્થકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપામ્યું છે; તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે.
પ્ર—તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે ? એ તો નીરાગી છે. ઉ –તીર્થકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેચવા માટે તેઓને અવશ્ય તેમ
“સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે,