________________
૨૮૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રીમદ્ રાજચંદ્રના ભગવાન તીર્થંકર પ્રત્યેના ઉગારો. “મહાવીર સ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૭૩૦)
૨૮૭ એટલે યોગ્યતાવાળા મુમુક્ષુને કદી નીચ ગતિમાં જવા ન દે. પણ સદા આત્માની વધતી દશામાં જ રાખે. આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ તાપથી કદી તપવે નહીં. તે સસુરુષના બોધબળે સદા આનંદમાં રહે છે. તેને જોઈ જગતવાસી જીવો આશ્ચર્ય પામે છે કે સકળ જગતના જીવો ત્રિવિધ તાપાગ્નિથી દુઃખી છે જ્યારે આ કેમ નહીં. આ બધો પ્રતાપ શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતના બોધનો છે. માટે દીવારૂપે તેમનું અર્થ ઉતારી તેમની ભક્તિ કરું છું. //૪
કલિમલ સબ ઉત્પત્તિ જાયે,
શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવો ૫ અર્થ :-કલિમલ એટલે પાપમળરૂપ ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો જેથી નાશ પામે એવા શ્રીમદ્ સગુરુ ભગવંતને સદાય વરવા જેવું છે. અર્થાત્ એમનું જ શરણ લેવા યોગ્ય છે. કેમકે તે જગતમાં દીવારૂપે છે, જ્યારે બીજા બધાં અંધકારસ્વરૂપ છે. પા.
શ્રોતા વક્તા ભક્ત સકલમેં,.
શિવકર વૃદ્ધિ કરે મંગલમેં. દીવો ૬ અર્થ:-શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત, સાચા ભાવે તત્ત્વને સાંભળનાર એવા શ્રોતા અથવા સસંબંધી સપુરુષના આધારે વ્યાખ્યાન કરનાર એવા વક્તા કે સાચા ભાવે ભક્તિ કરનાર એવા સકળ ભક્તોના હૃદયમાં શિવકર એટલે આત્માનો મોક્ષ કરનાર એવા માંગલિક સમ્યકુબોધની સદા વૃદ્ધિ કરે છે. માટે મોક્ષના મૂળભૂત કારણ એવા શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વત, જયવંત વત. કા.
શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે,
સેવક સેવ્ય અભેદ સ્વભાવે. દીવો ૭ અર્થ :-શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો સાચો સેવક પોતાના ભાવ પ્રભાવે, સેવકપણું મૂકી દઈ પોતે જ સેવ્ય એટલે સેવવા યોગ્ય એવા પરમકૃપાળુ પ્રભુના શુદ્ધ સ્વભાવને પામી તેમની સાથે અભેદસ્વરૂપ બની જાય છે. એવા સમ્યફ દર્શનરૂપ દીવાને પ્રકાશનાર પ્રભુની દીવાની જ્યોતવડે પૂજા કરવી તે આત્માને સદૈવ માંગલિક અર્થાત્ કલ્યાણકારક છે. શા.
સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી. ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાન સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય.”
શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૭૨૨) ( શિક્ષાપાઠ ૮, સતુદેવતત્ત્વ ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સતુદેવ, સધર્મ, સગુરુ છે. આ પાઠમાં સદૈવસ્વરૂપ વિષે કંઈક કહું છું.