________________
૨૫
(૧૯) શ્રી પરમાત્માની સ્તવના
મોહન મરુદેવીનો લાડણોજી, દીઠો મીઠો આનંદ પૂરે રે. સ૧
સંક્ષેપાર્થ:- સમકિતરૂપી ગભારાના દ્વારમાં પ્રવેશ કરતાં જ પાપના પડલ દૂર ખસી ગયાં. તેથી મનમોહન એવા મરૂદેવીના લાડલા શ્રી ઋષભદેવ પ્રભુના સ્વરૂપના દર્શન થયા; જે ઘણા જ મીઠા અને આનંદથી ભરપૂર છે. I/૧
આયુ વર્જિત સાતે કર્મનીજી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પઢમકરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીધ રે. સર
સંક્ષેપાર્થ :- હવે સમકિતરૂપી ગભારાના દ્વાર ઉપર આવીને શું શું કર્યું તે જણાવે છે. પ્રથમ આયુષ્ય કર્મથી વર્જિત કહેતાં તે સિવાય બાકીના જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મની સ્થિતિને એક કોડાકોડી સાગરથી હીન કરી દીધી. અર્થાત્ એક કોડાકોડી સાગરની અંદર અંદરની કરી દીધી. તેથી પઢમકરણ કહેતાં પ્રથમકરણ અર્થાતુ યથાપ્રવૃત્તિકરણની સ્થિતિને હું પામ્યો. પછી વીર્ય એટલે બળે કરીને અપૂર્વકરણમાં આવી અપૂર્વ ભાવરૂપ મોગર એટલે મુગરને હાથમાં લીધો. //રા.
ભોગળ ભાંગી આદ્યકષાયનીજી, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડ્યા શમ સંવેગનાંજી, અનુભવ ભુવને બેઠો નાથ રે.સ૩
સંક્ષેપાર્થ :- અપૂર્વભાવરૂપ મુદ્ગર એટલે ઘણને હાથમાં લઈ આઘકષાય કહેતાં અનંતાનુબંધી કષાયરૂપ ભોગલ કહેતા અર્ગલાને તોડી નાખી. તેની સાથે મિથ્યાત્વ મોહનીય કર્મરૂપ સાંકળ પણ તૂટી ગઈ અને સમ સંવેગરૂપ એટલે માત્ર મોક્ષ અભિલાષરૂપ મુક્તિના દ્વાર ઊઘડી ગયા. તેથી ત્રીજા અનિવૃત્તિકરણમાં જીવ આવીને સમકિતના દ્વારમાં પ્રવેશી આત્મઅનુભવરૂપ ભુવનમાં જઈને મારો આત્મારૂપી નાથ બિરાજમાન થયો. lal
તોરણ બાંધ્યું જીવદયા તણુંજી, સાથીયો પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી, ધીગુણ મંગલ આઠ અનુપરે. સ૦૪
સંક્ષેપાર્થ:- હવે ચારિત્રમોહને નષ્ટ કરવા માટે તે સમકિતના દ્વારા ઉપર જીવદયારૂપ તોરણ બાંધ્યું, દ્રઢ શ્રદ્ધારૂપ સાથીયો પૂર્યો, પ્રભુના ગુણોની અનુમોદના કરવારૂપ ધૂપઘટા કરી, અને ધીગુણ અર્થાતુ ધી એટલે બુદ્ધિના આઠ ગુણ ખીલવવારૂપ અનુપમ અષ્ટ મંગલની પ્રભુ આગળ રચના કરી.
બુદ્ધિના આઠ ગુણ (૧) સુશ્રુષા:-સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણઃસાંભળવામાં એકાગ્રતા. (૩) ગ્રહણ :- તેનો અર્થ સમજીને ગ્રહણ કરવો તે.
૨૬૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૪) ધારણ :- ગ્રહણ કરેલું સ્મૃતિમાં રાખવું. (૫) વિજ્ઞાન :- તે સંબંધી વિશેષ જ્ઞાન મેળવવું તે. (૬) ઉહા :- તે સંબંધી શંકા ઉપસ્થિત કરવી તે. (૭) અપોહ :- પોતાની કે પરની શંકાઓનું સમાધાન કરવું તે. (૮) તત્ત્વાભિનિવેશ:- જે તત્ત્વનિર્ણય થાય તેનું દૃઢ શ્રદ્ધાન કરવું તે.
સંવર પાણી અંગ પખાલણેજી, કેસરચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસુમ પ્રધાન રે. સપ
સંક્ષેપાર્થ :- નવા કમોને આવતા રોકવા માટે સંવરરૂપ પાણી વડે પ્રભુના અંગનું પખાલણ કહેતાં પ્રક્ષાલન કર્યું. અને કેસર કે ચંદનની પૂજા કરવારૂપ પ્રભુનું ઉત્તમ ધ્યાન ધર્યું. આત્માના ગુણો પ્રગટાવવાની રુચિરૂપ મૃગમદ કહેતાં કસ્તુરીની સુગંધ ફેલાવી. તથા પ્રધાન એવા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રોચાર, તપાચાર, વીર્યાચાર એ પંચ આચાર પાળવારૂપ કુસુમ કહેતાં ફૂલને પ્રભુ આગળ ધર્યા; અર્થાતુ સમકિત પ્રાપ્ત થવાથી ઉપરોક્ત પ્રકારે ચારિત્ર મોહનીયને દૂર કરવા પુરુષાર્થ કરવાની ભાવનાનો જન્મ થયો. //પા
ભાવપૂજાએ પાવના આતમાજી, પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણજોગે કારજ નીપજે જી, ખિમાવિજય જિનઆગમ રીત ૨. સ૬
સંક્ષેપાર્થ :- આમ ભાવપૂજા વડે આત્માને પાવન કરીને, પરમેશ્વર એવા શ્રી ઋષભ જિનેશ્વરને હે ભવ્યો ! તમે પૂજો કે જેથી મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા પુણ્યાનુબંધી પુણ્યની તમને પ્રાપ્તિ થાય. કેમકે કારણના યોગથી કાર્ય નીપજે છે. શ્રી ખિમાવિજયજી મહારાજ કહે છે કે સમકિત પ્રાપ્ત કરવાની જિન આગમની આ જ રીતિ છે. ઉપરોક્ત રીતિને આદરી સમ્યક્દર્શન પામી મનુષ્યજન્મને સાર્થક કરું એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. Iકા
(૧૯) શ્રી પરમાત્માની સ્તવના
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત જિન સ્તવન અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો, પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ૧ સંક્ષેપાર્થ:- શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરો, વીતરાગ ભગવંતને