________________
(૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
૨૬૩ પ્રણામ કરો અથવા પરમેશ્વર શ્રી જિનરાજને નમન કરો. પ્રથમ શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુને સાચા અંતઃકરણના પ્રેમપૂર્વક પેખત કહેતાં જોતાં, ભક્તના સઘળા કાજ સહજે સિદ્ધ થાય છે. |૧|
પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો: અજર અમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ
મયંક નમો. અ૦૨ સંક્ષેપાર્થ :- વીતરાગ પરમાત્મા તે સર્વ કલાઓમાં પારંગત કહેતાં પ્રવીણ છે, પરમ મહોદય કહેતાં જેને પ્રકૃષ્ણ મહાન શુભ કર્મનો ઉદય છે, અવિનાશી સ્વરૂપને પામેલા છે, કર્મકલંકથી સર્વથા રહિત હોવાથી એકલંક છે. તથા અજર અમર અને બાર અભુત અતિશયોની નિધિથી પરિપૂર્ણ છે. બાર અતિશયો - આઠ દેવકૃતે ચામર, ભામંડળ, સિંહાસન, ત્રણ છત્ર, દિવ્ય ધ્વનિ, પુષ્પવૃષ્ટિ, દેવદુંદુભિ, અશોકવૃક્ષ તથા ચાર અતિશય પ્રભુના પ્રતાપે :- જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયઅપગમ અતિશય. તેમજ પ્રવચન જલધિ એટલે આપના પ્રકૃષ્ટ વચનો તે જલધિ કહેતા સમુદ્ર જેવા અથાગ છે, તથા તે મયંક એટલે ચંદ્રમા જેવી શીતળતાને આપનાર છે. એવા સર્વ ગુણસંપન્ન પ્રભુને અમારા કોટીશઃ પ્રણામ હો. /રા
તિહુયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ૩
સંક્ષેપાર્થ:- તિહુયણ કહેતાં ત્રણ લોકના, ભવિયણ કહેતાં ભવ્યજીવોના મનોવાંછિત પૂર્ણ કરવાને માટે તમે દેવરસાલ એટલે દેવતરુ-કલ્પવૃક્ષ સમાન છો. જેથી હાથ જોડીને ત્રણે કાળ આપના ચરણમાં લળી લળી એટલે પડી પડીને ભાવપૂર્વક હું આપને નમસ્કાર કરું છું. Ila
સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪
સંક્ષેપાર્થ :- તું સિદ્ધ છો, બુદ્ધ એટલે જ્ઞાની છો, તથા જગતમાં રહેતા સજ્જન પુરુષોના નયનને આનંદ આપનાર દેવ છો. સર્વ સુર કે અસુર, નરવર એટલે મનુષ્યલોકના રાજાઓના આપ નાયક કહેતાં નાથ હોવાથી, રાતદિવસ તેઓ તમારી સેવા અર્થાત્ આજ્ઞા ઉઠાવી રહ્યાં છે. જો
૨૬૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તું હી કૃપારસ સિંધુ નમો. અ૦૫
સંક્ષેપાર્થ:- તું ચતુર્વિધ સંઘરૂપ તીર્થને સ્થાપનાર હોવાથી તીર્થંકર છો, સર્વને સુખનો કરનાર હોવાથી સુખકર સાહિબ છો, તું કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર જગતના જીવોનો નિષ્કારણ બંધુ એટલે ભાઈ અથવા મિત્ર છો. શરણમાં આવેલા ભવિ જીવોનું હિત કરવામાં સદા વાત્સલ્યભાવ રાખનાર છો, તથા તું જ સર્વ જીવો પર કૃપારસ વરસાવનાર કૃપાનો સિંધુ એટલે સાગર છો. |પા.
કેવળજ્ઞાનાદર્ભે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ૦૬
સંક્ષેપાર્થ :- આપના કેવળજ્ઞાનરૂપ આદર્શ એટલે અરિસામાં સર્વ લોકાલોક દર્શિત એટલે દેખાઈ રહ્યો છે. એવા આપના આત્માના કેવળ શુદ્ધ સ્વભાવને મારો નમસ્કાર હો.
આપને કેવળ શુદ્ધ સ્વભાવ સંપૂર્ણ પ્રગટવાથી આત્માને કલંક લગાડનાર કલુષગણ એટલે ઘાતકી પાપના સમૂહો નષ્ટ થઈ ગયા; તથા તે પાપના સમૂહોવડે ઉત્પન્ન થતાં દુરિત કહેતા ખોટા રાગદ્વેષના પરિણામરૂપ ઉપદ્રવો પણ નાશ પામી ગયા. Iકા.
જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ૦૭
સંક્ષેપાર્થ:- હે નાથ! તું જગચિંતામણિ સમાન મનોવાંછિતને પૂરનાર છો, જગતગુરુ છો, જગત જીવોને હિત કરનાર છો, જગતના જીવોના નાથ છો, ઘોર અપાર એવા મહોદધિ કહેતાં મહાન સંસાર સમુદ્રથી તારણહાર છો. તથા તું શિવપુર કહેતાં મોક્ષનગરીએ જનારનો સાથ કહેતાં સાથીદાર અથવા ભોમિયારૂપે