________________
(૧૮) શ્રી ઋષભદેવ જિન સ્તવન
૨૬૩ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખિમાવિજય જિન ચરણરમણસુખ, રાજ પોતાનું લીધું. મો.૮
સંક્ષેપાર્થ:- સમકિતરૂપ ગજ એટલે હાથી ઉપર ઉપશમરૂપ અંબાડી મૂકીને જ્ઞાનકટક એટલે જ્ઞાનરૂપી સેનાના બળથી શ્રી ખિમાવિજયજી મહારાજ કહે છે કે મેં પ્રભુકૃપાએ જિનેશ્વર ભગવંતના ચરણમાં રમવાનું સુખ અર્થાત્ આત્મઅનુભવનું સુખ જે પોતાનું જ રાજ્ય હતું તે મેળવી લીધું; માટે હે નાથ! હવે આપને કદી ભૂલીશ નહીં, સદા આપની સેવામાં જ રહીશ. ૮ાા
(૧૭) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
શ્રી માનવિજયજીકૃત જિન સ્તવન શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા રે, મ જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે. મ૦૧
સંક્ષેપાર્થઃ- શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ, વીતરાગપણાનો પ્રગટ પ્રભાવ બતાવનારી હોવાથી તે મારા મનને ઘણી જ ગમી ગઈ છે. મારા મનમોહક આ જિનરાજના તો સુર કહેતાં દેવતા, નર કહેતાં મનુષ્યો અને કિન્નર કહેતાં ભુવનપતિ દેવોનો એક પ્રકાર; એમ ઉદ્ધ, અધો અને તિર્યમ્ ત્રણેય લોકના જીવોએ જેના ગુણગાન કર્યા છે એવા હે નાથ! જે દિવસથી આપની મૂર્તિના દર્શન થયાં છે, તે દિવસથી મારી સઘળી આપદાઓ નષ્ટ થઈ ગઈ છે અર્થાત્ હું સર્વ પ્રકારે સુખને પામ્યો છું. ||૧|
મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન રે; મ સમતા રસ કેરાં કચોળાં, નયણાં દીઠે રંગરોલા રે. મ૦૨
સંક્ષેપાર્થ :- અંતર આત્માનંદની છાયા જેના ઉપર છે એવું આપનું સુપ્રસન્ન મટકાનું મુખ જોઈને ભવ્યાત્માઓના મનને ઘણો જ આનંદ ઊપજે છે. આપના નેત્રો તો જાણે સમતારસ કેરા કચોળાં ન હોય એવા પ્રશાંતરસમાં ડૂબેલા છે. આવા પ્રશમરસમાં નિમગ્ન નયણા કહેતા નયનોને જોઈને અમારું મન આપના પ્રત્યે ભક્તિથી રંગરોલ કહેતા રંગાઈને તરબોળ થઈ ગયું છે. //રા
૨૬૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હાથે ન ધરે હથિયારા, નહિ જપમાલાનો પ્રચારા રે; મ. ઉત્સગે ન ધરે વામાં, તેહથી ઊપજે સવિ કામા રે. મ૦૩
સંક્ષેપાર્થ :- હે મનમોહન જિનરાય !ખરેખર આપ વીતરાગ છો. તેનું પ્રમાણ આ છે કે દ્વેષનું ચિહ્ન એવું હથિયાર તે આપના હાથમાં ધારણ કરેલ નથી. અન્ય હરિહરાદિકનું મન વ્યગ્ર હોવાથી તેમણે હાથમાં શસ્ત્ર સાથે જપમાળા પણ ધારણ કરેલ છે; જ્યારે આપનું મન તો સ્થિર હોવાથી આપના હાથ જાપ કરવાની માળાથી રહિત છે. વળી રાગનું ચિહ્ન એવી વામા એટલે સ્ત્રીને બીજા કુદેવોએ પોતાના ઉસંગમાં ધારણ કરેલ છે, જેથી સર્વ પ્રકારની કામવાસનાની ઉત્પત્તિ થાય છે, અને મન અસ્થિર બની જાય છે. પણ આપની મૂર્તિ તો સર્વથા તેવા રાગના ચિહ્નોથી રહિત છે. ૩
ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે; મઠ ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રે. મ૦૪
સંક્ષેપાર્થ :- અન્ય દેવોની જેમ આપ કદી ગીત કે નૃત્યના ચાળા કરતા નથી. એમ કરવું તે પ્રત્યક્ષ મોહ ઉપજાવનાર નાટક ભજવવા સમાન છે. આપ કદી કુદેવોની જેમ વાજાં વગાડતા નથી. અથવા જીર્ણ કે નવા વસ્ત્રને શરીર ઉપર ધારણ કરતા નથી. ૪]
ઇમ મૂરતિ તુજ નિરુપાધિ, વીતરાગપણે કરી સાધી રે; મ. કહે માનવિજય ઉવઝાયા, મેં અવલંળ્યા તુજ પાયા રે. મ૦૫
સંક્ષેપાર્થ:- એમ આપની મૂર્તિ રાગદ્વેષના નિમિત્તરૂપ કાંતા કે હથિયાર વગેરેથી રહિત સાવ નિરુપાધિમય છે. કેમકે આપે આવી દશા વીતરાગપણાવડે સાધ્ય કરી છે. આપની વીતરાગતા જોઈને ઉપાધ્યાય શ્રી માનવિજયજી કહે છે કે મેં તો એક માત્ર આપના જ પાયા કહેતાં ચરણકમળનું અવલંબન ગ્રહણ કર્યું છે; કેમકે આપના જેવો દેવાધિદેવ બીજો કોઈ આ જગતમાં જડતો નથી. આપણા
(૧૮) શ્રી ઋષભદેવ જિન સ્તવન
શ્રી ખિમાવિજથજીત જિન નવના સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે;