________________
(૧૭) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
૨૬૧ સેવે છે. માટે આપ તો રાજાઓના પણ રાજા હોવાથી રાજ રાજેશ્વર છો. માટે અમે પણ તમારી સેવામાં રહીશું અર્થાત્ તમારી જ આજ્ઞા ઉઠાવીશું. જે વામાં માતાના નંદન કહેતા પુત્ર છે. જગતના જીવોને નિર્દોષ આત્માનંદનો માર્ગ દર્શાવનાર છે. જેની વાણી તો સુધારસની ખાણ સમાન છે. જેના મુખના મટકાથી કહેતા પવિત્ર હાવભાવથી તથા લોચન કહેતા નેત્રકમળના લટકાથી અર્થાત્ તેની છટાથી દેવલોકમાં રહેનારી એવી ઇન્દ્રાણીને પણ તે રૂપ જોવાનો લોભ થયો. કારણ કે પ્રભુનું રૂપ તે દેવલોકના ઇન્દ્ર કરતાં પણ સવિશેષ છે. અમે પણ નિરંતર આપને જ જોયા કરીએ અને આપની સેવામાં જ રહીએ એવી હે પ્રભુ અમારા ઉપર પણ કૃપા કરો. ||૧||
ભવપટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા; ક્રોધ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા. મો૨
સંક્ષેપાર્થ :- ભવપટ્ટણ કહેતાં સંસારરૂપી નગરની ચારે દિશાઓમાં ચારગતિરૂપ ચાર દરવાજાઓ છે. તે નગરમાં ચોરાશી લાખ જીવયોનીરૂપ ચૌટાઓ છે. તેમાં ક્રોધ, માન, માયા લોભાદિકરૂપ ચોવટીઆ કહેતાં પંચ લોગ અતિ ખોટા છે. માટે હે મનમોહન નાથ! અમારી વિનંતિ સ્વીકારજો. અમે પણ તમારી સેવામાં જ રહીશું. //રા
| મિથ્યા મેતો કુમતિ પુરોહિત, મદનસેનાને તીરે;
લાંચ લઈ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે. મો-૩
સંક્ષેપાર્થ:- સંસારરૂપી નગરમાં મિથ્યા એટલે જૂઠો એવો મેતો કહેતાં મહેતાજી છે, અને કુમતિરૂપી પુરોહિત છે. તે મદનસેનારૂપ વેશ્યાના તોરે એટલે આધારે લોકોમાં મોહરૂપ કંદર્પ એટલે કામદેવને જાગૃત કરી, લોકો પાસેથી લાંચ લેવા માટે ત્રિવિધતાપરૂપ ઉપાધિ કરાવીને સંતાપ આપે છે. માટે હે નાથ ! મને તમારી સેવા જ પ્રિય છે. તેવા
અનાદિ નિગોદ તે બંદીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો;
સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુસંક વાંકો. મો૦૪
સંક્ષેપાર્થ – સંસારમાં અનાદિ નિગોદ એટલે નિત્ય નિગોદરૂપ બંદીખાનું છે. તે જીવોની તૃષ્ણારૂપ તોપથી રહેલ છે અર્થાત્ તૃષ્ણાને લઈને જીવો તે બંદીખાનામાં પડ્યા છે. તે બંદીખાનાથી જીવ બહાર ન નીકળી શકે તે માટે
૨૬ર
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓની ચોકી ગોઠવેલ છે. ત્યાં રહેનારા નિગોદના જીવો બધા વાંકા એવા નપુંસક વેદવાળા છે. એવા દુઃખોમાંથી છૂટવા હે નાથ ! હું તો હવે તમારી સેવામાં જ રહેવા ઇચ્છું છું. //૪ll
ભવસ્થિતિ કર્મવિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકસેન્દ્રિયપણું ઓળંગી, પંચેન્દ્રિપણું લાધ્યો. મો૦૫
સંક્ષેપાર્થ:- હવે ભવસ્થિતિ પરિપક્વ થવાથી કર્મરૂપી વિવર એટલે દ્વારપાળે મને માર્ગ આપ્યો. જેથી હું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના સ્થાવર ભવો તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તેમજ ચાર ઇન્દ્રિયના ભવો ઓળંગીને બહાર નાઠો કહેતાં નીકળી આવ્યો. અને અકામ નિર્જરા કરતા પુણ્ય વધવાથી હવે મને પંચેન્દ્રિયપણું લાધ્યું, અર્થાત્ પ્રાપ્ત થયું છે. માટે હે મનમોહન સ્વામી ! મારી વિનતિને સ્વીકારી હવે મારો જરૂર ઉદ્ધાર કરો. //પા!
માનવભવ આરજકુળ સદ્ગુરુ, વિમલબોધ મળ્યો મુજને; ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મો૦૬
સંક્ષેપાર્થ :- આ મનુષ્યભવ, આર્યકુલ, સદ્ગુરુ ભગવંત તથા તેમનો વિમળ એટલે નિર્મળ બોધ મને મળ્યો છે. તેથી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભાદિક શત્રુઓનો વિનાશ થવાથી તમારી ઓળખાણ મને થઈ છે. માટે હે પ્રભુ! હવે તમારી સેવામાં જ રહીશું. //ફા.
પાટણમાંહે પરમદયાળુ, જગત વિભૂષણ ભેટ્યા;
સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેઢ્યા. મો.૭.
સંક્ષેપાર્થ – પાટણ નગર માંહે પરમ દયાળુ જગતના વિભૂષણ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મને ભેટો થયો. તેથી સત્તાસોને બાણુંમાં મારા હૃદયમાં શુભ પરિણામ ઊપજવાથી કઠીન એવા કમનું બળ મર્યે, અર્થાત્ મારા કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમના અંદરની થઈ. જેથી આપના પ્રત્યે મને દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. - હે મનમોહન પાર્શ્વનાથ પ્રભુ! આ પામરની વિનતિને લક્ષમાં લેજો કે જેથી અમે સદા આપની સેવામાં જ રહીએ. ઉપરોક્ત સંસારનાં ભયંકર દુઃખોને જોઈ અમને હવે આપની સેવા એટલે આજ્ઞામાં જ રહેવાની પ્રબળ ઇચ્છા છે, તે હે નાથ સફળ થાઓ, સફળ થાઓ. શા