________________
(૧) શ્રી ઋષભ જિન સ્તવન
પાવન કરો. ॥૪॥
વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નય વિજય વિબુધ પયસેવક એમ ભણે રે, તેણી પામ્યા પામ્યા કોડિ કલ્યાણ રે. ૬૫ સંક્ષેપાર્થ :– મારા વયણ કહેતા વચન વડે કરેલ અરજને સાંભળી પ્રભુ મારા મનમંદિરમાં પધાર્યા. ત્રણ ભુવનમાં ભાણ કહેતા સૂર્ય સમાન એવા પ્રભુ સ્વયં તૂઠા તૂઠા અર્થાત્ તુષ્ટમાન થયા, તુષ્ટમાન થયા. જેથી પંડિત શ્રી નયવિજયજીના પાદસેવક એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો હવે ક્રોડો ગમે કલ્યાણને પામી ગયો, અર્થાત્ મારા કાર્ય સિદ્ધ થઈ ગયા. કારણ પ્રભુ પોતે જ મારા હૃદયમાં આવી વિરાજમાન થયા. હવે મારે બીજા કોઈની જરૂર નથી. ।।૫।।
૨૩૧
(૧) શ્રી ઋષભ જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો
(ઢાળ કડખાની)
ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તું નયણ દીઠો; દુઃખ ટળ્યાં સુખ મિલ્યાં,સ્વામી ! તું નીરખતાં, સુકૃત સંચય હુવો, પાપ નીઠો. ઋ૦૧ સંક્ષેપાર્થ :- હે શ્રી ઋષભ જિનરાજ ! આજનો મારો દિવસ ઘણો જ ભલો કહેતાં શ્રેષ્ઠ છે કે ગુણોમાં નીલમણિ સમાન એવા આપના મારા નયણ કહેતાં નેત્ર વડે દર્શન થયાં.
હે સ્વામી ! તારી નિર્વિકાર મુખમુદ્રાને નિરખતાં એટલે ધ્યાનથી એક ટકે જોતાં મારા મનના દુઃખ ટળી ગયાં અને આત્મશાંતિરૂપ સુખની પ્રાપ્તિ થઈ. સુકૃત કહેતાં પુણ્યનો સંચય થયો અને પાપ નીઠો કહેતાં પાપનો નાશ થયો. ।।૧।। કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મલ્યો, આંગણે અમિયનો મેહ વૂઠો;
૨૩૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
મુજ મહીરાણ, મહીભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ૦૨
સંક્ષેપાર્થ :– આપના દર્શન થતાં જાણે આંગણામાં કલ્પશાખી એટલે કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું અથવા ઇચ્છિત ફળ આપનાર એવા કામઘટ એટલે દિવ્ય ઘડાની મને પ્રાપ્તિ થઈ. મારા આંગણામાં અમિય એટલે અમૃતના મેહ વરસ્યા, મને મહીરાણ કહેતાં પૃથ્વીના રાજા જેવા આપ રક્ષક મળ્યા. તેમજ મહીભાણ એટલે સૂર્ય જેવા આપના દર્શન થવાથી કુમતિરૂપ જૂઠો અંધકાર નાશ પામી ગયો. ।।૨।।
કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરુ બાવળે ?
તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋ૦૩ સંક્ષેપાર્થ ઃ— આવા પરમ પુરુષની ભેટ થવાથી હવે કવણ એટલે કોણ
એવો મનુષ્ય છે કે જે કનકમણિ કહેતાં પારસમણિને છોડી, તૃણ એટલે ઘાસનો સંગ્રહ કરે ? અથવા કુંજર એટલે હાથીના બદલામાં કરહ એટલે ઊંટને કોણ લે, અથવા કલ્પવૃક્ષની છાયામાં બેસવાનું મૂકી દઈ કાંટાળા એવા બાવળના ઝાડની છીછરી છાયામાં કોણ બેસે ? તેમ તમારા જેવા વીતરાગી દેવને મૂકી દઈ રાગીદ્વેષી એવા અવર કહેતાં બીજા દેવોની કોણ સેવા કરે, અર્થાત્ સમજુ પુરુષ તો ન જ કરે. III
એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દુજો ન ઈહ્યું; તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીઠું. ઋ૦૪ સંક્ષેપાર્થ :– એક મારી આ ટેક છે અર્થાત્ મારો આ દૃઢ નિશ્ચય છે કે સુવિવેક કહેતાં સમ્યજ્ઞાનથી પરિપૂર્ણ એવા મારા સાહિબ શ્રી ઋષભદેવ સિવાય કદી પણ હું બીજા દેવને ઇચ્છવાનો નથી. તેમજ તારા વચન પ્રત્યેના અત્યંત રાગરૂપ સુખ સાગરમાં સ્નાન કરતો થકો હું કર્મભર કહેતાં કર્મના ભારથી ભ્રમિત થઈને ડરવાનો પણ નથી. ।।૪।।