________________
૨૩
(ર) શ્રી ત્રિકષભ જિન સ્તવન
કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા,
માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર,
મહિર કરી મોહિ ભવજલધિ તારો. ૩૦૫ સંક્ષેપાર્થ :- હે વિભુ અર્થાત્ પ્રભુ! આપના તો કરોડો ભલભલા માણસો સેવક છે, ઇન્દ્રો જેવા પણ આપના દાસ છે. પણ મારે મન તો તું એક જ પ્યારો નાથ છો. પતિતપાવન કહેતાં સંસારમાં પડેલા જીવોને પવિત્ર કરનાર તથા તેમનો ઉદ્ધાર કરનાર આપ જ છો. માટે મહિર એટલે કૃપા કરી મને ભવજલધિ કહેતા સંસારસમુદ્રથી પાર ઉતારો. //પા.
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમકપાષાણ જિમ લોહને ખેંચશે,
| મુક્તિને સહજ તુજ ભક્તિરાગો. ઋ૦૬ સંક્ષેપાર્થ :- મુક્તિ એટલે મોક્ષથી પણ અધિક મારા મનમાં તો હે નાથ! તારી ભક્તિ વસી છે. તે ભક્તિથી મને બળવાન પ્રતિબંધ થઈ ગયો છે; અર્થાતુ તે ભક્તિ વિના હવે હું રહી શકે એમ નથી. ચમકપાષાણ એટલે લોહચુંબક જેમ લોઢાને ખેંચે છે તેમ તારા પ્રત્યેનો ભક્તિરાગ સહેજે મુક્તિને ખેંચી લાવશે એવી મને ખાત્રી છે; માટે મુક્તિ સંબંધી કોઈ ચિંતા હવે મને રહી નથી. કા
ધન્ય તે કાય, જેણિ પાય તુજ પ્રણમીએ,
તુજ થયે જેહ ધન્ય! ધન્ય! જીહા; ધન્ય! તે હૃદય જિણે તુજ સદા સમરીએ,
ધન્ય તે રાત ને ધન્ય! દિહા. ઋ૦૭ સંક્ષેપાર્થ:- તે કાયાને ધન્ય છે કે જે કાયા હમેશાં આપના ચરણકમળમાં પ્રણામ કરે છે. તુજ થયે કહેતાં તારી જે ભાવપૂર્વક સ્તવના કે વખાણ કરે છે તેની જિહા એટલે જીભને પણ ધન્ય છે, ધન્ય છે. તે હદયને પણ ધન્ય છે કે જે સદા તારું સ્મરણ કરે છે. તથા તે રાત અને દિવસને પણ ધન્ય છે કે જે કાળમાં તારું જ સ્મરણ રહ્યાં કરે છે. IIણા.
ગુણ અનંતા સદા તુજ ખજાને ભય,
એક ગુણ દેત મુજ શું વિમાસો?
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ રયણ એક દેત શી હાણ રયણાયરે ?
લોકની આપદા જેણે નાસો. ઋ૦૮ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના શુદ્ધ આત્મારૂપી ખજાનામાં હમેશાં અનંત ગુણો ભરેલા છે. તેમાંથી એક ક્ષાયિક સમકિત ગુણ મને આપતાં આપ શું વિમાસણ કહેતાં ઊંડા વિચારમાં પડી ગયા.
જેમ રયણાયર કહેતાં રત્નાકર અર્થાત્ સમુદ્ર પોતામાંથી એક રમણ એટલે રત્ન આપી દે તો તેને શી હાણ એટલે હાનિ થવાની હતી; કંઈ જ નહીં. પણ તે એક રત્નવડે અનેક લોકોની આપદાઓનો નાશ થઈ જાય; માટે મને પણ એક ક્ષાયિક સમકિત ગુણ આપીને કૃતાર્થ કરો. દા.
ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલને,
રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપરો,
જશ કહે અબ મોહિ ભવ નિવાજો. ઋ૦૯ સંક્ષેપાર્થ :- ગંગા નદીની જેવો શીતળ તેમજ પવિત્ર આપના સંગનો રંગ છે. તથા આપના કીર્તિના કલ્લોલ કહેતાં તરંગો, સકળ વિશ્વમાં પ્રસરી રહ્યાં છે. તેમજ આપના તપનું તેજ તો રવિ એટલે સૂર્ય કરતાં પણ વિશેષ તાજું છે, અર્થાતુ દેદીપ્યમાન છે.
પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ ! હું આપનો જ સેવક છું. માટે મને હવે સંસારના દુઃખોથી સર્વકાળને માટે નિવૃત્ત કરી, મોક્ષપદ આપી સંતુષ્ટ કરો, એવી મારી અભિલાષા છે. લો!
(૨) શ્રી ઋષભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો
(રાગરામકલી) ઋષભદેવ હિતકારી, જગતગુરુ, ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી. જ૦૧ સંક્ષેપાર્થ :- શ્રી ઋષભદેવ ભગવાન સર્વ જગતનું હિત કરવાવાળા