________________
(૧) શ્રી ત્રિકષભ જિન સ્તવન
૨૨૯ જરૂર ચંગ એટલે મજેદાર એવી શિવપુરી કહેતા મોક્ષનગરીમાં જઈ પહોંચશો, એમાં કોઈ સંદેહ નથી.
માટે હે નાથ! ભીષણ એવા ભવસાગરથી મારી રક્ષા કરો. પા.
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(અતિ લાભારે ઉતજી- દેad) દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે,
ભેટયા ભેટયા વીર નિણંદ રે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે,
પામું પામું પરમાનંદ રે. દુ૦૧ સંક્ષેપાર્થ :- હે પ્રભો ! આપની પરમશાંત વીતરાગ મુદ્રાના દર્શન કરવાથી મારા આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ ભુલાઈ ગયા અને આત્મામાં સુખશાંતિનો અનુભવ થયો. તેથી ખરેખર જિનોમાં ઇન્દ્ર જેવા ભગવાન મહાવીરની મને આજે પ્રત્યક્ષ ભેટ થઈ એમ હું માનું છું.
હવે હે પ્રભુ! આપ મારા મનરૂપી મંદિરમાં આવીને સદા વાસ કરો કેમકે આપના મુખ દર્શન માત્રથી મને શાંતિ ઊપજે છે. તો આપ સદા મારા મનમંદિરમાં જ વાસ કરો તો હું સર્વકાળને માટે પરમાનંદને પામી જાઉં. માટે આપ મારા મનમંદિરમાં જરૂર પધારો. /૧
પીઠબંધ જહાં કીધો સમકિત વજનો રે,
કાક્યો કાચો કચરોને ભ્રાંતિ રે; જહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદુઆ રે,
રૂડી રૂડી સંવર ભીતિ રે. દુ૨ સંક્ષેપાર્થ:- મારા મનમંદિરમાં આપને બિરાજમાન કરવા માટે વજ જેવા દૃઢ સમકિતની મેં પીઠબંધ કહેતા બૈઠક કરી છે. અને અનાદિકાળના આત્મભ્રાંતિરૂપ કચરાને મેં બહાર કાઢ્યો છે. તેથી હવે અહીંયા મારા મનમંદિરમાં આત્મ અનુભવરૂપ ચારિત્રના ચંદ્રવા અતિ ઊંચા શોભી રહ્યા છે. અને તે વડે કર્મ આવવાના દ્વાર બંધ થવાથી રૂડી એવી સંવરરૂપી ભીંતનું ચણતર કર્યું છે. માટે
૨૩૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હવે જરૂર આપ મારા મનમંદિરમાં પધારો. iારા
કર્મ વિવર ગોખે જહાં મોતી ઝૂમણાં રે;
ઝૂલઈ ઝૂલઈ ધીગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે,
કોરિ કોરિ કોરણિ કાઠ રે. દુ૩. સંક્ષેપાર્થ :- સ્વકર્મરૂપી વિવરે કહેતા દ્વારપાળે માર્ગ આપવાથી મારા મનમંદિરમાં એક ગોખ બનાવ્યો છે. તેમાં ધી ગુણ એટલે બુદ્ધિના આઠ ગુણ -(૧) સુશ્રુષા :-સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ :-સાંભળવામાં એકાગ્રતા (૩) ગ્રહણ :-તેનો અર્થ સમજીને ગ્રહણ કરવો (૪) ધારણ :-ગ્રહણ કરેલું સ્મૃતિમાં રાખવું. (૫) વિજ્ઞાન :-તે સંબંધી વિશેષ જ્ઞાન મેળવવું તે (૬) ઉહા:- તે સંબંધી શંકા ઉપસ્થિત કરવી તે (૭) અપોહ:-પોતાની કે પરની શંકાનું સમાધાન કરવું તે. (૮) તત્ત્વાભિનિવેષ :-જે તત્ત્વ નિર્ણય થાય તેનું દ્રઢ શ્રદ્ધાન કરવું તે. એ રૂપી મોતીઓના ઝૂમણાં એટલે ઝૂમખાઓ ત્યાં ઝૂલી રહ્યાં છે, અર્થાતુ આ બુદ્ધિના આઠ ગુણોવડે આત્મધર્મ નિરંતર સાંભળવા કે વિશેષ વિચાર કરવા માટેની મારી ખરી જિજ્ઞાસા પ્રગટી છે. તથા બાર ભાવનારૂપ પંચાલી કહેતા પાંચ કારીગરોના પંચે મળીને અચરજ એટલે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી કાઠ એટલે લાકડામાં કોતરી કોતરીને સુંદર કોતરણી તે ગોખમાં કરી છે, અર્થાત્ બાર ભાવનાઓ ભાવી ભાવીને મેં મારા પરિણામોને આત્મકલ્યાણને યોગ્ય સુંદર કર્યા છેએવું મારું મનમંદિર, ઓપને પધારવા યોગ્ય સુંદર બન્યું છે. રૂા.
ઇહાં આવી સમતા રાણીશું પ્રભુ રમો રે,
સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શકશો એકવાર જો આવશો રે,
રંજ્યા રંજ્યા હિયડાનિ હેજ રે. ૬૦૪ સંક્ષેપાર્થ:- માટે હે પ્રભુ આપ સુંદર એવા મારા મનમંદિરમાં પધારી સમતારૂપી રાણી સાથે રમણ કરો. ત્યાં સ્થિરતારૂપી સુંદર સેજ કહેતા શય્યા પણ સારી છે. એકવાર જો પ્રભુ મારા મનમંદિરમાં આપ પધારશો તો મારા હિયડાની કહેતા હૃદયના હેજ અર્થાત્ અત્યંત સ્નેહને જોઈ આપ પોતે જ રંજાયમાન થશો અને હું પણ ત્યાંથી આપને જવા દઈશ નહીં. માટે જરૂર પધારી મારું મનમંદિર