________________
(૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન
૨૦૯ કહે છે કે મારે મન તો ચંગ કહેતાં મજેદાર એવો ચોથો આરો ફરીથી આવી ગયો એમ માનું છું. કેમકે મારા વહાલા શ્રી મલ્લિનાથ પ્રભુ સાથે આ વખતે મારું ભાવપૂર્વક મિલન થઈ ગયું. IaI
(૧૯) શ્રી કૃતાર્થ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
(અષિકા તારો હું તો અપરાધીએ દેશી) સેવા સારો જિનની મન સાચે, પણ મત માગો ભાઈ; સે મહિનતનો ફળ માગી લેતાં, દાસ ભાવ સવિ જાઈ. સે૧
સંક્ષેપાર્થ:- હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનરાજ પ્રભુની સાચા ભાવમને સેવા કરજો, તેમની આજ્ઞાનું પાલન કરજો. પણ હે ભાઈ, સેવા કરીને કદી પણ તેના ફળની માગણી કરશો મા.
કોઈ કોઈની સેવા કરી મહેનતનું ફળ માંગી લે તો તે ખરેખર તેની સેવાનો કામી નથી, પણ દામરૂપ ફળનો કામી છે, અને જે દામરૂપ ફળનો કામી છે તે મોક્ષરૂપ ફળનો કામી નથી. તેથી તેનો દાસભાવ સર્વથા નાશ પામે છે; અર્થાત્ મોક્ષરૂપ ફળ તેને પ્રાપ્ત થતું નથી. માટે હે ભવ્યો ! સદા માત્ર મોક્ષની અભિલાષા રાખીને જ શ્રી જિનેશ્વર પ્રભુની સાચા મને સેવા કરજો.
ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવાળ જાશે; દાસ તિકે જે ઘન ભરિ નીરખી, કેકીની પરે નાચે. સે૨
સંક્ષેપાર્થ :- પ્રભુની ભક્તિ કરીને જે પ્રાણીઓ સેવાનું ફળ જાચે એટલે યાચે છે અર્થાતુ માગે છે; તેની સાચી ભક્તિ પ્રભુ પ્રત્યે નથી એ તેનું સૂચન છે. તે ભક્તિ માત્ર ભાડાયત છે, અર્થાત્ જેમ કોઈ ભાડું લઈ તેનું કામ કરી આપે, તેના જેવું છે. સાચો પ્રભુનો દાસ એટલે સેવક તો તેને કહીએ કે જે ઘન એટલે જળ ભરેલા વાદળાઓને નીરખી એટલે એકટકે જોઈને કેકીની એટલે મોરની જેમ નાચી ઊઠે અર્થાત્ પ્રભુના ઉત્તમ ગુણોને જાણી, જોઈ, સાચા ભક્તના હૃદયમાં આનંદના ઉભરા આવે, તેની ભક્તિમાં જ નિસ્પૃહભાવે તન્મય થવાનો ભાવ ઊપજે; તે જ સાચો સેવક જાણવો. માટે હે ભવ્યો ! સાચા આત્મભાવે
૨૧૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી જિનેશ્વર પ્રભુની સેવા કરજો જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. રા
સારી વિધિ સેવા સારંતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજ૨ ખિજમતિ કરતાં, સહેજે નાથ નિવાજે. સેન્સ
સંક્ષેપાર્થ:-રૂડી રીતે અથવા યથા ઉપદેશિત વિધિએ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞાનો ભંગ થાય નહીં. જેમકે પ્રત્યેક કાર્યના પ્રારંભમાં પ્રભુનો હુકમ હાજર કરી અર્થાત્ તે તે કાર્યમાં પ્રભુની આજ્ઞા છે કે નહિ, તે સંભારી પછી કાર્ય કરવું એમ ખિજમતી એટલે પ્રભુની સેવા કરવાથી સહેજે નાથ એટલે સ્વામી નિવાજે અર્થાતુ પ્રસન્ન થાય. તેથી આપણા આત્માનું હિત થાય. માટે છે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનેશ્વર પ્રભુની સેવા સાચા ભાવથી કરજો. સા.
સાહિબ જાણો છો સહુ વાતો, શું કહિએ તુમ આગે; સાહિબ સનમુખ અમ માગણની, વાત કારમી લાગે. સે૦૪
સંક્ષેપાર્થ :- મુક્તિપુરીના સાહેબ! આપ તો કેવળજ્ઞાન વડે અમારી આ સઘળી વાતો જાણો છો કે કોણ સાચો ભક્ત છે અને કોણ બગભક્ત છે. માટે આપની સમક્ષ અમે શું કહીએ ? સાહિબની સન્મુખ કાંઈ પણ માંગવાની વાત કરવી તે કારમી લાગે અર્થાતુ અશોભનીય જણાય. જે ભવ્યાત્મા સાહિબની સાચા ભાવમનથી સેવા કરશે, તેમની અખંડ આજ્ઞા ઉઠાવશે તે જરૂર અચિંત્ય એવા મોક્ષફળને પામશે. એમાં કિંચિત્માત્ર સંશય નથી. II૪ો.
સ્વામી કૃતાર્થ તો પણ તુમથી, આશ સહુકો રાખે; નાથ વિના સેવકની ચિંતા, કોણ કરે વિષ્ણુ દાખે. સે૦૫
સંક્ષેપાર્થ : - હે પ્રભુ! આપ તો અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી હોવાથી કૃતાર્થ છો. તથા પરમદયાળુ હોવાથી અમારા જેવા સર્વ આપથી આશા રાખે છે કે આપ અમને જરૂર મુક્તિસુખ આપશો.
નાથ વિના સેવકની કોણ ચિંતા કરે ? માટે આજથી અમારા નાથ તરીકે આપને સ્થાપિત કરીએ છીએ, આપનું શરણ લઈએ છીએ, આપની આજ્ઞા ઉપાસીએ છીએ. જેથી વગર જણાવ્યું પણ અમારું મોક્ષફળરૂપ ચિંતિત સફળ થાય. //પા.
તુજ સેવ્યાં ફળ માગ્યો દેતાં, દેવપણો થાયે કાચો; વિણ માગ્યાં વાંછિત ફળ આપે, તિણે દેવચંદ્ર પદ સાચો. સે-૬