________________
૨૦૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચરણકમળની સેવા કરું છું, અર્થાત્ તમારી આજ્ઞા ઉપાસવા પ્રયત્ન કરું છું. બાકી હું કંઈ જાણતો નથી.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં તો આટલું જાણ્યું છે કે જે બળવાન પુરુષનું શરણ ગ્રહણ કરે છે તે સાચા આત્મિક સુખને પામે છે. માટે હે મારા મનમોહન સ્વામી ! હું તો માત્ર આપના શરણને અંગીકાર કરી આપની ભક્તિમાં તન્મય થાઉં છું. મને તો એજ એક સુખપ્રદ માર્ગ ભાસે છે. શા
(૧૯) શ્રી કૃતાર્થ જિન સ્તવન
૨૭ સરખાવતા તે સિંહ હારીને રાન એટલે જંગલમાં ચાલ્યો ગયો. એવા મારા મનમોહનના મુખને હિમકર કહેતા ચંદ્રમા સાથે સરખાવતા તે ચંદ્રમાનો પણ હજા વાન કહેતા વર્ણ સુધર્યો નથી, તે પ્રભુના મુખ આગળ સાવ ફીકો પડે છે. IIકા.
તુજ લોચનથી લાજિયાં, મડ કમળ ગયાં જળમાંહી રે; મા અહિપતિ પાતાળે ગયો, મ જીત્યો લલિત તુજ બાંહી રે. મ૦૪
સંક્ષેપાર્થ :- પ્રભુ તારા લોચન કહેતા નેત્રકમલથી લજ્જા પામીને કમળનું ફુલ તો જળમાં જ પેસી ગયું. તથા મારા મનમોહક પ્રભુને જોઈ અહિપતિ કહેતા સાપોનો રાજા શેષનાગ તે પાતાળમાં પેસી ગયો. કેમકે તેણે પ્રભુની લલિત કહેતા સુંદર અને શક્તિશાળી એવી બેય ભુજાઓને જોઈ ને શરમાઈ ગયો કે અહો! આ ભુજ બાહુની શોભા અને શક્તિ આગળ તો હું કંઈ વિસાતમાં નથી. એમ મનથી હાર ખાઈ, તે પાતાળમાં ચાલ્યો ગયો. ૪.
જીત્યો દિનકર તેજશું, મફિરતો રહે તે આકાશ રે; મ. નીંદ ન આવે તેહને, મવ જેહ મન ખેદ અભ્યાસ રે. મ૫
સંક્ષેપાર્થ :- આપે દિનકર એટલે સૂર્યને તો આપના તેજથી અર્થાત્ પ્રતાપથી એવો જીત્યો કે તે તો દૂર જઈ આકાશમાં જ ર્યા કરે છે, કેમકે જેના મનમાં ખેદ કરવાનો અભ્યાસ પડી ગયો હોય તેની નીંદ હરામ થઈ જાય છે તે સુખે સુઈ શકે નહીં. પણ
એમ જીત્યો તમે જગતને, મો હરિ લીયો ચિત્તરતજ રે; મહ. બંધુ કહાવો જગતના, મ તે કિમ હોય ઉપમન્ન રે. મ૦૬
સંક્ષેપાર્થ :- એમ છે મારા મનમોહક પ્રભુ! આપે સર્વ જગતને જીતી લીધું છે, અમારા ચિત્તરૂપી રતનને હરી લીધું છે. આપ જગતના સર્વ જીવોના બાંધવ કહેવાઓ છો, તો હે મનને મોહ પમાડનાર સ્વામી ! મારાથી તમે કેમ ઉપમન્ન કહેતા અદ્ધર મનવાળા થઈને રહો છો અર્થાત્ મારામાં એવી શું ખામી છે કે આપ મારાથી ઉદાસીન થઈને રહો છો. IIકા
ગતિ તુમે જાણો તુમતણી, મ હું એવું તુજ પાય રે; મ. શરણ કરે બળિયાતણું, મન યશ કહે તસ સુખ થાય ૨. મ૦૭
સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! તમારી ગતિ તમે જ જાણી શકો. મારું કંઈ ગજા નથી કે હું આપના સ્વરૂપને ઓળખી શકું. હું તો માત્ર તમારા પાય કહેતા
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(ઢાળ રક્રિયાની દેશ0). મલ્લિ જિણેસર મુજને તમે મિલ્યા, જેહ માંહી સુખકંદ વાઘેસર; તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગવંદ વાઘેંસર મ૦૧
સંક્ષેપાર્થ :- જેમાં સુખકંદ એટલે સુખનું જ મૂળ રહેલું છે એવા મારા વાલા શ્રી મલ્લિનાથ જિનેશ્વર મને મળી ગયા. જેથી આ કળિયુગને જ અમે તો ગિરુઓ કહેતા મોટો ગણીએ છીએ. બીજા યુગવૃંદ કહેતા અનેક યુગોના સમૂહો બીજી ગતિઓમાં વ્યતીત થઈ ગયા પણ મારા વહાલાના ખરા ભાવથી દર્શન થયા નહીં. તેથી હું તો આ કળિયુગને જ મારા મનથી મોટો ગણું છું. I/૧
આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દર્શન દીઠ; વાત મભૂમિ પણ સ્થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વા૦ મ૨
સંક્ષેપાર્થ :- મારા માટે તો આ પાંચમો આરો જ સારો છે કે જ્યાં આપના ભાવપૂર્વક દર્શન થયા. તેથી મભૂમિ કહેતા મારવાડની ભૂમિ પણ મારા માટે તો જાણે કલ્પવૃક્ષ જેવી બની ગઈ. અને તે મેરુ પર્વતથી પણ મને તો વિશેષ ઇષ્ટ જણાઈ. રા
પંચમ આરે રે તુમ્હ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વાવ ચોથો આરો રે ફિરિ આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ. વાહ મ૩.
સંક્ષેપાર્થ:- આ પંચમકાળમાં તમારી સાથેના મેળાપ વડે આત્માનો રૂડો રંગ રહ્યો અર્થાત્ આત્મજ્ઞાન થયું. તેથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ