________________
(૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન
ઊડીને આવી જાત. અથવા મારા ચિત્તને એટલે મનને જો અવધિજ્ઞાનરૂપ આંખો હોત તો હમેશાં આપનું નૂર કહેતાં સુંદરતાને જ જોયા કરત. ।।૩।।
શાસનભક્ત જે સુરવરા, વીનવું શીશ નમાય લાલ રે; કૃપા કરો મુજ ઉપરે, તો જિનવંદન થાય લાલ રે, દેજ
સંક્ષેપાર્થ :– હે શાસનભક્ત શ્રેષ્ઠ દેવતાઓ ! હું તમને શીશ એટલે મસ્તક નમાવીને વિનંતિ કરું છું કે જો તમે મારા પર કૃપાદૃષ્ટિ કરો તો મને શ્રી જિનેશ્વર પ્રભુના પ્રત્યક્ષ દર્શન થાય અને તેમની ભાવભક્તિ સહિત વંદના પણ મારાથી થાય. II૪]
૨૦૫
પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઇણ જીવ લાલ રે; અવિરતિ મોહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે, દેપ સંક્ષેપાર્થ :– ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જઈ પ્રભુને પ્રશ્ન પૂછું કે હે પ્રભુ! મારા જીવે પૂર્વ ભવોમાં એવી કઈ વિરાધના કરી છે કે જેથી મારો આ અવિરતિસ્વરૂપ એવો મોહ હજુ સુધી નાશ પામતો નથી. આગમરૂપી દીવો લઈને પણ જોતાં, આ અજ્ઞાનરૂપ મિથ્યાત્વમોહ કે અવિરતિરૂપ ચારિત્રમોહ કેમ નષ્ટ થતો નથી; તેનું શું કારણ છે તે મને જણાવો. ।।૫।।
આતમ શુદ્ધ સ્વભાવને, બોધન શોધન કાજ લાલ રે;
રત્નત્રયી પ્રાપ્તિ તણો, હેતુ કહો મહારાજ લાલ ૨ે. દેવુ
સંક્ષેપાર્થ :– મારા આત્માના શુદ્ધ સ્વભાવનો બોધ થવા તથા તેનું શોધન એટલે શુદ્ધિ થવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિનું સાચું કારણ શું છે ? તે તે મોક્ષરૂપી નગરના મહારાજા એવા પ્રભુ ! મને તે સંપૂર્ણ રીતે સમજાવો. ॥૬॥
તુજ સરિખો સાહિબ મિલ્યો, ભાંજે ભવભ્રમ ટેવ લાલ રે; પુષ્ટાલંબન પ્રભુ લહી, કોણ કરે પરસેવ લાલ રે. દે૭
સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ! આપના જેવા સામર્થ્યવાન સાહિબ મને મળ્યા છે. જેથી મારી અનાદિની ચારગતિરૂપ સંસારમાં ભમવાની ટેવ હવે ભાંગી જશે, અર્થાત્ મટી જશે. એવી મને ખાત્રી છે. આપના જેવા પુષ્ટ આધારસ્વરૂપ પ્રભુને પ્રાપ્ત કરી, પર એવા હરિહરાદિક દેવોની સેવા પૂજા કોણ કરે; વિચારવાન તો ન જ કરે. ॥૭॥
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીનદયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે. કેન્દ્ર સંક્ષેપાર્થ :– હે દીન ઉપર દયા કરનાર કૃપાળુ ભગવંત! આપ જ અમારા નાથ છો, તથા ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિના પરમ આધાર છો. માટે દેવોમાં ચંદ્રમા સમાન એવા આપ જિનેશ્વરની સેવના એટલે આજ્ઞા ઉઠાવવી એ મુમુક્ષુને મન પરમ અમૃત સ્વરૂપ છે અર્થાત્ સર્વકાળને માટે તેને અમર બનાવી મોક્ષસુખને આપનાર છે. III
૨૦૬
(૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી
ચંદ્રયશા જિનરાજીઓ, મનમોહન મેરે,
પુષ્કર દીવ મોઝાર રે; મનમોહન મેરે;
પશ્ચિમ અરધ સોહામણો, મ વચ્છ વિજય સંભાર રે. મ૧ સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રયશા જિનરાજ તે અમારા મનના મોહક છે, અર્થાત્ અમારા મનને આનંદ પમાડનારા છે. જે પશ્ચિમ પુષ્કરાદ્ધ દ્વીપની મોઝાર એટલે અંદર સોહામણો કહેતાં સુંદર એવી વચ્છ વિજયમાં આજે વિરાજમાન છે. તેને ભક્તિપૂર્વક સંભારો અર્થાત્ યાદ કરો જેથી તમારા પણ આત્મિક ગુણો
પ્રગટ થાય. ||૧||
નયરી સુસીમા વિચરતા, મ૰ સંવરભૂપ કુલચંદ રે; મ શશિ લંછન પદ્માવતી, મ॰ વલ્લભ ગંગાનંદ રે. મ૨ સંક્ષેપાર્થ ઃ— વચ્છ વિજયમાં આવેલ નયી કહેતા નગરી સુસીમાપુરીમાં પ્રભુ વર્તમાનમાં વિચરી રહ્યા છે. એ મારા મનમોહન પ્રભુ સંવરરાજાના કુલમાં ચંદ્રમા સમાન શોભે છે. શશિ કહેતા ચંદ્રમા જેમનું લંછન છે, પદ્માવતીના મનવલ્લભ છે તથા ગંગાદેવી માતાના નંદ કહેતા સુપુત્ર છે. ૨
કટિલીલાએ કેસરી, મ॰ તે હાર્યો ગયો રાન રે; મ હાર્યો હિમકર તુજ મુખે, મ॰ હજીય વળે નહિ વાન રે. મ૦૩ સંક્ષેપાર્થ :– કટિલીલાએ કહેતા પ્રભુની કમરને કેસરીસિંહ સાથે