________________
(૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન
૨૧૧ સંક્ષેપાર્થ:- જે આપની સેવા કરી ફળ માંગે અને તેને આપ ફળની પૂર્તિ કરો તો આપ સેવાના અર્થી રાગીદેવ કહેવાઓ. તેથી તમારું દેવપણું કાચું ઠરે અર્થાત્ રાગી કુદેવોમાં તમારી ગણતરી થાય.
પણ માંગ્યા વિના જ આપ તો વાંછિત ફળ આપો છો માટે આપનું દેવોમાં ચંદ્રમા સમાન ઉત્કૃષ્ટ દેવપદ સાચું છે, એમાં સંદેહને સ્થાન નથી. માટે હે મોક્ષના ઇછુક ભવ્ય પ્રાણીઓ તમે સદૈવ આવા વીતરાગ પરમાત્માની સાચા અંતઃકરણે, નિઃસ્પૃહભાવે, ભાવભક્તિથી સેવા કરો. જેથી સર્વકાળને માટે જન્મ જરા મરણથી મુક્ત થઈ, શાશ્વત સુખશાંતિને પામો. કા.
(૨૦) શ્રી અજિતવીય જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી અજિતવીર્ય દિન વિચરતા રે, મનમોહના રે લોલ,
પુષ્કરઅર્ધ વિદેહ રે, ભવિ બોહના રે લાલ. જંગમ સુરતરુ સારિખો રે, મનમોહના રે લોલ;
સેવે ધન્ય ધન્ય તેહ રે, ભવિબોહના રે લાલ. ૧ સંક્ષેપાર્થ :- શ્રી અજિતવીર્ય પ્રભુ વર્તમાનમાં વિચારી રહ્યા છે. જે મનમોહન છે અર્થાતુ મુમુક્ષુઓના મનને મોહ પમાડનારા છે, આનંદ આપનારા છે. તે ક્યાં વિચરે છે? તો કે પુષ્કરાર્ધના મહાવિદેહ ક્ષેત્રમાં. જે ભવિ આત્માઓને બોહના કહેતા બોધના દાતાર છે. જે જંગમ એટલે હાલતા ચાલતા સુરતરુ કહેતા કલ્પવૃક્ષ સમાન છે. એવા પ્રભુની જે સેવા કરી રહ્યાં છે તે ભવ્યાત્માઓને ધન્ય છે, ધન્ય છે. કારણ કે તેઓ પણ તે જ સ્વરૂપને પામશે. I/૧૫
જિનગુણ અમૃતપાનથી રે મ અમૃત ક્રિયા સુપસાય રે ભ૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે મ આતમ અમૃત થાય રે ભ૦૨
સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર ભગવાનના ગુણરૂપ અમૃતના પાનથી ઉલ્લાસિત થતો એવો આત્મા પ્રભુના પસાથે અમૃતક્રિયાને પામે છે. તે અમૃત અનુષ્ઠાનના પ્રતાપે આપણો આત્મા પણ અમૃત એટલે કદી મરે નહીં એવો
૨૧૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અમર બની મોક્ષમાં જઈ વિરાજે છે.
વિષ, ગરલ અનનુષ્ઠાન, તદહેતુ અને અમૃત એ પાંચ અનુષ્ઠાનમાં સર્વશ્રેષ્ઠ અમૃત અનુષ્ઠાન છે અથવા અમૃત ક્રિયા છે. રા.
પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે મ વચન અસંગી સેવ રે; ભ૦ કર્તા તન્મયતા લહે રે મ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦૩
સંક્ષેપાર્થ :- પ્રીતિરૂપ ભક્તિ અનુષ્ઠાન વડે અસંગી એવા પ્રભુના વચન અનુસાર તેમની સેવા એટલે આજ્ઞા ઉઠાવતાં, કર્તા એવો પુરુષ હમેશાં પ્રભુની ભક્તિમાં જગતને ભૂલી જઈ પ્રભુના ગુણમાં તન્મય બને છે. ilal
પરમેશ્વર અવલંબને રે, મ ધ્યાતા ધ્યેય અભેદ રે; ભ૦ ધ્યેય સમાપતિ હુવે રે, મ. સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે ભ૦૪
સંક્ષેપાર્થ:- એમ શ્રી પરમેશ્વર પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેવાથી ધ્યાતા એટલે ધ્યાન કરનાર એવો સાધક મુમુક્ષ, ધ્યેય એવા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે પ્રથમ અભેદ બને છે. પછી ધ્યેય એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પણ સમાપત્તિ એટલે સંપૂર્ણ પ્રાપ્તિ થતાં, સાપ્ય એવી આત્મસિદ્ધિની અવિચ્છેદ એટલે કદી નાશ ન પામે એવી સિદ્ધદશાને પામે છે. જો
જિનગુણ રાગપરાગથી રે મ વાસિત મુજ પરિણામ રે ભ૦ તજશે દુષ્ટ વિભાવતા રે મ સરશે આતમ કામ રે. ભ૦૫
સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુના ગુણોના રાગરૂપ પરાગવડે મારા પરિણામ એટલે ભાવ જ્યારે સુવાસિત થશે ત્યારે મારો આત્મા પણ દુષ્ટ એવી વિભાવ દશાને છોડશે. જેથી શુદ્ધ એવી આત્મદશાની પ્રાપ્તિ થઈ મારા આત્માના સર્વ કાર્ય સિદ્ધ થશે. //પા
જિન ભક્તિરત ચિત્તને, મ વેધક રસ ગુણ પ્રેમ રે; ભ૦ સેવક જિનપદ પામશે રે, મ રસધિત અય જેમ રે. ભ૦૬
સંક્ષેપાર્થ:- શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિમાં જેનું ચિત્ત રત છે અર્થાત્ લીન છે તેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમગુણ વેધક રસ જેવો છે. જેમ વેધક રસથી વંધિત થયેલું અય એટલે લોઢું, સોનુ બની જાય છે, તેમ પ્રભુભક્તિમાં તન્મય એવો સેવક પણ સુવર્ણ સમાન જિનપદને પામે છે. કા.