________________
૧ee
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન સંપૂર્ણ જ્ઞાન ગુણથી આપ ભરપૂર છો. inકા
આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશવિરતિધરુજી; આતમ સિદ્ધ અનંત, કારણ રૂપે રે યોગ ક્ષેમકરુજી. હું૦૭
સંક્ષેપાર્થ :- વિશ્વમાં આચાર્ય, ઉપાધ્યાય, કે સાધક એવા મુનિવરો તથા દેશવિરતિને ધારણ કરનાર એવા શ્રાવકને, આત્માની અનંત સિદ્ધિ પ્રાપ્ત કરાવવાના આપ કારણરૂપ છો અર્થાત્ નિમિત્તરૂપ છો. આપનો તેમને યોગ થવો તે ક્ષેમંકર એટલે તેમના આત્માનું કલ્યાણ કરનાર છે, અર્થાત્ તેમના આત્માને રત્નત્રયની પ્રાપ્તિ કરાવી સંસારના દુઃખોથી બચાવનાર છે. તેના
સમ્યવૃષ્ટિ જીવ, આણારાગી હો સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદકજ હો શ્રી મહાભદ્રનાંજી. હું ૮
સંક્ષેપાર્થ :- જે સમ્યક્દ્રષ્ટિ જીવો છે તે સર્વ શ્રી જિનરાજની આજ્ઞા ઉઠાવવાના રાગી છે અર્થાત્ પ્રેમી છે. તેમને વીતરાગ પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં અર્થાતુ તેમણે કહ્યા પ્રમાણે વર્તવામાં આનંદ આવે છે. તેથી પોતાના આત્માની સંપૂર્ણ સિદ્ધિરૂપ કાર્ય સાધવા માટે શ્રી મહાભદ્ર જિનના ચરણકમળને તેઓ સર્વદા ભાવભક્તિપૂર્વક સેવે છે. દા.
દેવચંદ્ર જિનચંદ્ર, ભક્ત રાચી હો ભવિ આતમ રુચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે હો સત્તાગત શુચિજી. હું૦૯
સંક્ષેપાર્થ:- હે ભવ્યાત્માઓ! તમે શ્રી જિનચંદ્રને કે જે દેવોમાં ચંદ્રમા સમાન છે એવા પ્રભુની ભક્તિમાં, આત્મપ્રાપ્તિ કરવાની રુચિપૂર્વક ભાવભક્તિ સહિત રાચો અર્થાત્ તન્મય બનો; કે જેથી અવ્યય અર્થાત્ જેનો કદી નાશ નહીં થાય એવી અક્ષય શુદ્ધ આત્મસંપત્તિ તમોને પ્રગટ થાય; જે અનાદિકાળથી સત્તાગતરૂપે પોતાના આત્મામાં જ રહેલી છે, અને જે શુચિ કહેતા પરમ પવિત્ર છે. લા.
૨૦૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ;
આજ હો રાણી રે, સૂરિકાંતા કંત સોહામણોજી. ૧ સંક્ષેપાર્થ:- શ્રી મહાભદ્ર જિનરાજ, દેવસેન રાજાના નંદ કહેતા પુત્ર છે. ઉમાદેવી માતાના મનને ચંદ કહેતા ચંદ્રમા જેવી શીતળતા આપનાર છે. રાણી સૂર્યકાંતાના કંત છે. તેમજ આત્માર્થી સર્વ જીવોને મન સોહામણા કહેતા ગમે એવા છે. તે આજે મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજમાન પ્રભુ સર્વ જીવોના કલ્યાણને માટે થાઓ. ૧.
પુષ્કર પશ્ચિમ અદ્ધિ, વિજય તે વપ્ર સુબદ્ધ;
આજ હો નયરી રે વિજયાએ વિહરે ગુણનીલોજી. ૨
સંક્ષેપાર્થ :- પશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપમાં સુબદ્ધ કહેતા સુંદર રીતે જેનું બંધારણ થયેલ છે એવી વપ્ર વિજયમાં આવેલ વિજયા નગરીમાં ગુણનીલો કહેતા ગુણના ઘરરૂપ એવા આ પ્રભુ આજે વિહાર કરી રહ્યા છે. તેને ભાવપૂર્વક હે ભવ્યો ! તમે ભજો, જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. //રા
મહાભદ્ર જિનરાય, ગજલંછન જસ પાય;
આજ હો સોહે રે મોહે મન લટકાળે લોયણેજી. ૩
સંક્ષેપાર્થ :- શ્રી મહાભદ્ર જિનરાયના પાય કહેતા પગમાં ગજનું એટલે હાથીનું લંછન છે, આજે વર્તમાનમાં ત્યાં બાર અતિશયો વડે તેઓ સોહે કહેતા શોભી રહ્યા છે, તેમજ તેમના લોયણ કહેતાં લોચનના લટકાથી એટલે અમીયભરી દ્રષ્ટિ વડે તે ભવ્ય જીવોના મનને મોહ પમાડી રહ્યા છે, અર્થાત્ જગતના જીવો તેમના ગુણો વડે આકર્ષિત થઈ આનંદ પામી રહ્યાં છે. [૩]
તેહશું મુજ અતિ પ્રેમ, પરસુર નમવા નેમ;
આજ હો રંજે રે દુઃખ ભંજે, પ્રભુ મુજ તે ગુણેજી. ૪
સંક્ષેપાર્થ:- એવા પ્રભુ સાથે મને ઘણો જ પ્રેમ છે. જેથી વીતરાગદેવ સિવાય બીજા હરિ હરાદિક દેવોને નમવાનો મારો નેમ કહેતા નિયમ છે અર્થાત્ તેમના સિવાય હું કોઈપણ બીજા કુદેવોને નમીશ નહીં એવી મારી અચળ પ્રતિજ્ઞા છે. આજે પણ મારા મનને રંજન કરનાર એ છે. તેમજ મારા મનના દુઃખને ભંજન કરનાર કહેતા ભાંગનાર પણ તે પરમપુરુષના ઉત્તમ ગુણો પ્રત્યેનો મારો પ્રશસ્તરાગ જ છે. જા.
ધર્મ યૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ;
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી
(ખાજ હો છાજે એ દેed)